જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. 21 જૂલાઈ ૨૦૨૩થી તા. 27 જૂલાઈ ૨૦૨૩ સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહમાં આપને સુખ-દુઃખ અને અનુકૂળતા-પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. જમીન-મકાન કે અન્ય મિલકતને લગતા પ્રશ્નોમાં વિલંબ થવા સંભાવના ખરી જ. જાવકની સામે આવકનું પ્રમાણ જળવાશે. તા. ૨૧, ૨૨ સામાન્ય દિવસો. તા. ૨૩, ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૬ શાંતિથી નિર્ણય લેવો. તા. ૨૭ મિશ્ર દિવસ.

વૃષભ (બ,વ,ઉ)

આ સમયગાળામાં આર્થિક ભીંસ રહેવા છતાંય કોઈ કામ અટકે તેમ જણાતું નથી. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ યથાવત્ રહેવા પામશે. ખાસ કોઈ ગંભીર સમસ્યા હશે તો તેનો ઉકેલ મળી આવશે. સંતાનોની તબિયતની કાળજી રાખવી પડશે, તે સાથે વડીલ વર્ગ સાથે મનદુઃખ ન થાય તે માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તા. ૨૧, ૨૨, ૨૩ સંઘર્ષ પછી સફળતા મળે. તા. ૨૪ શુભ સમાચાર મળે. તા. ૨૫, ૨૬ તબિયત સાચવવી. તા. ૨૭ લાભ.

મિથુન (ક,છ,ધ)

ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ સાનુકૂળ અને સંવાદિતાભરી રહેશે. ખાસ કોઈ મોટી ચિંતા હશે તો તેનો ઉકેલ લાવી શકશો. જીવનસાથીની તબિયત બગડવા સંભાવના ખરી જ, તે સિવાય મકાન-મિલકતને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવા પ્રયત્ïન કરજા. તા. ૨૧, ૨૨ ઍકંદરે રાહત રહેશે. તા. ૨૩, ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૬ સામાન્ય દિવસ. તા. ૨૭ વાહનથી ખાસ સંભાળવું.

કર્ક (ડ,હ)

એકંદરે રાહતપૂર્ણ જણાતા આ સપ્તાહમાં આપનો આનંદ-ઉમંગ જળવાશે. નોકરિયાત વર્ગની બઢતીનો પ્રશ્ન હલ થવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. સંતાનો-વિદ્યાર્થીઓ માટે સમય શુભ જણાય છે. સ્નેહી-સ્વજન સાથેના વિવાદો ટાળવા. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો. તા. ૨૪, ૨૫ શુભ દિવસો. તા. ૨૬ શુભ સમાચાર મળે. તા. ૨૭ પ્રવાસનું આયોજન થઈ શકે.

સિંહ (મ,ટ)

પારિવારિક પ્રશ્નોમાં લાગણી અને સમજદારીથી કામ લેવું પડશે. દામ્પત્યજીવનમાં મતભેદો ઉપસ્થિત થયા હશે તો તે હલ થઈ શકશે. પરસ્પર ‘ગિવ એન્ડ ટેક’ની નીતિ અપનાવવાથી વિશેષ શાંતિ થશે. વિદ્યાર્થીવર્ગને સારી સફળતા મળે તેવા યોગો જણાય છે. પ્રવાસ-પર્યટનનું આયોજન થઈ શકશે. મિલન-મુલાકાત પણ શક્ય જણાય છે. તા. ૨૧, ૨૨ સમજદારીપૂર્વક કાર્ય કરવું. તા. ૨૩, ૨૪, ૨૫ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૬, ૨૭ શુભ દિવસો.

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં આપનો આનંદ અને ઉત્સાહ જળવાય તેવા ગ્રહયોગો જણાય છે. ધંધામાં વૃદ્ધિ સાથે વિકાસ થતો જાવા મળશે. સાંપત્તિક સમસ્યાઅો ઉકેલી શકાશે. દામ્પત્યજીવનમાં મધુરતા સાથે સહકાર સંપાદિત થશે. સંતાનોના અભ્યાસવિષયક પ્રશ્નો હલ થતા જાવા મળશે. સ્નેહી-સ્વજનોથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય તેવા યોગો જણાય છે. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ સફળ દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ શુભ સમાચાર મળે.

તુલા (ર,ત)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. અગત્યનાં કોઈ કામો અટકે તેમ જણાતું નથી. નાણાકીય બાબતો સુલભ-સરળ બનશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. ધંધાકીય બાબતોમાં પણ રચનાત્મક કાર્ય થઈ શકે તેમ જણાય છે. તા. ૨૧ રાહત જણાશે. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો ગણાય. તા. ૨૫ રચનાત્મક કાર્ય થઈ શકે. તા. ૨૬, ૨૭ નવીન તકો પ્રાપ્ત થશે.

વૃશ્ચિક (ન,ય)

આર્થિક દૃષ્ટિએ લાભકારી અને લાભદાયક જણાતા આ સપ્તાહમાં આપ જરૂરી નાણાકીય જાગવાઈ ઊભી કરી શકશો. મકાન-મિલકત અને સાંપત્તિક પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. જીવનસાથીની તબિયત સાચવવી પડશે. ગૃહજીવનમાં વિવાદ ટાળવો જરૂરી જણાય છે. સ્વજનોનો સહકાર મળશે. પ્રવાસ ટાળવો. તા. ૨૧, ૨૨, ૨૩ લાભદાયક દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે કાળજી રાખવી. તા. ૨૬, ૨૭ વિવાદથી દૂર રહેવું.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સપ્તાહ આને મિશ્ર અનુભવોની અનુભૂતિ કરાવી જશે. દામ્પત્યજીવનમાં આનંદ અને સંવાદિતાભર્યુ વાતાવરણ રહેશે. મકાન-મિલકત કે જમીનને લગતા પ્રશ્નોમાં સમય વિશેષ સાનુકૂળ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. નોકરી-ધંધામાં ઍકંદરે રાહત જણાશે. વિદ્યાર્થીઅોઍ વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૧, ૨૨ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૩, ૨૪, ૨૫ સફળ દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ રાહતભર્યા દિવસો ગણાય.

 

મકર (જ,ખ)

આ સમયગાળામાં આપને ચિંતાજનક કે વિવાદાસ્પદ પ્રશ્નોનો ઉકેલ મળતાં એકંદરે રાહતની અનુભૂતિ થશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સંઘર્ષ પછી સફળતા મળે તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ગૃહજીવનની વિસંવાદિતા સંવાદી બનશે. શુભ કાર્યોનું આયોજન શક્ય બનશે. અંગત આરોગ્ય જાળવવું. પ્રવાસથી લાભ થાય તેવું પણ બને. તા. ૨૧, ૨૨, ૨૩ સફળ દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ સારા સમાચાર મળે. તા. ૨૬, ૨૭ આરોગ્ય જાળવવું.

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને સાવચેતીપૂર્વક કાર્ય કરવું પડશે. ધંધાકીય ક્ષેત્રે ઉપસ્થિત અને સંભવિત સમસ્યાઅો આપ ઉકેલી શકશો. મકાન કે વાહનવિષયક પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. પારિવારિક પ્રશ્નોમાં ધીરજ ધરવી પડશે. પ્રવાસ સફળ છતાં ખર્ચાળ નીવડશે. તા. ૨૧, ૨૨ દરેક રીતે સંભાળવું. તા. ૨૩, ૨૪, ૨૫ કાર્યસફળતાનો યોગ બને. તા. ૨૬, ૨૭ ખર્ચ પર અંકુશ રાખવો.

મીન (દ.ચ,ઝ,થ)

સાંપત્તિક પ્રશ્નો હાથ ધરવા કે હલ કરવા માટે સમય સાનુકૂળ જણાતો નથી. ધાર્યુ કામ ન ઉકેલાય તેવું પણ બનવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને કોઈ સારી તક મળવાની શક્યતાઅો ખરી જ. મહત્ત્વની તક મળતાં માનસિક ચિંતા દૂર થશે. ગૃહજીવનમાં સંવાદિતા શક્ય જણાય છે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ રાહત થાય. તા. ૨૬ પ્રગતિકારક રચના થાય. તા. ૨૭ આનંદમય દિવસ પસાર થાય.