જ્યોતિષ રાશિ ભવિષ્ય

( જ્યોતિષ તા. 28 જૂલાઈ ૨૦૨૩થી તા. 3 ઓગસ્ટ ૨૦૨૩ સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આનંદ-ઉલ્લાસયુક્ત સમયગાળામાંથી આપ પ્રસન્નતાપૂર્વક પસાર થશો. સર્વ પ્રકારે શુભ ફળ મળે તેવો સંકેત વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જાતાં મળે છે. આપનાં સઘળાં આયોજનો સાકાર થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. વિદ્યાર્થીઅો માટે પણ સમય વિશેષ શુભ-ફળદાયી જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦ આનંદમય દિવસો. તા. ૩૧, ૧ શુભમય દિવસો. તા. ૨, ૩ સારા સમાચાર મળી શકે

વૃષભ (બ,વ,ઉ)

આ સમયગાળામાં આર્થિક ભીંસ રહેવા છતાંય કોઈ કામ અટકે તેમ જણાતું નથી. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ યથાવત્ રહેવા પામશે. ખાસ કોઈ ગંભીર સમસ્યા હશે તો તેનો ઉકેલ મળી આવશે. સંતાનોની તબિયતની કાળજી રાખવી પડશે, તે સાથે વડીલ વર્ગ સાથે મનદુઃખ ન થાય તે માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તા. ૨૧, ૨૨, ૨૩ સંઘર્ષ પછી સફળતા મળે. તા. ૨૪ શુભ સમાચાર મળે. તા. ૨૫, ૨૬ તબિયત સાચવવી. તા. ૨૭ લાભ.

મિથુન (ક,છ,ધ)

ઉમંગ-ઉત્સાહ અને આનંદમય સંજાગો આ સમયગાળામાં આપને અનેરા આનંદની અનુભૂતિ કરાવશે. વ્યક્તિગત રીતે ઉત્કર્ષ થાય અને શુભ સમાચાર મળવાની શક્યતાઅો પણ પૂર્ણપણે પરખાઈ જશે. અચાનક ધનલાભ થવાની પણ સંપૂર્ણ સંભાવના જણાય છે. વિવાહઇચ્છુકો માટે પણ આ સમયગાળો શુભ સમાચાર આપનાર બની રહે તેમ જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦ શુભમય દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ શુભ સમાચાર મળે. તા. ૨, ૩ શુભ કાર્ય થઈ શકે.

કર્ક (ડ,હ)

એકંદરે આ સપ્તાહમાં આપને સફળતા-શાંતિ અને રાહતનો અનુભવ થશે. જા આપ નોકરીના ક્ષેત્રમાં હશો તો ત્યાં પણ અનપેક્ષિત લાભ મળવાની પૂરી શક્યતાઅો જણાય છે. ધંધાર્થીઅો માટે પણ આર્થિક લેવડ-દેવડ રાહતપ્રદ બની રહેશે. નવપરીણિતો માટે સમય વિશેષ શુભ અને રોમાંચક બની રહે તેમ જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦ સફળ દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ લાભ થાય. તા. ૨, ૩ આનંદમય દિવસો પસાર થાય.

સિંહ (મ,ટ)

પારિવારિક પ્રશ્નોમાં લાગણી અને સમજદારીથી કામ લેવું પડશે. દામ્પત્યજીવનમાં મતભેદો ઉપસ્થિત થયા હશે તો તે હલ થઈ શકશે. પરસ્પર ‘ગિવ એન્ડ ટેક’ની નીતિ અપનાવવાથી વિશેષ શાંતિ થશે. વિદ્યાર્થીવર્ગને સારી સફળતા મળે તેવા યોગો જણાય છે. પ્રવાસ-પર્યટનનું આયોજન થઈ શકશે. મિલન-મુલાકાત પણ શક્ય જણાય છે. તા. 28, 29 સમજદારીપૂર્વક કાર્ય કરવું. તા. 30, 31, 1 સામાન્ય દિવસ ગણાય. તા. 2, 3 શુભ દિવસો.

કન્યા (પ,ઠ,ણ)

આ સમયગાળામાં આપને શારીરિક-માનસિક-વ્યાવસાયિક દૃષ્ટિએ શાંતિનો અનુભવ થશે. છેલ્લા કેટલાક દિવસોથી વધેલો કાર્યબોજ હળવો થતાં વિશેષ રાહતની લાગણી અનુભવી શકશો. સંતાનોની પ્રગતિ જાતાં આત્માને વિશેષ આનંદની લાગણીનો અહેસાસ થશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં મળતી સફળતા અને સંજાગોની સરળતા આપને શાંતિ આપશે. તા. ૨૮, ૨૯, ૩૦ લાભપ્રદ દિવસો ગણાય. તા. ૩૧, ૧ શુભ કાર્ય થઈ શકે. તા. ૨, ૩ પ્રસન્નતા રહેશે.

તુલા (ર,ત)

વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જાતાં આપને માટે આ સપ્તાહ એકંદરે સુખ-શાંતિપ્રદ અને સુખદ નીવડશે. સામાજિક દૃષ્ટિએ વિશેષ લાભ થાય તેવા સંજાગોનું નિર્માણ થવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગને સવિશેષ ફાયદો થાય તેવી પૂર્ણ શક્યતાઅોને નકારી શકાય તેમ નથી. પારિવારિક પ્રશ્નોમાં પણ રાહત જણાશે. તા. ૨૮, ૨૯ સુખપ્રદ દિવસો. તા. ૩૦, ૩૧ લાભ થાય. તા. ૧ સામાન્ય દિવસ તા. ૨, ૩ વિશેષ રાહત થાય.

વૃશ્ચિક (ન,ય)

સંપૂર્ણપણે સુખ-શાંતિ અને આનંદ-ઉમંગ આપનારા આ સપ્તાહમાં આપને અનપેક્ષિત લાભ-સફળતા-કાર્ય-સિદ્ધિ બધું જ સુલભ થતું જાવા મળશે. તરુણો માટે પણ સમય વિશેષ લાભકારી જણાય છે. આપની વિશિષ્ટ કહી શકાય તેવી હાથ ધરેલી યોજનાઅોમાં લાભ હાથવગો બનશે. જીવનના કેટલાક મહત્ત્વના નિર્ણયો આપ લઈ શકો તેમ છો. તા. ૨૮, ૨૯, ૩૦ કાર્યસિદ્ધિ યોગ થશે. તા. ૩૧, ૧ શુભ સમાચાર મળશે. તા. ૨, ૩ સફળ દિવસો.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સમયગાળો આપના માટે સર્વ પ્રકારે શુભ ફળ આપનાર બની રહેશે. આપનાં ઘરનાં-બહારનાં નાનાં-મોટાં કામોમાં મળતી સફળતા આપના આનંદ-ઉમંગ અને આત્મવિશ્વાસમાં ઉમેરો કરશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ અનપેક્ષિત લાભ થશે. નોકરિયાત વર્ગને પદ-પ્રતિષ્ઠા મળે તેવા યોગો જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૮, ૨૯, ૩૦ શુભ ફળદાયી દિવસો ગણાય. તા. ૩૧, ૧ લાભ થાય. તા. ૨, ૩ આનંદ-ઉમંગ જળવાય.

મકર (જ,ખ)

આ સપ્તાહ આપના માટે સર્વ પ્રકારે શુકનવંતું સાબિત થશે. વ્યાવસાયિક દૃષ્ટિએ આપને અપ્રતિમ અને અનપેક્ષિત લાભ મળવાની પૂર્ણ શક્યતાઅો જણાય છે. આર્થિક આયોજનોમાં – સરકારી અનુદાન મેળવવાની પ્રક્રિયામાં પણ સરળતા અને સુગમતા રહેશે. વિદ્યાર્થીઅોએ વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૮, ૨૯, ૩૦ અનપેક્ષિત લાભ થાય. તા. ૩૧, ૧ આર્થિક ઉત્કર્ષ થાય. તા. ૨, ૩ શુભ સમાચાર મળે.

કુંભ (ગ,શ,સ,ષ)

ધંધાકીય દૃષ્ટિએ વિશેષ લાભ આપનાર આ સપ્ïતાહમાં અન્ય વ્યવસાય – નોકરીધારકોને પણ રાહત થાય તેવા યોગો જણાય છે. ભાગીદારીમાં ધંધો હશે તેને વિશેષ લાભ મળી જાય તો પણ નવાઈ નહિ! નવા ધંધાની શરૂઆત કરવા ઇચ્છનારા માટે પણ આ સમય સાનુકૂળ – શુકનિયાળ સાબિત થશે. ‘નવું હાઉસ’ લઈ રહેવા જઈ શકાય. તા. ૨૮, ૨૯ વિશેષ લાભ મળે. તા. ૩૦, ૩૧, ૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨, ૩ બપોર પછી સારïું.

મીન (દ.ચ,ઝ,થ)

આનંદ-ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સાથે આપ આ સપ્તાહની સફર પૂર્ણ કરી શકશો. આપનાં નાનાં મોટાં આયોજિત-સંભવિત તમામ કાર્યોમાં મળતી અનપેક્ષિત અને અપ્રતિમ સફળતા આપના આનંદ-ઉલ્લાસમાં નવા પ્રાણ પૂરશે. વ્યક્તિગત ઉત્કર્ષની એકાદ ઘટના આપને રોમાંચિત કરી શકે તેમ છે. સંતાનોનો વિવાદનો પ્રશ્ન પતી જાય તેવા યોગો જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦ આનંદમય દિવસો. તા. ૩૧, ૧ લાભ થાય. તા. ૨ સફળ દિવસ. તા. ૩ રાહત થાય.