જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. 16 જૂન ૨૦૨૩થી તા. 23 જૂન ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સમયમાં આપના ધંધાકીય કાર્ય અંગે લાભદાયી તથા પ્રગતિકારક સંજાગોનું નિર્માણ શક્ય બનશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય ઘણો જ સાનુકૂળ જણાય છે. નાણાકીય મૂંઝવણ હશે તો તે દૂર થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. મકાન કે જમીનને લગતા પ્રશ્નો હાથ ધરવા માટે સમય યોગ્ય જણાતો નથી. તા. 17, 17, 18 આનંદમય દિવસો. તા. 19, 20 લાભકારક દિવસો. તા. 21 મિશ્ર દિવસ. તા. 22 બપોર પછી રાહત થાય.

વૃષભ (બ,વ,ઉ)

આપનો આ સમય ધીમે ધીમે સાનુકૂળ થતો જણાશે. આપના માર્ગ આડે રહેલા અંતરાયો હવે હળવા બનવા લાગશે. અકારણ ચિંતા છોડી પ્રયત્ïનશીલ રહેવાથી અવશ્ય લાભ થશે. આપના હિતશત્રુઅો ફાવી શકે તેમ નથી. મકાન મિલકતને લગતા પ્રશ્નો હાથ ધરવા પણ હિતાવહ જણાતા નથી. નાણાકીય આયોજનોમાં કાળજી રાખવી. તા. 16, 17, 18 સામાન્ય દિવસો. તા. 19, 20 લાભ થાય. તા. 21, 22 નાણાકીય પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપવું.

મિથુન (ક,છ,ધ)

આપના પ્રયત્નો ધીમે ધીમે સફળ બનશે. આશા, ઉમંગ વધશે. સારી તકો મળે તો તેને ઝડપી લેશો. મનનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નાણાકીય પરિસ્થિતિને આપ સમતોલ કરી શકશો. ઍકાદ બે સારા લાભ પણ મળી શકે. શેર-સટ્ટો કે લોટરીમાં રોકાણ કરવું હિતાવહ નથી. પ્રવાસ ટાળવો તે સિવાય મિલન મુલાકાત શક્ય બનશે. તા. 16, 17, 18 આનંદમય દિવસો પસાર થાય. તા. 18, 19 લાભકારક દિવસો. તા. 20, 21 નાણાકીય સાહસથી દૂર રહેવું.

કર્ક (ડ,હ)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. હેરાનગતિ વધે તેવા સંજાગોનું નિર્માણ થવાની શક્યતાઅો ખરી જ. આર્થિક બાબતો અંગે ગ્રહો ઘણા જ પ્રતિકૂળ જણાય છે. તે સિવાય નોકરી-ધંધાના ક્ષેત્રમાં રાહત ઊભી થાય તેમ છે. વિદ્યાર્થીઅોએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 16, 17, 18 સંભાળીને કામકાજ કરવું. તા. 19, 20 લાભ દેખાય પણ મળે નહિ. તા. 21 સામાન્ય દિવસ. તા. 22 ધંધાકીય રાહત થાય.

સિંહ (મ,ટ)

આ સમયમાં આપની મનની મૂંઝવણો ધીરે ધીરે ઉકેલાશે. નવીન તકો પ્રાપ્ત થતાં આપનો આનંદ, ઉમંગ વધવા પામશે. અવરોધોમાંથી માર્ગ મળતાં મનની પ્રસન્ïનતા વધશે. આર્થિક પરિસ્થિતિને સુધારવાના આપના પ્રયત્ïનો ફળશે. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સારા સમાચાર મળવાની શક્યતાઅો પણ ખરી જ. તા. 16, 17, 18 ધીરે ધીરે રાહત થશે. તા. 19, 20 સફળ દિવસો ગણાય. તા. 21, 22 સંભાળીને કાર્ય કરવું.

કન્યા (પ,ઠ,ણ)

આપની મનની વ્યથાઅો દૂર થતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિકારક કાર્યરચના થઈ શકશે. નાણાકીય પ્રતિકૂળતાઅોમાંથી માર્ગ મળશે. નોકરિયાત વર્ગે તથા વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઅોઍ હજી સમજી-વિચારીને બુદ્ધિપૂર્વક આયોજન કરવું પડશે. નહિતર સપ્ïતાહના અંતિમ દિવસોમાં નુકસાન પણ થઈ શકે. તા. 16, 17, 18 આનંદમય દિવસો. તા. 19, 20 આકસ્મિક લાભ થાય. તા. 21, 22 વેપાર-ધંધામાં ખાસ સંભાળવું.

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. અંતઃકરણમાં ખેદ અને વ્યથાનો અનુભવ થાય. આપની ધીરજની પણ કસોટી થાય તેમ છે. નાણાકીય પરિસ્થિતિ તંગ રહેવાના કારણે પણ માનસિક સુખ ન જણાય. અલબત્ત, ઍકંદરે પ્રયત્ïનો પછી સફળતા મળતાં રાહત થશે. વિરોધીઅોના હાથ હેઠા પડે તેમ છે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19, 20 ધીરજથી કાર્ય કરવું. તા. 21 લાભ થાય. તા. 22 કંઈક અંશે રાહત થાય.

વૃશ્ચિક (ન,ય)

આ સમયગાળામાં આપ મનની શાંતિ પામી શકશો. આપની ચિંતા અને તકલીફો દૂર થતી જણાશે. નાણાકીય પરિસ્થિતિ સમતોલ જણાશે. ખોટા ખર્ચાઅો પર અંકુશ મૂકવો. નોકરિયાત વર્ગના પ્રશ્નો હલ થતાં શાંતિનો અહેસાસ થશે. ધંધાકીય-વેપારના ક્ષેત્રમાં પણ આપને ધારી સફળતા મળે તેમ છે. જમીન – મકાનને લગતા પ્રશ્નોમાં ખર્ચ વધવા સંભાવના ખરી જ. તા. 16, 17, 18 આનંદમય દિવસો. તા. 19, 20 લાભ થાય. તા. 21, 22 સફળ દિવસો ગણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)

આ સમયના યોગો જાતાં આપની મહત્ત્વની કામગીરીમાં વિલંબ અને અંતરાય જણાશે. ધાયુ કામ ન થતાં માનસિક નિરાશા સાંપડવા સંભાવના ખરી જ. તે સિવાય અટકેલા અન્ય લાભો મળવા સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. જમીન મકાનના કામકાજમાં પણ સફળતા મળશે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 19, 20 લાભકારક દિવસો. તા. 21, 22 બપોર પછી રાહત થાય.

મકર (જ,ખ)

આ સપ્તાહમાં અવરોધોને કારણે માનસિક તનાવ અજંપો વધશે. આર્થિક પરિસ્થિતિ બગડે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જમીન-મકાનને લગતા પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. નોકરિયાત વર્ગને ઍકંદરે રાહત જણાશે. તબિયતને લગતા પ્રશ્નો હશે તો તેમાં રાહત જણાશે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળવું. તા. 19 લાભ થાય. તા. 20 શુભમય દિવસ પસાર થાય. તા. 21 મિશ્ર દિવસ. તા. 22 વિવાદ ટાળવો.

કુંભ (ગ,શ,સ,ષ)

મનની સ્થિતિને અશાંત કે અસ્વસ્થ બનવા ન દેશો. આપના સર્વ પ્રયત્નોમાં આપને નિરાશા સાંપડે તેવા યોગો જણાય છે. તે સિવાય નોકરિયાત વર્ગને સપ્ïતાહમાં જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વિશેષ શાંતિની અનુભૂતિ થશે. મિલન – મુલાકાત સફળ બનતાં આપનો ઉત્સાહ જળવાશે. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ નથી. વાહનથી સંભાળવું. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળજા. તા. 19, 20 સામાન્ય દિવસો. તા. 21, 22 બપોર પછી રાહત.

મીન (દ.ચ,ઝ,થ)

આ સમય દરમિયાન ધંધાકીય પ્રવૃત્તિઅોમાં પ્રગતિકારક નવરચના થઈ શકશે. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થવાની શક્યતાઅો પણ ખરી જ. પ્રતિકૂળતા તેમ જ સંભવિત વિઘ્ïનોમાંથી આપને રાહત જણાશે. વિરોધીઅોના હાથ હેઠા પડતાં વિશેષ રાહત થશે. નાણાકીય બાબતોમાં વિશેષ આયોજન અને કાળજી રાખવી પડશે. તા. 16, 17, 18 પ્રગતિકારક દિવસો ગણાય. તા. 19, 20 લાભ થાય. તા. 21, 22 રાહત થાય છતાં કાળજીપૂર્વક કાર્ય કરવું.