જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 23 ફેબ્રુઆરી 2024 થી તા. 29 ફેબ્રુઆરી 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહ દરમિયાન આપને માટે મુસાફરી અંગેના પ્રશ્નોમાં સફળતા મળશે. આ સપ્તાહ આપના માટે ઘણું જ પ્રગતિમય બની રહેવાનું છે. આપની તબિયતના પ્રશ્નો ઉકેલાશે. આ દિવસોમાં આપે ધર્મકાર્ય અંગે ખર્ચ કરવો પડે. વડીલોની ચિંતા ઓછી થશે અને તેમાં આપને રાહત મળશે. અન્ય લાભો પણ આપ પામી શકશો. સંતાનોની પ્રગતિથી આપ ખુશ થશો.

 

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહ દરમિયાન શુભ સમય પસાર થાય. સાસરી પક્ષ તરફથી લાભ થાય. નોકરીમાં આનંદ-ઉત્સાહ વધે. દામ્પત્યજીવનમાં અવરોધ હોય તો દૂર થાય. જમીન મકાન ખરીદવાને લગતી ઇચ્છા પૂર્ણ કરી શકશો. નવી ઓળખાણ થી લાભ થાય. કૌટુંબિક શુભ કાર્યો કે સંતાનના શુભ પ્રસંગોનું આયોજન થાય. નોકરિયાત વર્ગને ઉત્સાહપૂર્વક કામ કરવાનું મન થાય.

 

મિથુન (ક,છ,ધ)

આ સપ્તાહ દરમિયાન આપને રાહત આપનારા સમાચાર ઘણા જાણવા મળશે. પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય તો દૂર થાય.  ધંધાકીય નવા સાહસમાં સફળતા આપે. નોકરી ક્ષેત્રે પ્રગતિની તક આપે. માતા-પિતાના આરોગ્ય સંબંધી ચિંતા હોય તો તેમાં રાહત આપે. શેર-સટ્ટા ક્ષેત્રે નાના-મોટા આર્થિક લાભ આપે. વિલંબમાં પડેલા કાર્યનો ઉકેલ આપે. નવી વ્યક્તિની અોળખાણ થાય. . 

 

કર્ક (ડ,હ)

આ સપ્તાહ દરમિયાન કૌટુંબિક કટોકટી ઓછી થાય. સાસરી પક્ષ સંબંધી શુભ સમાચાર મળે. વિલ-વારસા અંગે વિખવાદ સર્જાય. શારીરિક સુખાકારી નરમ ગરમ આપે. વિદ્યાર્થીમિત્રોને વિદ્યાભ્યાસ ક્ષેત્રે સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ સાહસ સમજી વિચારીને કરવું. નોકરી ક્ષેત્રે ખોટી ચિંતા તથા માનસિક ટેન્શન આપે. તબિયતની કાળજી રાખીને કામકાજ કરવું. સરકારી કામ-કાજનો અંત આવે.

 

સિંહ (મ,ટ)

આ સપ્તાહમાં આપના માટે આ સમયગાળો અનેક રીતે ઘણો સરસ રહેશે. શરૂઆતના તબક્કામાં જ આપના કેટલાક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવી જશે. આપના વ્યવસાયને લગતા સવાલો સરસ રીતે ઊકલી જશે. માતા પિતા કે અન્ય વડીલના આરોગ્યનો સવાલ હશે તો તેનું નિવારણ આવશે. મિત્રો-સંબંધીઓ સાથેના સંબંધોમાં થયેલો વિવાદ શમી જશે.

 

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહ દરમિયાન ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જી શકશો. ધંધાકીય લોન કે સરકારી કામોમાં સફળતા મળે. વાહન, મકાનની શુભ ખરીદી આપે. નોકરી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીમિત્રોને વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે. પ્રેમ-સંબંધ હોય તો તેમાં સફળતા મેળવી શકો. શેરલોટોમાં રોકાણ કરવાથી લાભ થાય. 

 

તુલા (ર,ત)

આ સપ્તાહ દરમિયાન પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય તો દૂર થાય. ધંધાકીય નવા સાહસમાં સફળતા આપે. નાનકડી મુસાફરી કરવાની આવે. નોકરી ક્ષેત્રે પ્રગતિની તક મળે. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. માતા-પિતાના આરોગ્ય સંબંધી ચિંતામાં રાહત આપે. ધંધાકીય ક્ષેત્રે નાના-મોટા આર્થિક લાભ પણ મળે. વિલંબમાં પડેલા કાર્યનો ઉકેલ આપે. 

 

વૃશ્ચિક (ન,ય)

સપ્તાહ દરમિયાન અપરિણીત હશો તો વિવાહનું નક્કી થાય. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સરળતા રહે. વિદ્યાર્થીમિત્રોને મહેનતના પ્રમાણમાં સુંદર ફળ મળે. આર્થિક ઋણમાંથી મુક્ત થઈ શકશો. નોકરી હશે તો બઢતી મળે.  સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા મેળવી શકશો. નોકરી-ધંધાના પ્રશ્નો ઉકેલી શકશો. શારીરિક આરોગ્ય જળવાઈ રહે. મકાનની ખરીદી થાય, શુભ સમય છે.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

આવનારા દિવસોમાં શરૂઆતના દિવસો થોડા અટપટા અને કંઈક વિશેષ પરીક્ષા પછી સફળતા અપાવનારા બનશે. તેથી શરૂઆતમાં હિંમત હાર્યા વિના સંજાગો સામે ટકી રહેવું. વેપારીઅો પોતાની અક્કલ અને અનુભવના સમન્વયથી આવકના નવા દરવાજા ખોલી શકશે. નોકરિયાતોએ કરેલા નવા નવા પ્રયોગોનું શુભ અને આશાસ્પદ પરિણામ મળે તેવા યોગ બને છે. 

 

મકર (જ,ખ)

આ સમય દરમિયાન આપના નાણાકીય પ્રશ્નોના ગૂંચવાડા ઊભા થાય. લાભની આશા ઠગારી નીવડે. અગાઉથી કરેલાં આયોજનોમાં નિષ્ફળતા મળે. આ આ સપ્તાહ દરમિયાન જમીનને લગતી કોઈ સમસ્યા હશે તો તેનો સુખદ અંત આવશે. મકાન-વાહનને લગતી પરિવારના સભ્યોની વ્યક્તિગત ઇચ્છા સંતોષવા માટે અનુકૂળ સમય રહે.  

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહ દરમિયાન કૌટુંબિક મિલકત અંગેના પ્રશ્નો ઉદભવે. જાકે પછી સ્થિતિ થાળે પડી જશે.  જા પ્રેમસંબંધ હશે તો તેમાં નિષ્ફળતા મળે. ભાગીદારો સાથે મતભેદ આપે. લગ્ન-વિવાહ જેવા કાર્યમાં નિરાશા અને નિષ્ફળતા મેળવશો. પિતાના આરોગ્યની ચિંતા રખાવે. વ્યવસાય ક્ષેત્રે તમારા પાસા અવળા પડતા જણાય. વિદ્યાર્થીઅો માટે મધ્યમ સમય.

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સપ્તાહ દરમિયાન શુભ સમય પસાર થાય. સાસરી પક્ષ તરફથી લાભ થાય. નોકરીમાં આનંદ-ઉત્સાહ વધે. દામ્પત્યજીવનમાં અવરોધ હોય તો દૂર થાય. જમીન મકાનને લગતી ઇચ્છા પૂર્ણ કરી શકશો. પરદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નવી ઓળખાણ થી લાભ થાય. કૌટુંબિક શુભ કાર્યો કે સંતાનના શુભ પ્રસંગોનું આયોજન થાય તેવા યોગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here