જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 12 જાન્યુઆરી 2024 થી તા. 18 જાન્યુઆરી 2024 સુધી))

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહમાં આપને કોઈ અણધાર્યા ખર્ચનો પ્રસંગ આવશે. છતાં ખર્ચ પ્રમાણે આવકની વ્યવસ્થા કરી શકશો. મકાન-જમીનને લગતા પ્રશ્નો હજી આપને મૂંઝવશે. માનસિક રીતે હજી નિરાંત કે સુખનો અનુભવ થાય નહિ. આપનું આરોગ્ય જાળવજો. ધીરજ, કુનેહ અને સહનશીલતાથી ગૃહજીવનના પ્રશ્નોનો ઉકેલ મળશે. પ્રસંગ ઊભા થવાની શક્યતા ખરી જ.

 

વૃષભ (બ,વ,ઉ)

આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. ઉતાવળા બની કોઈ પણ નિર્ણય લેશો તો મુશ્કેલી વધશે માટે ધીરજથી કામ લેવું. નોકરિયાત વર્ગને હવે અવરોધો દૂર થતા જણાશે. દામ્પત્યજીવનના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે. જીવનસાથીનું આરોગ્ય બગડ્યું હશે તો તે સુધરવા પામશે. સ્નેહીજનોથી મુલાકાત સફળ બનશે.

 

મિથુન (ક,છ,ધ)

નોકરિયાત વર્ગને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી મુક્ત થઈ શકશો. બઢતી મળવાની શક્યતાઅો પણ ખરી જ. સાંપત્તિક પ્રશ્નો હજી યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. નવું હાઉસ ખરીદવા માટે હજી સમય યોગ્ય જણાતો નથી. દામ્પત્યજીવનમાં ધીરે ધીરે સંવાદિતા વધશે. બાળકોની તબિયત સાચવજો. મહત્ત્વની મુલાકાતો ફળદાયી નીવડશે.

 

કર્ક (ડ,હ)

 આ સમયગાળામાં આપના નોકરી-ધંધાના ક્ષેત્રમાં રાહત ઊભી થશે. સંજાગો સાનુકૂળ થાય તેનો લાભ ઉઠાવી લેજો. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ થવાની શક્યતાઅો પણ ખરી જ. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. સ્વજનોથી મતભેદ થવાની શક્યતાઅો પણ ખરી જ. આપની સમસ્યાઅો વધુ ગૂંચવાય નહિ તેનું ધ્યાન અવશ્ય રાખશો. પ્રવાસ ટાળવો.

 

સિંહ (મ,ટ)

નોકરીના ક્ષેત્રમાં આપ હો તો આ સમયગાળામાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સાથે સાથે વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે. સારા સમાચાર મળવાની શક્યતાઅો પણ ખરી જ. જમીન મકાનના કામકાજમાં હજી ધાર્યું થશે નહિ. રુકાવટ જણાશે. દામ્પત્યજીવનની સમસ્યાઅોનો ઉકેલ મળશે. મતભેદો સર્જાયા હોય તો તેને નિવારી શકશો. 

 

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાાહમાં નોકરીના ક્ષેત્રમાં આપને ધારી સફળતા મળે તેમ જણાતું નથી. તે સિવાય પ્રવાસ, પર્યટન, મિલન મુલાકાત સફળ થઈ શકશે. સંતાનના પ્રશ્નોમાં રાહત જણાશે. સ્વજનો સુખદાયક બની રહેશે. આરોગ્ય જળવાઈ રહેશે. એકંદરે સપ્તાહમાં સફળતાના યોગો જણાય છે. વિદ્યાર્થીઅોએ અભ્યાસમાં ધ્યાન આપવું, અણધાર્યું પરિણામ મળશે.

 

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપનો આનંદ, ઉત્સાહ, ઉમંગ જળવાઈ રહે તેવા યોગો જણાય છે. હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં સફળતા મળતાં આપનો ઉત્સાહ વધવા પામશે. વિરોધીના હાથ હેઠા પડશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા સાથે સુખદ સંજાેગોનું નિર્માણ થશે. મનદુઃખના પ્રસંગો ઊભા થયા હશે તો તે દૂર થતાં વિશેષ આનંદ થશે. વિદ્યાર્થીઓ સાચવવું. 

 

વૃશ્ચિક (ન,ય)

ધંધા-રોજગારના ક્ષેત્રમાં આ સમયગાળામાં આપને વિશેષ સફળતા મળે તેવા યોગો જણાય છે. જમીન, મકાનના કામકાજ પાછળ ખર્ચ વધવા પામશે. ગૃહજીવનમાં સર્જાયેલી ગેરસમજ દૂર થતાં પ્રસન્નતાનું વાતાવરણ સર્જાશે તે સિવાય સંતાનો અંગે સાધારણ ચિંતા રહેવા પામશે. સંતાનોના પ્રશ્ને શુભ સમાચાર પ્રાપ્ત થતા પરિવારમાં ખુશી વર્તાય તેવા યોગ છે.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

નોકરિયાત વર્ગ માટે આ સમય સાનુકૂળ જણાય છે. વિરોધીઓ ફાવે તેમ જણાતું નથી. બદલીની શક્યતાઓ પણ ખરી જ. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો ઊભી થવાની શક્યતા પણ ખરી જ. ગૃહસ્થજીવનની સમસ્યાઓ ઉકેલી શકશો. જમીન, મકાનના કામકાજમાં સફળતા મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. સંતાન સુખ પ્રાપ્ત થાય.

 

મકર (જ,ખ)

આ સપ્તાહમાં આપને સુખ-દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર સંજાગોમાંથી પસાર થવું પડશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. તબિયત બગડેલી હશે તો તે પણ સુધરવાની શક્યતા ખરી જ. તે સિવાય ગૃહજીવનના પ્રશ્નો આપને મુંઝવશે. સહનશીલતા અને ધીરજથી કામ લેવું પડશે. વડીલોની તબીયત સાચવવી.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. નાણાકીય બાબતોમાં પણ બુદ્ધિપૂર્વક સમજી વિચારીને નિર્ણયો લેવા પડશે. મોટા લાભની અપેક્ષા રાખ્યા સિવાય શાંતિ, સંયમ, ધીરજ તેમજ સમજદારીથી નિર્ણયો લેશો તો ખાસ વાંધો આવે તેમ જણાતું નથી. આ સપ્તાહ આપને માટે શુભ સંકેત વાળું બની રહેશે. 

 

મીન (દ.ચ,ઝ,થ)

નાણાંકીય બાબતોમાં આ સપ્તાહમાં આપને ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. મકાન, મિલકતને લગતા પ્રશ્નોમાં ખર્ચ વધવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં પણ સંવાદિતા જળવાય તે માટે પ્રયત્નો કરવા પડશે. જીવનસાથીનો સહકાર મળે તેવા યોગો જણાય છે. સંતાનોને લગતી મુંઝવણ હશે તો અવશ્ય દૂર થશે. આરોગ્ય જળવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here