જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 29 ડિસેમ્બર 2023થી તા. 04 જાન્યુઆરી 2024 સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત રહેશે. નાણાકીય મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. જરૂરી આવકની વ્યવસ્થા કરી શકશો. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન-મુલાકાત થઈ શકશે, જે થકી પણ લાભ થવાની શક્યતા ખરી જ. સપ્તાહના અંતિમ દિવસોમાં હિતશત્રુઓ અને નજીકના સગાઓથી સાચવવું હિતાવહ બની રહેશે. 

વૃષભ (બ,વ,ઉ)

સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને ઘણી જ અનુકૂળતા અને રાહત રહેશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય તેમ તેમ આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સ્વતંત્ર વ્યવસાય કરનાર વ્યક્તિ માટે એકંદરે સમય શુભ જણાય છે. નોકરી ઇચ્છકો માટે પણ સારા સમાચાર મળે તેવા યોગો ખરા જ. પ્રવાસ ટાળવો. 

મિથુન (ક,છ,ધ)

નોકરિયાત વર્ગને સપ્તાહના શરૂઆતના દિવસોમાં ઉચાટ, ઉદ્વેગ અને માનસિક તણાવ જેવું રહ્યાં કરશે, પરંતુ ગ્રહયોગો અનુસાર જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપને ઘણી જ રાહત અને નાણાકીય લાભ થશે. આપનાં અન્ય આયોજનોમાં પણ સફળતા મળે તેવા યોગો ખરા જ. તરુણો માટે સમય વિશેષ લાભપ્રદ જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં શુભ ફળ મળે. 

કર્ક (ડ,હ)

આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે પ્રારંભિક તબક્કાના દિવસો પસાર થઈ શકશે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક કાર્ય સંભાળીને કાળજીપૂર્વક કરવું પડશે. શરૂઆતમાં નાણાકીય લાભ સાથે આપને ભાગ્યોદય થયો હોય તેવું જરૂર જણાશે. ફસાયેલાં-અટવાયેલાં નાણાં મળતાં વિશેષ રાહત થશે. અંતિમ દિવસોમાં વડીલ વર્ગની ચિંતા સતાવશે. 

સિંહ (મ,ટ)

આ સમયગાળામાં આપને સર્વપ્રકારે શુભ ફળ મળે તેવા યોગો જણાય છે. વ્યક્તિગત લાભ સાથે આપના આયોજનમાં સફળતા મળે તેમ છે. વિદ્યાર્થી મિત્રો માટે પણ સમય શુભ જણાય છે. શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત વગેરે શક્ય બનશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બની શકે તેમ છે. વડીલોના પ્રશ્નો મૂંઝવશે. નાણાકીય સાહસ ટાળવું. 

કન્યા (પ,ઠ,ણ)

સપ્તાહના શરૂઆતના તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વાહનથી ખાસ સંભાળવું હિતાવહ બની રહેશે. નાણાકીય બાબતોમાં પણ ખોટું સાહસ કરવું યોગ્ય જણાતું નથી. સપ્તાહના અંતિમ તબક્કામાં આપને વ્યાવસાયિક લાભ મળે તેમ છે. મિલન-મુલાકાત શક્ય બનશે. સંતાનો માટે વૈદ્યકીય ખર્ચ થવાની સંભાવના.

તુલા (ર,ત)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. મિલન, મુલાકાત સફળ થશે. સાથે સાથે નાના મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બનશે. ભાઈભાંડુનો સહકાર વિશેષ મળશે. સપ્તાહના અંતિમ દિવસોમાં વિશેષ લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. તરુણો માટે સમય વિશેષ લાભદાયી જણાય છે. વિવાહ ઇચ્છુકો માટે પણ સમય શુભ છે. 

વૃશ્ચિક (ન,ય)

શનિ મહારાજની મોટી પનોતી આપને અનેક રીતે માનસિક યાતનાઅો આપતી હોય તેવું બનશે. ઘરના બહારના પ્રશ્નો મૂંઝવશે. કૌટુંબિક જવાબદારી સાથે વધેલો નવો કાર્યબોજ આપની ઊંઘને હરામ કરશે માટે દરેક રીતે ખાસ સંભાળવું. સંતાનોના પ્રશ્નો પણ આપને મૂંઝવે તો નવાઈ નહિ. સંભાળીને કામકાજ કરવું,  જવાબદારી વધશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સપ્તાહમાં આપ હરો ફરો, પણ મનથી બિલકુલ શાંતિ જેવું જણાશે નહિ. ઘરના-બહારના પ્રશ્નોમાં વિવાદ ઊભો થવાની શક્યતા પણ ખરી જ. સમાધાન, સહકાર અને સંયમથી કામ લેવું હિતાવહ બની રહેશે. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. પરદેશગમન માટે પણ સમય સાનુકૂળ છે. સપ્તાહના અંતિમ દિવસોમાં ખાસ સંભાળવું.

મકર (જ,ખ)

આ સમયગાળામાં આપને સુખ-દુઃખ, અનકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર સંજાગોમાંથી પસાર થવું પડશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. ભાઈ-ભાંડુની ચિંતા પણ આપના માટે અશાંતિનું કારણ બની રહેવા સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. વાહનોથી ખાસ સંભાળવું. નાણાકીય સાહસ ટાળવું હિતાવહ છે.

કુંભ (ગ,શ,સ,ષ)

સપ્તાહના અંતિમ દિવસોને બાદ કરતાં આપને એકંદરે સુખ-શાંતિનો અહેસાસ થાય તેવા યોગો જણાય છે. મિલન-મુલાકાત શુભ ફળદાયી બની રહેશે. કૌટુંબિક પ્રશ્નોમાં પણ ઘણી જ રાહત જણાશે. સ્વતંત્ર વ્યવસાય કરનારાઓને પણ નાણાંકીય લાભ થવાની શક્યતા ખરી જ. સપ્તાહના અંતિમ ચરણમાં દરેક રીતે સંભાળવું. 

મીન (દ.ચ,ઝ,થ)

આનંદ-ઉમંગભર્યું આ સપ્તાહ આપને તન, મન અને ધનની શાંતિ આપશે. નાણાકીય લાભ તથા આર્થિક વ્યવહારો થકી ઉત્કર્ષ થવાની શક્યતા ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. ગૃહસ્થજીવનમાં પણ સંવાદિતા જળવાશે. તરુણોને સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરથી યશ મળે તેવા યોગોને નકારી શકાય તેમ નથી. આનંદમય દિવસો પસાર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here