જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 9 ફેબ્રુઆરી 2024 થી તા. 15 ફેબ્રુઆરી 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ અઠવાડિયાની શરૂઆતના દિવસો થોડા મિશ્ર પ્રકારના બનેલા જણાશે. જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ વધારે સરળતા અને અનુકૂળતા આવે. વેપારીઓએ બહુ ઉતાવળા ન બનતાં સમજી-વિચારીને આગળ વધવું લાભદાયક બને. નોકરિયાતોને પોતાની આવડત મુજબનું વળતર આસાનીથી મળશે. ઉપરી અધિકારીનો વિશ્વાસ જીતી લેશો. યુવાનોએ વાહન ધીમે ચલાવવું.

 

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહના શરૂઆત અને અંતના દિવસો ઘણા સારા અને ઉપયોગી બનેલા હશે, પરંતુ વચ્ચેના દિવસોમાં થોડી ઘણી ઉતાવળમાં બાજી હાથમાંથી સરી ન જાય તે જાવું. વેપારીઅોને અનાયાસ લાભના સંયોગો બને. ભાગીદારો સાથેના પ્રશ્નોનો ઉકેલ મળે. નોકરિયાતોની કસોટી થયા પછી અનુકૂળતા આવતી જણાશે. યુવાનોએ શું કરવું અને શું ન કરવું તેની ગડમથલથી બચવું જરૂરી છે. 

 

મિથુન (ક,છ,ધ)

આ સપ્તાહ ઘણી બધી રીતે ઉપયોગી અને પોતાના માટે કંઈક વધારે મેળવ્યાનો સંતોષ આપનારૂં બનશે. જીવનનો વિકાસ ઝડપી બન્યો હોય તેવું અનુભવાશે. જીવનનો વિકાસ ઝડપી બન્યો હોય તેવું અનુભવાશે. વેપારીઓ થોડીક વધારે હિંમત દાખવીને અગત્યના નિર્ણયો લઈ વેપારને ઘણો સારો વિકસાવે. નોકરિયતોમાં રહેલી આવડતની કદર થાય. ઉપરી અધિકારીની મદદ મળે.

 

કર્ક (ડ,હ)

આગામી દિવસોમાં શરૂઆતના દિવસો ઘણા સારા છે. ત્યાર પછી પણ સરળતા સચવાઈ રહેશે. તેથી આ અઠવાડિયાનો વ્યવસ્થિત રીતે લાભ લેવાનું ચૂકશો નહિ. વેપારીઅોને આવકના બંધ થયેલા સ્રોતો ફરીથી શરૂ થાય. નવા સંબંધો લાભપ્રદ નીવડે. નોકરિયાતોને આગળ વધવામાં આવકારદાયક સંયોગો બને, બઢતી થાય. યુવાનોની યુક્તિપૂર્વક આગળ વધે.

 

સિંહ (મ,ટ)

આવનારા સપ્તાહમાં શરૂઆતના બે-ત્રણ દિવસોમાં મહેનતથી ગભરાયા વિના આગળ વધવાનો અભિગમ રાખવો. પછીના સમયે કરેલાં  કાર્યો ફળતાં જણાશે. વેપારીઅોએ નજીવી ભૂલને ન અવગણવી. આંધળા વિશ્વાસે ન બેસવું. નોકરિયાતોએ કઈ વાતને કેટલું મહત્ત્વ આપવું તે સમજવું. યુવાનોની મહેનતમાં રંગ આવે તેવા યોગ છે. 

 

કન્યા (પ,ઠ,ણ)

આવનારા તમામ દિવસો એકંદરે સારા છે, પણ અોચિંતા ચડાવ-ઉતારવાળા સંજાગો બને તો નવાઈ નહિ. સપ્તાહનો અંત ઘણો લાભદાયક નીવડશે. વેપારી તથા નોકરિયાતોનાં કામકાજમાં સ્પષ્ટતા તથા સચોટતા ખૂબ જરૂરી રહેશે. અલબત્ત, કરેલી મહેનત નકામી નહિ જાય. યુવાનોએ પોતાનું હું પદ છોડીને મળેલી મદદનો વ્યવસ્થિત લાભ લઈ લેવો. 

 

તુલા (ર,ત)

આ સપ્તાહની શરૂઆત ઘણી શાનદાર થાય. પોતાની આવડતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને વધારેમાં વધારે વળતર મેળવવામાં સમય ઉપયોગી બને. જાકે અંતના દિવસોમાં ઉતાવળ ટાળવી. વેપારીઓને સરકારી કે કાયદાકીય ગૂંચવણોનો ઉકેલ આવતાં વેપારમાં ધ્યાન આપી શકાય. નોકરિયાતોની નિષ્ઠાની કદર થાય. કંઈક આર્થિક વળતર મળે તેવા યોગ છે. 

 

વૃશ્ચિક (ન,ય)

આવનારૂં આખું સપ્તાહ સારïું જશે. તમામ દિવસો દરમિયાન વત્તા-ઓછા અંશે કંઈક વિશેષ ફાયદો મળી રહે તેવા દિવસો બને તો નવાઈ નહિ. પરિસ્થિતિ ઘણી હકારાત્મક બનશે. વેપારીઓ પોતાનાં સબળાં પાસાંઓને વધારે વિકસાવવાની તક મળે. વેપાર વધે. નોકરિયાતોને ખૂબીઓને આકર્ષક વળતર મળે. યુવાનોના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ ભળે. નવી તક દ્વારા વિકાસ થાય.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

આગામી સપ્તાહની શરૂઆત થોડીક ઠંડી અને વધારે સંઘર્ષવાળી થાય. ત્યાર પછીના દિવસોમાં ધીમે ધીમે સરળતા તથા સગવડ આવે. વેપારીઓને મળેલી માહિતી તથા વિગતોનો કેટલો તથા કેવો ઉપયોગ ક્યાં કરવો તેની સાવધાની રાખતાં લાભ વધે. નોકરિયાતોએ ખટપટથી બચવાથી કંઈક વધારે જાણવા શીખવા મળે તેવી સ્થિતિ બને. યુવાનોની કસોટી થાય.

 

મકર (જ,ખ)

આ સપ્તાહ એકંદરે દેખીતી રીતે સરળ જણાશે, પણ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ કંઈક નવીન અનુભવો થાય. વચ્ચેના દિવસોમાં ખાસ સાવધાની રાખવી. વેપારીઅોઍ લેભાગુઓથી સાવધાન બનવું. વેપારમાં નવાં જાખમો ખેડવામાં કારણ વગરની ઉતાવળ ન કરવી. નોકરિયાતોએ બધી બાબતોનું ધ્યાન રાખવું તમારા હાથે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.  

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહની શરૂઆત થોડી કસોટીવાળી અને વધારે મહેનત માગી લે તેવી બને. તેથી સમય પ્રમાણે પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે, જેથી ટકી શકાય. વેપારીઓએ આવક માટે ખોટાં પ્રલોભનોમાં ન પડવું. યોગ્ય નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. નોકરિયાતોએ વાદ-વિવાદનો ભોગ ન બની જવાય તે જાવું. યુવાનોએ માત્ર વાતોમાં સમય ન બગાડતાં આગળ વધવું. 

 

મીન (દ.ચ,ઝ,થ)

આ અઠવાડિયું મનની ઇચ્છાઅોને પૂરી કરનારૂં અને પોતાના ધ્યેયની નજીક લઈ જવામાં ઘણું મદદરૂપ બનતું જણાય. કંઈક વિશેષ મળી જાય તો નવાઈ નહિ. વેપારીઓના ફસાયેલાં નાણાં પાછાં મળે. રોકાયેલાં નાણાંનું વળતર મળે. નવાં ક્ષેત્રોમાંથી આવક થાય. નોકરિયાતોએ લીધેલા નિર્ણયની કિંમત થાય. તેમ જ વધારાની પ્રગતિની તક બને.