જ્યોતિષ રાશિ ભવિષ્ય

 (તા. ૨ જૂન ૨૦૨૩થી તા. ૮ જૂન ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સમયગાળામાં ઉત્પાત અને અજંપાના કારણે માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. હિતશત્રુઓ થકી ચિંતાનું સર્જન થાય. કામકાજમાં જોઈએ તેવી સફળતા મળે નહિ તેથી નિરાશા જાગે. આવકમાં વધારો થઈ શકે. ખર્ચના પ્રસંગોને પહોંચી વળાય તેટલાં નાણાંની જોગવાઈ થઈ શકે. નોકરી-ધંધામાં સાનુકૂળતા જણાય છે. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૫, ૬ કંઈક અંશે રાહત થાય. તા. ૭, ૮ ધાર્યા કરતાં સામાન્ય દિવસો પસાર થાય.

 

વૃષભ (બ,વ,ઉ)

ઘરનાં – બહારનાં કામકાજ તેમ જ વ્યવસાયની જવાબદારીઓનો બોજ વધતો જશે. માનસિક અશાંતિ અને ઉદ્વેગ પણ વધે તેવા યોગો છે. સંતાનો સાથેના વાદ-વિવાદથી ઘર્ષણ જાગશે. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે. શાંતિ ન મળે. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં ઉકેલ આવતો જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ છે. તા. ૨, ૩, ૪ કામકાજનો બોજ વધશે. તા. ૫, ૬ દરેક રીતે સંભાળવું જરૂરી. તા. ૭, ૮ કંઈક રાહત જણાય.

 

મિથુન (ક,છ,ધ)

નાણાકીય બાબતો ગૂંચવાતાં એક સાંધો અને તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીનો બોજ વધતો જણાય. પતિ-પત્નીની પરસ્પર થયેલી ગેરસમજોનું નિવારણ શક્ય છે. પ્રેમ-રોમાન્સ-પ્રેમસંબંધોમાં વ્યથા અનુભવાય. સામાજિક કાર્ય થાય. તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જરૂરી જણાય છે. તા. ૨, ૩, ૪ ઉચાટ-ઉદ્વેગ રહે. તા. ૫, ૬ કાર્યબોજ રહે. તા. ૭, ૮ તબિયત સાચવવી.

 

કર્ક (ડ,હ)

સમય આપને મિશ્ર ફળ આપનાર પુરવાર થાય. આર્થિક મૂંઝવણો વધી જાય તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ ખરી જ. અણધાર્યા ખર્ચાઓના કારણે ચિંતા વધશે. નાણાંના અભાવે ધાર્યાં કામો થઈ શકે નહિ. કારણ વગરની દોડધામ કરવાની આવે. તદુપરાંત અન્ય મૂંઝવણરૂપ પ્રસંગોના કારણે માનસિક તાણ વધવાની શક્યતા ખરી જ. તા. ૨, ૩, ૪ મૂંઝવણ વધતી જણાય. તા. ૫, ૬ ખર્ચની ચિંતા રહેશે. તા. ૭, ૮ દરેક રીતે સંભાળવું.

 

સિંહ (મ,ટ)

આ સમયગાળામાં વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જોતાં સમય પ્રતિકૂળ જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ વિપરીત પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરવો  પડશે. સાથે સાથે આર્થિક કટોકટી અને નાણાભીડ વધતી જણાશે. આ સંજોગોને આધીન સમજીવિચારીને આપનું આયોજન કરવું સલાહભર્યું જણાય છે. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળવું. તા. ૫, ૬ નાણાભીડ રહે. તા. ૭, ૮ સામાન્ય દિવસો ગણાય.

કન્યા (પ,ઠ,ણ)

આ સપ્તાહમાં અંતઃકરણની વ્યથા દૂર થાય. આપના કાર્યક્ષેત્રમાં સફળતા મળતાં આનંદની અનુભૂતિ અવશ્ય થશે. આર્થિક બાબતોમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ જણાય છે. પ્રેમ-રોમાન્સના પ્રસંગોમાં લાગણી દુભાતી જણાય. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં યશ મળતાં આનંદ બેવડાશે. તા. ૨ લાભમયી દિવસ. તા. ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ દુઃખદ ઘટના બને. તા. ૭, ૮ રાહત જણાય.

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આરોગ્યની તકેદારી રાખવી ખાસ જરૂરી જણાય છે. તદુપરાંત ઘરનાં, બહારનાં તમામ કાર્યોમાં પણ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. આકસ્મિક ખર્ચના પ્રસંગોને કારણે નાણાભીડ રહે. પરિણામે મુશ્કેલી સર્જાય. પ્રવાસનું આયોજન કરવું હિતાવહ જણાતું નથી. તા. ૨, ૩, ૪ આરોગ્ય જાળવવું જરૂરી છે. તા. ૫, ૬ ખર્ચના પ્રસંગો ઊભા થાય. તા. ૭, ૮ બને ત્યાં સુધી પ્રવાસનું આયોજન કર્યું હોય તો પ્રવાસ ટાળવો.

વૃશ્ચિક (ન,ય)

નાણાકીય પરિસ્થિતિ કથળી ન જાય તે ખાસ જોજો. આ સમયમાં આપને દરેકે દરેક આર્થિક પગલાંઓ અને વ્યવહારો ખૂબ જ સાવચેતી માગી લેશે. અન્યના ભરોસે નાણાકીય કાર્યોનું આયોજન કરવું હિતકર જણાતું નથી. ઉઘરાણી જેવાં કાર્યો વિલંબમાં મુકાય. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડ રહેવાની સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળવું. તા. ૫, ૬ અતિ વિશ્વાસમાં ન રહેવું. તા. ૭, ૮ આર્થિક બાબતમાં સંભાળવું.

ધન (ભ,ધ,ફ,ઢ)

સરકારી નોકરિયાતો માટે સમય આશાસ્પદ અને લાભદાયી જણાય છે. તે સિવાય તંદુરસ્તી સુધરતી જણાશે. જાહે૨ જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓને સારી તક મળવાની સંભાવના ખરી જ. યશ-પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ અવશ્ય થાય. આર્થિક બાબતો માટે સમય મિશ્ર જણાય છે. છતાં આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. તા. ૨, ૩, ૪ લાભકારક દિવસો પસાર થાય. તા. ૫, ૬ સારી તક મળે તેને ઝડપી લેજો. તા. ૭, ૮ સામાન્ય દિવસો પસાર થાય.

મકર (જ,ખ)

સંતાનોથી રાહત અને સુખ જણાશે. નોકરિયાતો માટે સમય ઉન્નતિકારક અને લાભદાયી જણાય છે. અંગત આરોગ્ય સાચવવા સલાહ છે. આર્થિક આયોજનોમાં સાહસ કરવું યોગ્ય જણાતું નથી. ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડનો અનુભવ થવાની શક્યતાઓ પણ ખરી જ. વ્યાપાર ક્ષેત્રે દરેક રીતે સંભાળવું જરૂરી છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨, ૩, ૪ રાહત થાય. તા. ૫, ૬ આરોગ્ય સંભાળવું. તા. ૭, ૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સમયગાળામાં આપની નોકરી-ધંધાના ક્ષેત્રમાં ઓચિંતા ફેરફાર થવાની શક્યતાઓને નકારી 

શકાય તેમ નથી. સાથોસાથ જમીન-મકાનને લગતા પ્રશ્નો પણ આપની મૂંઝવણમાં વધારો કરે તેમ છે. સાથે આવકમાં વૃદ્ધિ થતી રહેશે. નવીન યોજનાઓ પાર પડે તેમ છે. લાંબા ગાળાથી અટકેલાં કાર્યોમાં લાભ જણાય. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૫, ૬ મૂંઝવણ વધશે. તા. ૭, ૮ કંઈક રાહત થાય.

મીન (દ.ચ,ઝ,થ)

અશાંતિ અને દુઃખમાંથી છૂટવાનો કોઈ માર્ગ બાહ્ય જગતમાં નથી. એ તો તમારી અંદર રહેલો છે. આંતરિક આનંદ મેળવવા ગ્રહો મદદરૂપ થાય તેમ નથી. આધ્યાત્મિક ચિંતન-મનનથી જ આપને શાંતિ પ્રાપ્ત થાય તેમ છે. નાણાકીય મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. આરોગ્ય સંભાળવું હિતાવહ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨, ૩, ૪ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૬, ૭ કંઈક અંશે રાહત જેવું જણાય. તા. ૭, ૮ આરોગ્ય સંભાળવું.