જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 9 ડિસેમ્બર 2023થી તા. 15 ડિસેમ્બર 2023 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

નિયમિતતાથી તમે જે મહેનત કરી હતી તેનું પરિણામ તમારા તરફેણમાં આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. વિચારેલા કામો પૂરા થશે. કામ કાજ માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ થશે. અોફિસમાં કોઈ નવી વસ્તુ શીખશો. વિદ્યાર્થીઅોએ અભ્યાસમાં ધ્યાન રાખવું. ધાર્ય બનાવી રાખવું, ઉતાવળ કરવી નહિ.

 

વૃષભ (બ,વ,ઉ)

આ સપ્તાહમાં સારી તકો મળી શકે છે. નવું પ્લાનિંગ અને તકને લઈને કોઈ મોટો નિર્ણય લેશો. નોકરીમાં નવું પદ  કે કામની ઓફર મળી શકે છે. ધનલાભ ચોક્કસ થશે. આવકના નવા સોર્સ મળશે. બીજાની વાતો પર ધ્યાન ન આપો. પ્રવાસ -મુસાફરી કરવી પડે. વડીલોના આરોગ્યની ચિંતા, જીવનસાથી સાથે સંબંધ મજબુત થશે.     

 

મિથુન (ક,છ,ધ)

આત્મવિશ્વાસ રાખીને મહેનત કરો. માહિતી ભેગી કરો. લોકોને મળો અને પ્રવાસ પણ કરો. જીવનના અનેક પહેલુઅો બદલાઈ શકે છે. નવો અનુભવ થશે. ખુલ્લા મન અને ઉત્સાહથી બધાની વાત સાંભળીને કામ કરો. જૂની વાતો ભૂલી જાઅો. વિચારેલા કામો પૂરા થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. અપરિણીત યુવાનો માટે આ સપ્તાહ શુકનવંતુ બની રહેશે.

 

કર્ક (ડ,હ)

સારા પ્લાનિંગ અને સમજી વિચારીને કરેલા કામથી મોટો ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. ખરીદી ફાયદાકારક બની શકે છે. યોજનાઅો બધાને પ્રભાવિત કરશે. ધનલાભના પ્રબળ યોગ છે. પ્રેમમાં સફળતા મળે. જીવનમાં અચાનક પરિવર્તન આવે. પ્રિય વ્યક્તિ યા જીવનસાથીનો સાથ મળે. ઘરના વડીલોની તબીયત સાચવવી.

સિંહ (મ,ટ)

સફળતા પ્રાપ્ત કરવા માટે થોડી મહેનત વધારે કરવી પડે. થોડો સમય એકલા રહેશો તો સારુ રહેશે. સહયોગ અને સમાધાન કરવાના પાક્કા ઈરાદાથી જ ઘર બહાર જાઓ. ઓફિસમાં કોઈ મામલે સમાધાન કરવું પડી શકે છે. આવનારા દિવસો તમારી તરફેણમાં રહેશે. વિદ્યાર્થીઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. માતા-પિતાની સંભાળ લેવી.

 

કન્યા (પ,ઠ,ણ)

કામ પૂર્ણ કરવા માટે કોઈ પણ રીત અજમાવી શકો છો. બિઝી હોવા છતાં દિવસો સારો જશે. નાણાકીય મામલે સારા દિવસ છે. અચાનક ધનલાભ થશે. પરિવારમાં નાનાથી મદદ મળશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધનલાભના યોગ, પદોન્નતિ અને સન્માન પણ મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. દરેક મામલે ખુલ્લા મને વિચાર કરો. 

 

તુલા (ર,ત)

નવા પ્રયોગોથી ચોક્કસ લાભ થશે. આત્મવિશ્વાસ વધશે. અંતરાત્માનો અવાજ સાંભળો. દરેક સંબંધમાં સહજતા બનશે. લોકો સાથે તાલમેલ રહેશે. રોમાન્સની તક મળશે. પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવા જશો. શેર સટ્ટા લોટરી વાયદામાં લાભ થાય. આરોગ્ય સારૂ રહેશે. તક મળે તો થોડો સમય એકલા રહો.  આ સપ્તાહમાં વિદેશમાં જવાના શુભ સમાચાર પ્રાપ્ત થઇ શહે છે.

વૃશ્ચિક (ન,ય)

નોકરીમાં વધારાની જવાબદારી મળશે. બીજાની વાત સાંભળો અને સકારાત્મક રહો. કેટલાક એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારા જીવન પર ઊંડો પ્રભાવ છોડશે. નાણાકીય મામલાની પતાવટ કરો. કામની કદર થાય. નોકરી અને ધંધામાં ઉન્નતિના યોગ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે.  વિદ્યાર્થીઓએ આ સપ્તાહમાં સંભાળીને કામ કરવું.

ધન (ભ,ધ,ફ,ઢ)

નાણાકીય મામલાઓમાં સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી ફાયદો થશે. નોકરીમાં સારી ઓફર મળશે. કેટલાક મિત્રોને મળશો જેમની સાથે ભવિષ્યની યોજના ઘડી શકો છો. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. ધીરે ધીરે કામકાજમાં પ્રગતિ થશે. 

મકર (જ,ખ)

કેટલાક ફેરફારોની શરૂઆત આ અઠવાડિયાથી થશે. રહસ્યપૂર્ણ મામલા તરફ તમે ઢળી શકો છો. સારો વ્યવહાર તમને સફળ બનાવશે અને લોકો પણ ખુશ થશે. કોઈ તરફ ખેંચાણ અનુભવશો. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જશો. ધારણા સકારાત્મક રાખો.  નવા કામ ધંધા માટે સારો દિવસ છે. વિદ્યાર્થીઓ ધાર્યુ પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા યોગો વર્તાય છે.

કુંભ (ગ,શ,સ,ષ)

આ અઠવાડિયું એકંદરે સફળતાના યોગ છે. અોફિસમાં સફળ જશો. કેરિયર સંબંધી મામલાનું સમાધાન મળશે. પ્રમોશન મળવાના યોગ છે. ભેટ સોગાદો મળશે. નવા મિત્રો સાથે મુલાકાત થતાં આનંદમાં વધારો થાય. બિઝનેસમાં અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. શેર સટ્ટામાં ફાયદો થાય. જીવનસાથી સાથે સુમેળ જાળવી રાખવો હીતાવહ છે.

 

મીન (દ.ચ,ઝ,થ)

મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થશે. કોઈ મોટુ રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. કોઈ તક ન જવા દો. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાત થશે. જાબ કે બિઝનેસમાં ફેરફારનું મન થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. સાથીઓ સાથે ઘર્ષણના યોગ છે. કોર્ટ કચેરીના અટકેલા કામ આ સપ્તાહમાં સરળતાથી પાર પડે તેવા અનુમાનો વર્તાઈ રહ્યાં છે..