જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ  (તા. 8 માર્ચ 2024 થી તા. 14 માર્ચ 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ મંગળનું પરિભ્રમણ આપની રાશિથી તૃતીય સ્થાનમાં મિથુન રાશિમાં રહેશે તેમ જ તુલામાં રહેલ ગુરૂ તેની સાથે ત્રિકોણયોગમાં હોવાથી સપ્તાહની શરૂઆતમાં આપનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે. ઘરની અંગત બાબતો અને જરૂરિયાતોમાં વધુ ધ્યાન આપવું પડે. ધંધાકીય પ્રવૃત્તિમાં સારી સરળતા રહેશે. 

 

વૃષભ (બ,વ,ઉ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ શુક્રનું પરિભ્રમણ આપની રાશિથી દસમા સ્થાન કર્મભુવનમાં કુંભ રાશિમાં રહેશે તેમ જ તેમાં રહેલો બુધ તેની સાથે યુતિ કરતો હોવાથી સપ્તાહની શરૂઆતમાં મુસાફરીનું પ્રમાણ વિશેષ રહેશે. આપના કાર્યો માટે વધુ સંપર્કોની જરૂર પડશે. નિકટનાં સગાં સાથેનો મનમેળ સારો રહેશે. ધંધાકીય પ્રવૃત્તિમાં વધારો જણાય. 

 

મિથુન (ક,છ,ધ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ બુધનું પરિભ્રમણ આપની રાશિથી નવમા સ્થાન ભાગ્યભુવનમાં રહેશે તેમ જ શુક્ર તેની સાથે યુતિ કરતો હોવાથી આ સપ્તાહની શરૂઆતમાં નાણાકીય બાબતે ઘણી સરળતા રહેશે. જૂનાં લાંબા સમયથી ન આવતાં નાણાં પ્રાપ્ત કરી શકાય. ઉપરી અધિકારી કામની કદર કરે. આકસ્મિક ધનલાભ થાય. કૌટુંબિક જીવન સુખમય રહેશે. 

 

કર્ક (ડ,હ)

સપ્તાહ દરમિયાન આપની રાશિ ઉપરથી શનિનું પરિભ્રમણ ચાલુ રહેશે તેમ જ ગુરૂ તુલા રાશિમાં આપના ચતુર્થ સ્થાન સુખસ્થાનમાં રહેશે. આમ ગુરુ અને શનિનો પરસ્પર કેન્દ્રયોગ થતો હોવાથી આ સપ્તાહની શરૂઆતમાં આપનાં કાર્યો સફળ થશે. ઉત્સાહમાં વધારો થાય. આપનાં કાર્યોમાં જીવનસાથીનો સહકાર સારો રહેશે. ધંધાકીય પ્રવૃત્તિમાં વધારો જણાય.  વિદ્યાર્થીઅો સફળ થાય.

 

સિંહ (મ,ટ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ સૂર્યનું પરિભ્રમણ આપની રાશિથી અષ્ટમ્ સ્થાનમાં મીન રાશિમાં રહેશે તેમ જ રાહુ આપના અષ્ટમ્ સ્થાનમાં તેની સાથે યુતિ કરતો હોવાથી સપ્તાહની શરૂઆતમાં આપવા કામકાજમાં અવરોધોનું પ્રમાણ વધશે. લોકો સાથે વાદવિવાદ થાય. આકસ્મિક ખર્ચાઅો માનસિક પરિતાપ વધારશે. 

 

કન્યા (પ,ઠ,ણ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ બુધનું પરિભ્રમણ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિમાં રહેશે તેમ જ શુક્ર તેની સાથે યુતિ કરતો હોવાથી આ સપ્ïતાહની શરૂઆતમાં ઉચ્ચ કક્ષાની વ્યક્તિઅોનો સહકાર સારો મળશે. તેઅો આપના માટે લાભદાયી થાય. ધંધાકીય બાબતે નવી તકો પ્રાપ્ત થાય તેમ જ આનંદદાયક ખબર છે.

 

તુલા (ર,ત)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ શુક્રનું પરિભ્રમણ આપની રાશિથી પંચમ્ સ્થાનમાં કુંભરાશિમાં રહેશે તેમ જ બુધ તેની સાથે યુતિ કરતો હોવાથી આ સપ્તાહે શરૂઆતમાં ધંધાકીય પ્રવૃત્તિ ઍકંદરે સારી રહેશે. આપ કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો. લોકોના સહકારમાં વધારો થશે. સામાજિત ­તિષ્ઠામાં વધારો થાય. યશ, કીર્તિમાં વધારો થાય.  

 

વૃશ્ચિક (ન,ય)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ મંગળનું પરિભ્રમણ આપની રાશિથી અષ્ટમ્ સ્થાનમાં મિથુન રાશિમાં રહેશે તેમ જ ગુરૂનું પરિભ્રમણ તુલા રાશિમાં આપના વ્યયસ્થાનમાં થતું હોવાથી સપ્તાહની શરૂઆતમાં આપને ધાર્મિક પ્રવૃત્તિમાં વધુ વ્યસ્ત રહેવું પડે. શ્વશુર પક્ષ તરફનો સહકાર સારો મળશે. ધંધાકીય પ્રવૃત્તિમાં વધારો થશે. 

 

ધન (ભ,ધ,ફ,ઢ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ ગુરૂનું પરિભ્રમણ આપની રાશિથી અગિયારમા સ્થાનમાં તુલા રાશિમાં રહેશે તેમ જ શનિનું પરિભ્રમણ કર્ક રાશિમાં અષ્ટમ્ સ્થાનમાં ચાલુ રહેશે, જેથી શરૂઆતમાં આપના આરંભેલાં કાર્યોમાં નિષ્ફળતા મળવા સંભવ રહેશે. માનસિક પરિતાપમાં વધારો થાય. જીવનસાથી ઉપયોગી થાય. 

 

મકર (જ,ખ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ શનિનું પરિભ્રમણ આપની રાશિથી સપ્તમ્ સ્થાનમાં કર્ક રાશિમાં ચાલુ રહેશે તેમ જ ગુરૂનું પરિભ્રમણ તુલા રાશિમાં આપના કર્મસ્થાનમાં રહેશે. ગુરૂ અને શનિ પરસ્પર કેન્દ્રયોગ કરતા હોવાથી સપ્તાહની શરૂઆતમાં જીવનસાથી સાથેના સહકારમાં વધારો થાય. જીવનસાથી આપના કાર્યમાં મદદરૂપ થાય.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહ દરમિયાન કૌટુંબિક મિલકત અંગેના પ્રશ્નો ઉદભવે. જાકે પછી સ્થિતિ થાળે પડી જશે.  જા પ્રેમસંબંધ હશે તો તેમાં નિષ્ફળતા મળે. ભાગીદારો સાથે મતભેદ આપે. લગ્ન-વિવાહ જેવા કાર્યમાં નિરાશા અને નિષ્ફળતા મેળવશો. પિતાના આરોગ્યની ચિંતા રખાવે. વ્યવસાય ક્ષેત્રે તમારા પાસા અવળા પડતા જણાય. વિદ્યાર્થીઅો માટે મધ્યમ સમય.

 

મીન (દ.ચ,ઝ,થ)

સપ્તાહ દરમિયાન આપની રાશિના અધિપતિ ગ્રહ ગુરૂનું પરિભ્રમણ આપની રાશિથી અષ્ટમ્ સ્થાનમાં તુલા રાશિમાં રહેશે તેમ જ શનિનું પરિભ્રમણ કર્ક રાશિમાં આપના પંચમ્ સ્થાનમાં રહેશે, જેથી શરૂઆતમાં ધંધાકીય ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે તેમ જ તે લાભદાયી રહેશે. સટ્ટાકીય કામકાજમાં સફળતા મળશે. સંતાનો અંગેની બાબતોમાં સરળતા રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here