જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 16 ફેબ્રુઆરી 2024 થી તા. 22 ફેબ્રુઆરી 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહ દરમિયાન ભાગ્યની દેવી આપના પર ચોતરફથી મહેરબાન જણાશે. દરેક ક્ષેત્રમાં દરેક કાર્યમાં ન ધારેલી સફળતા મળશે. પિતરાઈઅો અને સાસરી પક્ષના મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત રહેશો. સફળ ­વાસનું આયોજન કરશો. આનંદ-ઉત્સાહપૂર્વક સમય પસાર થશે. અલબત્ત, ખર્ચનું પ્રમાણ પણ વધુ રહેશે. પરિવારમાં અકારણવિના ચિંતા વધશે. 

 

વૃષભ (બ,વ,ઉ)

આ સમય દરમિયાન ખોટી ચિંતા અને મુશ્કેલીનો સામનો કરવો પડે. ધંધાકીય કામકાજમાં રૂકાવટ પેદા થાય. મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી માર્ગ મળે, પરંતુ મહેનત કરવી પડે. સરકારી રૂકાવટો આપને ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકી શકે. જીવનસાથી સાથેના સંબંધોમાં વિવાદ ઊભો થાય. માનસિક પરિસ્થિતિ બગડે. આવક વધશે. ધંધાકીય બાબતોમાં આવક સાથે સાથે જાવકના પ્રશ્નો બને. 

 

મિથુન (ક,છ,ધ)

આ સમય દરમિયાન જીવનસાથીનો સહયોગ ખૂબ જ સારો મળી રહેશે. જીવનસાથી ઍક મિત્રની ગરજ સારે અને આપની અનેકવિધ સફળતાઅોની સહભાગી બનશે. આપના મિલકત-વાહન અંગેના પ્રશ્નોમાં જૂનું વેચી નવી ખરીદી કરવાની તકો આવે. સ્વપ્ïન સાકાર થતાં લાગશે. નોકરીના સ્થળે કાર્યબોજને લીધે વ્યસ્ત રહેશો. અજાતશત્રુનો ભય સતાવશે. 

 

કર્ક (ડ,હ)

આ સમય દરમિયાન આપનો સમય સાસરી પક્ષની ચિંતા અને સમસ્યાનું નિરાકરણ કરવામાં જશે. નોકરિયાત વર્ગ માટે ઉચ્ચ અધિકારીની ગેરહાજરીમાં જવાબદારી આપના શીરે આવે, જે ભાવિ માટે શુભ રહેશે. સંતાનોના અભ્યાસ સંબંધિત પ્રશ્નોમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય. સટ્ટાકીય નુકસાની થવાના યોગો ધ્યાનમાં રાખીને ચાલવું. કોઈને નાણાં ઉછીના આપવાં નહિ.

 

સિંહ (મ,ટ)

આ સમય દરમિયાન શરૂઆતના બે-ત્રણ દિવસ આપને ન જાઈતી અને કારણ વગરની ચિંતા જણાશે. આપના વડીલ વર્ગની તબિયતની ફિકરમાં દોડાદોડી થશે. જીવનસાથી સાથે વગર કારણે ચડભડ થવાના સંજાગો બને. તા. ૨૯ માનસિક પરિતાપ. ખોટા વિચારો આવ્યા કરે.  શાંતિ રાખીને નિર્ણયો લેવા. કોઈ પણ વ્યાવસાયિક કામમાં સફળતા અનિવાર્ય.. 

 

કન્યા (પ,ઠ,ણ)

આ સમય દરમિયાન આપના કામકાજમાં દરેક ક્ષેત્રે સફળતા મળશે. આપના કાર્યની કદર થશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની તકો ઊભી થાય. આપના મેનેજમેન્ટમાં આપના કામની નોîધ લેવાશે. વાહનખરીદી અંગેનાં કામકાજમાં સફળતા મળશે. શેરસટ્ટાથી દૂર રહેવુ હિતાવહ છે. અકારણ કોઈના પર તોછડાઈભર્યું વર્તન ન કરવું. ધ્યાન રાખવું.  

 

તુલા (ર,ત)

આ સમય દરમિયાન વિદેશપ્રવાસ અંગેનાં આયોજનોમાં આપની કાર્યવાહી આગળ ધપે તેવા સંજાગો સર્જાશે. આપનું કામ કોઈ ખાસ નહિ હોય છતાં આપના કામ અંગે લાભદાયી ટિપ્પણીઓ થશે. સટ્ટાકીય બાબતોમાં ધારેલા લાભ અવશ્ય મળશે. ઉતાવળ કરીને લાભને ટૂંકાવવા નહિ.અનિચ્છાએ પ્રવાસ ન કરવો પડે તેનું ધ્યાન રાખશો.

 

વૃશ્ચિક (ન,ય)

આ સમય દરમિયાન આપને મોસાળ પક્ષ તરફથી શુભ સમાચાર મળે. લાભ થાય તેવો સમય છે. આપના વિખૂટા પડેલા સ્વજનોની મુલાકાત થાય. આનંદ-ઉલ્લાસનું વાતાવરણ સર્જાશે. આપને કોઈ ભેટસોગાદો મળવાની સંભાવના રહેલી છે, જેના માટે આપ કેટલા સમયથી રાહ જોતા હશો તે તક આપની સમક્ષ ઊભી હશે. મિલકતના પ્રશ્નોમાં શુભ સમય.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સમય દરમિયાન આપના ભાગ્યની દેવી આપના પર ચોતરફથી મહેરબાન જણાય. શારીરિક સ્તરમાં નોîધપાત્ર સુધારો વર્તાશે. સટ્ટાકીય બાબતોમાં અણધાર્યા લાભ થશે. હર્ષોલ્લાસનું વાતાવરણ કુટુંબમાં સર્જાય. ધંધાકીય બાબતોમાં બહારગામના ઓર્ડરથી લાભ થાય. માનસિક ચિંતા, પણ આવક વધે. માનસિક અકળામણ રહેશે તેવા સંકેતો છે.

 

મકર (જ,ખ)

આ સમય દરમિયાન આપના મિલકત અંગેના પ્રશ્નોમાં અચાનક સુધારાજનક પરિસ્થિતિ આવશે. માતૃપક્ષ સાથેના સંબંધોમાં સુધારો જણાય. વાહનખરીદી અંગેનાં કાર્યોમાં સફળતા મળે. આપની નાણાકીય પરિસ્થિતિ સુધારા તરફ વળતી જણાય. મિત્રો તથા પડોશીઓના સંબંધોમાં બગાડો થવાના પ્રશ્નો બને. માનસિક પરિતાપ, શત્રુઅો સતાવે તેવલા યોગ બને છે.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહ દરમિયાન આપના જીવનમાં અનેકવિધ પરિવર્તનોની શરૂઆત થાય તેવો સમય છે. આપના વિખૂટા પડેલા સ્વજનોની મુલાકાતથી મન પ્રફુલ્લિત રહે. વાતાવરણમાં સુધારો જણાય. આપને કોઈ ભેટસોગાદો મળવાની પણ સંભાવના રહેલી છે, જેના માટે આપ ઘણા સમયથી રાહ જાતા હશો. ધંધાકીય તેમજ મિલકતમાં સફળતા મળે. 

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સપ્તાહ દરમિયાન કુટુંબમાં મંગલકારી પ્રસંગની ઉજવણી થાય. મિત્રો-સહયોગીઓના આગમનથી આનંદદાયક વાતાવરણ જળવાઈ રહેશે. આવક વધારવા અંગેના પ્રયત્ïનોમાં ધારેલી સફળતા મળે. મિલકતખરીદી કે વેચાણના કાર્યમાં ગતિશીલતા આવે. ધંધાકીય કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરી પક્ષ દ્વારા ચિંતાજનક સમાચાર મળે.