“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
838

 

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક દિવસોમાં આર્થિક વ્યવહારોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. વધારાનું ખોટું ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ રાહત થશે. નોકરિયાત વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા જળવાશે. તા. 8, 9 સામાન્ય દિવસો પસાર થશે. તા. 10, 11, 12 રાહત જણાય. તા. 13, 14 સફળ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપનો સમય આનંદમય બની રહે તેવા યોગો જણાય છે. પ્રભુકૃપાથી કોઈ મોટો લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતશ્વત થશે તેમ તેમ આપને ઉચાટ – ઉદ્વેગ રહેશે. મન શંકા-કુશંકાઓથી વ્યગ્ર રહેશે. તા. 8, 9, 10 આનંદમય દિવસો પસાર થાય. તા. 11, 12 ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરે. તા. 13, 14 દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. આર્થિક સમસ્યાઓ મૂંઝવશે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપ રાહતની લાગણી અનુભવશો. નાણાભીડ ઓછી થતાં વિશેષ રાહત જણાશે. નોકરિયાત વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. શુભ સમાચાર મળશે. તા. 8, 9, 10 સામાન્ય દિવસો ગણાય. તા.11, 12 13 રાહત જણાશે. તા. 14 લાભ થાય.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. હિતશત્રુઓથી ખાસ સાવધાન રહેવું પડશે. જો ભાગીદારીમાં ધંધો કરતા હોવ તો વિશેષ ચિંતા રહેવાની સંભાવના ખરી જ. પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ અચાનક લાભ થતાં આપનો ઉત્સાહ અવશ્ય વધવા પામશે. નાનામોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બને તેમ છે. તા. 8, 9 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 10, 11, 12 ધંધાકીય ચિંતા મુંઝવશે. તા. 13, 14 પ્રવાસ થઈ શકે.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો વળળ બે દિવસ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છતાં નોકરિયાત વર્ગને આ સમયગાળામાં લાભ થવાની શક્યતાઓ ખરી જ. ગૃહસ્થ જીવનમાં શુભ કાર્યનું આયોજન શક્ય બનશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 8, 9, 10 સામાન્ય દિવસો ગણાય. તા. 11, 12 ચિંતાજનક દિવસો ગણાય. તા. 13, 14 દરેક રીતે સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. સપ્તાહના પ્રારંભિક દિવસોમાં વાહનથી ખાસ સંભાળવું પડશે. શારીરિક ઈજાની સંભાવના પણ ખરી જ.ખોટા ખર્ચથી પણ બચવું પડશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપને રાહતનો અનુભવ થશે. મિલન – મુલાકાત શક્ય બનશે. જાહેરજીવન સાથે સંકળયાલે વ્યક્તિઓને યશ મળે. તા. 8, 9, 10 સામાન્ય દિવસો ગણાય. તા. 11, 12 વાહનથી સંભાળવું. તા. 13, 14 શુભ સમાચાર મળે.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં છેલ્લા એક-બે દિવસને બાદ કરતાં આપના દિવસો આનંદમય પસાર થશે. પારીવારિક પ્રશ્નોમાં પણ ઘણી રાહત જણાશે. પૌત્ર-પૌત્રીના લગ્નના પ્રશ્નોમાં પણ્ણસાનુકૂળ સંજોગોનું નિર્માણ થતાં આપનો ઉત્સાહ વધવા પામશે. વડીલોનું આરોગ્ય જળવાશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. અંતિમ દિવસોમાં દરેક રીતે સંભાળવું જરૂરી જણાય છે. તા. 8, 9, 10 આનંદમય દિવસો ગણાય. તા. 11, 12 રાહત જણાય. તા. 13, 14 દરેક રીતે સંભાળવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપ હરો ફરો પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ, ઉદ્વેગ માનસિક વ્યગ્રતા વગેરે રહ્યા કરશે. શરીરની કાળજી પણ વિશેષ રાખવી હિતાવહ બની રહેશે. ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કાર્યબોજ સાથે આર્થિક સમસ્યાઓ મુંઝવશે. પ્રવાસ ટાળવો. વાહન નિમિત્તે મોટો ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. તા. 8, 9, 10 સામાન્ય દિવસો ગણાય. તા. 11, 12 કાર્યબોજ વધવા પામશે. તા. 13, 14 ખર્ચાળ દિવસો ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપ હરો ફરો પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ, ઉદ્વેગ સાથથ માનસિક વ્યગ્રતા વધવાની સંભાવના પણ ખરી જ. આર્થિક વ્યવહારોમાં પણ વિશેષ કાળજી રાખવી પડશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ કંઈક રાહત થવાની શક્યતાઓ ઊભી થશે. આયોજન કાળજી વિશેષ રાખવી જરૂરી જણાય છે. તા. 8, 9, 10 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 11, 12 રાહત જણાય. તા. 13, 14 શરીરની કાળજી રાખવી.

મકર (ખ.જ.)

આ સપ્તાહના સઘળા દિવસો આપના માટે શુભ અને આનંદપ્રદ બની રહેશે. ઘરનાં, બહારનાં તમામ કામોમાં સફળતા મળતાં આપનો આનંદ વધવા પામશે. અધૂરાં અટવાયેલાં કાર્યોમાં પણ સફળતા મળવાની સંભાવના ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. શુભેચ્છકો મિત્રોની મદદ મળે તેમ છે. વડીલોનું આરોગ્ય જળવાશે. તા. 8, 9, 10 આનંદમય દિવસો પસાર થાય. તા. 11, 12 સફળ દિવસો ગણાય. તા. 13, 14 મિત્રોની મદદ શક્ય બનશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં શરૂઆતના પ્રારંભિક દિવસોમાં આપને ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. પંરતુ જેમ જેમ દિવસો વ્યતિત થશે તેમ તેમ આપનો આનંદ ઉલ્લાસ વધવા પામે તેવા સંજોગોનું નિર્માણ અવશ્ય થવાની સંભાવના પણ જણાય છે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. આર્થિક લાભ પણ થાય. તા. 8, 9 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 10, 11, 12 આનંદમય દિવસો પસાર થાય. તા. 13, 14 પ્રવાસ શક્ય બને.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ગૃહસ્થ જીવનમાં પણ સંવાદિતા રહેશે. ઘરનાં બહારનાં તમામ કાર્યોમાં સાનુકૂળતા વધવા પામશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. સંતાનોના પ્રશ્નોની ચિંતા હળવી થતાં વિશેષ રાહત અનુભવશો. તા. 8, 9, 10 આનંદમય દિવસો ગણાય. તા. 11, 12 સાનુકૂળતા વધવા પામશે. તા. 13, 14 આર્થિક વ્યવહોરોમાં સંભાવવું.