જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. 30 જૂન ૨૦૨૩થી તા. 6 જૂલાઈ ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહમાં આપને કોઈ અણધાર્યા ખર્ચનો પ્રસંગ આવશે. છતાં ખર્ચ પ્રમાણે આવકની વ્યવસ્થા કરી શકશો. મકાન-જમીનને લગતા પ્રશ્નો હજી આપને મૂંઝવશે. માનસિક રીતે હજી નિરાંત કે સુખનો અનુભવ થાય નહિ. ધીરજ, કુનેહ અને સહનશીલતાથી ગૃહજીવનના પ્રશ્નોનો ઉકેલ મળશે. તા. 30, 1, 2 ખર્ચના પ્રસંગો ઊભા થવાની શક્યતાઅો ખરી જ. તા. 3, 4 સંભાળીને નિર્ણયો લેવા. તા. 5, 6 એકંદરે સફળતા મળશે.

વૃષભ (બ,વ,ઉ)

આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. ઉતાવળા બની કોઈ પણ નિર્ણય લેશો તો મુશ્કેલી વધશે માટે ધીરજથી કામ લેવું. નોકરિયાત વર્ગને હવે અવરોધો દૂર થતા જણાશે. દામ્પત્યજીવનના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે. જીવનસાથીનું આરોગ્ય બગડ્યું હશે તો તે સુધરવા પામશે. સ્નેહીજનોથી મુલાકાત સફળ બનશે. તા. 30, 1, 2 સામાન્ય દિવસો પસાર થાય. તા. 3, 4 ધીરજથી કામ લેવું. તા. 5, 6 સફળતા મળશે.

મિથુન (ક,છ,ધ)

નોકરિયાત વર્ગને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી મુક્ત થઈ શકશો. બઢતી મળવાની શક્યતાઅો પણ ખરી જ. સાંપત્તિક પ્રશ્નો હજી યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. નવું હાઉસ ખરીદવા માટે હજી સમય યોગ્ય જણાતો નથી. દામ્પત્યજીવનમાં ધીરે ધીરે સંવાદિતા વધશે. મહત્ત્વની મુલાકાતો ફળદાયી નીવડશે. તા. 30, 1, 2 શુભ દિવસો ગણાય. તા. 3, 4 સામાન્ય દિવસો પસાર થાય. તા. 5, 6 એકંદરે રાહત થાય.

કર્ક (ડ,હ)

આ સમયગાળામાં આપના નોકરી-ધંધાના ક્ષેત્રમાં રાહત ઊભી થશે. સંજાગો સાનુકૂળ થાય તેનો લાભ ઉઠાવી લેજા. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ થવાની શક્યતાઅો પણ ખરી જ. સ્વજનોથી મતભેદ થવાની શક્યતાઅો પણ ખરી જ. આપની સમસ્યાઅો વધુ ગૂંચવાય તેનું ધ્યાન રાખશો. તા. 30, 1, 2 સફળતાકારક દિવસો પસાર થાય. તા. 3, 4 કાર્યસફળતાનો યોગ જણાય છે. તા. 5, 6 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

સિંહ (મ,ટ)

નોકરીના ક્ષેત્રમાં આપ હો તો આ સમયગાળામાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સાથે સાથે વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે. સારા સમાચાર મળવાની શક્યતાઅો પણ ખરી જ. જમીન મકાનના કામકાજમાં હજી ધાર્યુ થશે નહિ. રુકાવટ જણાશે. દામ્પત્યજીવનની સમસ્યાઅોનો ઉકેલ મળશે. મતભેદો સર્જાયા હોય તો તેને નિવારી શકશો. તા. 30, 1, 2 દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. 3, 4 શુભ દિવસો. તા. 5, 6 આનંદમય દિવસો.

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં નોકરીના ક્ષેત્રમાં આપને ધારી સફળતા મળે તેમ જણાતું નથી. તે સિવાય પ્રવાસ, પર્યટન, મિલન મુલાકાત સફળ થઈ શકશે. સંતાનના પ્રશ્નોમાં રાહત જણાશે. સ્વજનો સુખદાયક બની રહેશે. આરોગ્ય જળવાઈ રહેશે. ઍકંદરે સપ્ïતાહમાં સફળતાના યોગો જણાય છે. તા. 30, 1, 2 દરેક રીતે સંભાળીને કામ કરવું હિતાવહ છે. તા. 3, 4 રાહત જણાય. તા. 5 મિશ્ર દિવસ. તા. 6 બપોર પછી રાહત જણાય.

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપનો આનંદ, ઉત્સાહ, ઉમંગ જળવાઈ રહે તેવા યોગો જણાય છે. હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં સફળતા મળતાં આપનો ઉત્સાહ વધવા પામશે. વિરોધીઅોના હાથ હેઠા પડશે. દામ્પત્યજીવનમાં સુખદ સંજાગોનું નિર્માણ થશે. મનદુઃખના પ્રસંગો ઊભા થયા હશે તો તે દૂર થતાં વિશેષ આનંદ થશે. તા. 30, 1, 2 આનંદમય દિવસ ગણાય. તા. 3, 4 શુભ સમાચાર મળે. તા. 5 બપોર પછી રાહત થાય. તા. 6 શુભમય દિવસ.

વૃશ્ચિક (ન,ય)

ધંધા-રોજગારના ક્ષેત્રમાં આ સમયગાળામાં આપને વિશેષ સફળતા મળે તેવા યોગો જણાય છે. જમીન, મકાનના કામકાજ પાછળ ખર્ચ વધવા પામશે. ગૃહજીવનમાં સર્જાયેલી ગેરસમજા દૂર થતાં પ્રસન્નતાનું વાતાવરણ સર્જાશે તે સિવાય સંતાનો અંગે સાધારણ ચિંતા રહેવા પામશે. તા. 30, 1, 2 સફળતાસૂચક દિવસો ગણાય. તા. 3 બપોર પછી સંભાળીને કાર્ય કરવું. 4 લાભમય દિવસો પસાર થાય. તા. 5, 6 ગૃહજીવનના પ્રશ્નો ઉકેલાય.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સમયના યોગો જાતાં આપની મહત્ત્વની કામગીરીમાં વિલંબ અને અંતરાય જણાશે. ધાયુ* કામ ન થતાં માનસિક નિરાશા સાંપડવા સંભાવના ખરી જ. તે સિવાય અટકેલા અન્ય લાભો મળવા સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વ્યવસાયિક ક્ષેત્રે પણ લાભ મળે તેમ છે. તા. 23, ૨4, 25 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 26, 27 લાભકારક દિવસો. તા. 28, 29 બપોર પછી રાહત થાય.

મકર (જ,ખ)

નોકરિયાત વર્ગ માટે આ સમય સાનુકૂળ જણાય છે. વિરોધીઅો ફાવે તેમ જણાતું નથી. બદલીની શક્યતાઅો પણ ખરી જ. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો ઊભી થવાની શક્યતાઅો પણ ખરી જ. ગૃહસ્થજીવનની સમસ્યાઅો ઉકેલી શકશો. જમીન, મકાનના કામકાજમાં સફળતા મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 30, 1, 2 અનુકૂળ દિવસો જણાય છે. તા. 3, 4 પ્રગતિ થાય. તા. 5, શુભ સમાચાર મળે. તા. 6 લાભ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં આપને સુખ-દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર સંજાગોમાંથી પસાર થવું પડશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. તબિયત બગડેલી હશે તો તે પણ સુધરવાની શક્યતાઅો ખરી જ. તે સિવાય ગૃહજીવનના પ્રશ્નો આપને મુંઝવશે. સહનશીલતા અઍ ધીરજથી કામ લેવું પડશે. તા. 30, 1, 2 એકંદરે રાહત જણાશે. તા. 3 તબિયત સુધરશે. તા. 4 મિશ્ર દિવસ. તા. 5, 6 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

મીન (દ.ચ,ઝ,થ)

નાણાંકીય બાબતોમાં આ સપ્તાહમાં આપને ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. મકાન, મિલકતને લગતા પ્રશ્નોમાં ખર્ચ વધવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં પણ સંવાદિતા જળવાય તે માટે પ્રયત્ïનો કરવા પડશે. જીવનસાથીનો સહકાર મળે તેવા યોગો જણાય છે. સંતાનોને લગતી મુંઝવણ હશે તો અવશ્ય દૂર થસે. તા. 30, 1, 2 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 3, 4 સફળતાસૂચક દિવસો ગણાય. તા. 5, 6 બપોર પછી વિશેષ રાહત જણાય