“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. પારિવારિક પ્રશ્નોમાં ઘણી રાહત જણાશે. દામ્પત્યજીવનમાં પણ પ્રસન્નતા રહેશે. સારું ‘હાઉસ’ લેવાની ઇચ્છા પૂર્ણ થાય તેમ છે. કૌટુંબિક વ્યવહારો અંગેની ચિંતા દૂર થશે. વેપાર-ધંધામાં એકંદરે સાનુકૂળતા જણાશે. મહત્ત્વના કૌટુંબિક પ્રશ્નોમાં યોગ્ય નિર્ણય લઈ શકાશે. તા. 29, 30 આનંદમય દિવસો પસાર થાય. તા. 1, 2 સફળ દિવસો ગણાય. તા. 3, 4 મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. તા. 5 શુભ દિવસ.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં આપની નવીન પરિવર્તનની ઇચ્છા ફળતી જણાશે. વેપાર-ધંધામાં એકંદરે સાનુકૂળતા રહેશે. મકાન મિલકત માટે મૂડીરોકાણ કરવા માટે સમય યોગ્ય જણાતો નથી. કૌટુંબિક પ્રશ્નોમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. વિદ્યાર્થીમિત્રો માટે સમય આશાવાદી જણાય છે. પ્રવાસમાં વિઘ્ન પછી સફળતા મળે તેવા યોગો જણાય છે. તા. 29, 30, 1 સફળ દિવસો ગણાય. તા. 2, 3, 4 મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. તા. 5 સામાન્ય દિવસ ગણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને ઉચાટ ઉદ્વેગ જેવું રહ્યા કરશે. આવક કરતાં જાવક વધતાં માનસિક મૂંઝવણ વધવા પામશે. અંગત આરોગ્ય જાળવજો. પ્રિયજનો તથા કુટુંબીજનો સાથે ઘર્ષણના પ્રસંગો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. શેર – સટ્ટા – લોટરીમાં નાણાં રોકવાં હિતાવહ જણાતું નથી. શુભ પ્રસંગોમાં વિઘ્ન નડવાની શક્યતાઓ ખરી જ. તા. 29, 30, 1 દરેક રીતે સંભાળવું. તા. 2, 3 સહનશીલતા રાખવી. તા. 4, 5 ચિંતાજનક દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને મહત્ત્વના કામકાજમાં લાભ જણાશે. ગૂંચવાયેલા સાંપત્તિક પ્રશ્નો પણ હલ થાય તેમ છે. ગૃહજીવનનું વાતાવરણ સુખદ પ્રસંગોથી મજાનું રહેશે. જીવનસાથીની તબિયતને લગતી ચિંતા હશે તો અવશ્ય દૂર થશે. સામાજિક કાર્યો – પ્રસંગોમાં વ્યસ્ત રહેવાનું બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 29, 30, 1 લાભકારક દિવસો પસાર થાય. તા. 2, 3 આનંદમય દિવસો ગણાય. તા. 4 લાભમય દિવસ. તા. 5 પ્રવાસનું આયોજન શક્ય બને.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહ દરમિયાન આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પશે. ધાર્યા લાભ મળે તેવા સંજોગો જણાતા નથી. અલબત્ત, ચાલુ આવકમાં કે લાભમાં ફટકો પડે તેવા યોગો જણાય છે. અણધારી આવકનો યોગ થતો નથી. શેર-સટ્ટા તથા લોટરીથી દૂર રહેવું હિતાવહ ગણાય. અંગત આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. તા. 29, 30, 1 સામાન્ય દિવસો ગણાય. તા. 2, 3 દરેક રીતે સંભાળવું. તા. 4, 5 આરોગ્યની કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળા દરમિયાન આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. નોકરિયાત વર્ગને કાર્યબોજ વિશેષ રહેશે. ખાન-પાનમાં કાળજી રાખવી જરૂરી જણાય છે, નહિતર શારીરિક તકલીફ ઊભી થવા સંભાવના ખરી જ. નવું હાઉસ લેવું હોય કે વેચવું હોય તો તે માટે સમય સાનુકૂળ જણાતો નથી. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. તા. 29, 30, 1 ઉચાટ ઉદ્વેગ જેવું રહ્યા કરશે. તા. 2, 3 શરીરની કાળજી વિશેષ રાખવી. તા. 4, 5 વાહનથી સંભાળવું.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે કાળજી રાખવી પડશે. ખાસ કરીને અંગત આરોગ્યની કાળજી વિશેષ રાખજો. ગૃહસ્થજીવનમાં પણ સંયમ અને સમજદારીથી કામ કરવું પડશે, અન્યથા ગેરસમજો ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. મિત્રો સ્વજનો સહિત પરિવારના નિકટના માણસો સાથે પણ વિવાદ થવાની શક્યતાઓ જણાય છે. તા. 29, 30, 1 દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 2, 3 વિવાદથી દૂર રહેવું. તા. 4, 5 સામાન્ય દિવસો ગણાય.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં નોકરિયાત વર્ગ માટે ઠીક ઠીક પ્રમાણમાં સાનુકૂળતા ઊભી થશે. ઉપરી અધિકારી વર્ગનો વિશ્વાસ સંપાદન થઈ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં અટકેલાં અધૂરાં કાર્યો સફળ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. ગૃહજીવનના વિવાદોનો અંત આવવાની સંભાવના ખરી જ. આરોગ્યની ચિંતા રહેશે. પ્રવાસ પાછળ ખર્ચ થવાની સંભાવના ખરી જ. તા. 29, 30, 1 સાનુકૂળ દિવસો ગણાય. તા. 2, 3 કાર્યો પૂર્ણ થશે. તા. 4, 5 ખર્ચાળ દિવસો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. લાંબા સમયથી અટવાયેલાં લાભો મળતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. વેપાર – રોજગાર ક્ષેત્રમાં પણ આર્થિક સંકડામણ દૂર થતાં વિશેષ રાહત થશે. છતાં બિનજરૂરી વિવાદથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. પ્રવાસમાં શરીરની કાળજી વિશેષ રાખવી પડશે. તા. 29, 30, 1 એકંદરે રાહત જણાય. તા. 2, 3, 4 વિવાદથી દૂર રહેવું. તા. 4, 5 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય તો વળી ચિંતાનું આવરણ પણ આવી જાય. સાંપત્તિક પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. મકાનની ફેરબદલી માટે સમય સાનુકૂળ જણાય છે. લગ્ન વિવાહના પ્રશ્નો હજી અટવાયેલા રહેશે. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. તા. 29, 30, 1 સામાન્ય દિવસો પસાર થાય. તા. 2, 3 મિશ્ર દિવસો ગણાય. તા. 4 સામાન્ય દિવસ. તા. 5 વાહનથી ખાસ સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે ધ્યાન રાખવું પડશે. નિરાશ થઈને પ્રયત્નો છોડી દેશો નહિ. આપ જાહેર જીવન સાથે સંકળાયેલા હોવ તો વિવાદથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. વાહન અંગેના નિર્ણયોનો ઉકેલ આવે તેમ છે. સરકારી કોર્ટ-કચેરીની બાબતમાં પરિસ્થિતિ યથાવત્ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 29, 30, 1 દરેક રીતે સંભાળવું. તા. 2, 3 વિવાદથી દૂર રહેવું જરૂરી. તા. 4, 5 સામાન્ય દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. વેપાર-રોજગારમાં અંગત મૂંઝવણ હળવી બનતાં વિશેષ રાહત થશે. જમીન-વાહન, મકાનને લગતા પ્રશ્નો ધીરજથી હાથ ધરી ઉકેલી શકશો. નવું હાઉસ લેવાની ઇચ્છા પૂર્ણ થાય તેમ છે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. સંતાનોનો સહકાર પામી શકશો. તા. 29, 30, 1 એકંદરે રાહત થશે. તા. 2, 3 ધીરજથી નિર્ણયો લેવા હિતાવહ છે. તા. 4, 5 સફળ દિવસો પસાર થાય.