જ્યોતિષ રાશિ ભવિષ્ય

 (તા. ૧૯ મે ૨૦૨૩થી તા. ૨૫ મે ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જશે તેમ તેમ અવશ્ય આનંદ અને રાહતની અનુભૂતિ થશે. આર્થિક વ્યવહારોમાં ખાસ કાળજી રાખવી પડશે. સ્નેહીઓ-શુભેચ્છકો સાથેની મુલાકાતો સફળ બનશે. શુભેચ્છકોની સહાય મળતી જણાશે. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪-૨૫ શુભેચ્છકો દ્વારા લાભ થઈ શકે. 

 

વૃષભ (બ,વ,ઉ)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય અને ત્યાર પછીના દિવસોમાં સતત ઉચાટ-ઉદ્વેગ જેવું રહ્યા કરશે. તરુણો માટે સમય શુભ જણાય છે. વિવાહઇચ્છુકોનું શુભ કાર્ય થઈ શકે તેમ છે. સંતાનના શુભ સમચાર આપને વિશેષ રાહતની અનુભૂતિ કરાવશે. તા. ૧૯, ૨૦, ૨૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૪-૨૫ શુભ કાર્ય થઈ શકે.

 

મિથુન (ક,છ,ધ)

સપ્તાહની શરૂઆતના દિવસોમાં આપને સર્વ પ્રકારે રાહત સાથે આનંદનો અનુભવ થશે. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. સર્વ પ્રકારે લાભ થાય. શૈક્ષણિક બાબતોમાં પ્રગતિકારક રચના થઈ શકે. નોકરીની ઇચ્છા ધરાવનાર માટે પણ સમય શુભ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં હિતશત્રુઓ થકી સાચવવું પડશે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ લાભમય દિવસો. તા. ૨૪, ૨૫ શુભ સમાચાર મળે. 

 

કર્ક (ડ,હ)

આ સમયગાળામાં આપને વ્યાવસાયિક પ્રશ્નો મૂંઝવશે. પદ-પ્રતિષ્ઠાના પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને અવશ્ય લાભ થાય તેવા યોગો પ્રબળ જણાય છે. પ્રેમપ્રકરણમાં પણ માનસિક આનંદ માણી શકશો. પરદેશના વિઝા મળી શકે. તા. ૧૯, ૨૦, ૨૧ વ્યાવસાયિક મૂંઝવણ ૨હેશે. તા. ૨૨, ૨૩ તરુણોને લાભ થઈ શકે. તા. ૨૪ લાભ થાય. તા. ૨૫ શુભ સમાચાર મળે. 

 

સિંહ (મ,ટ)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા દિવસે કોઈ ને કોઈ સમસ્યાઓ ઊભી થવાની સંભાવના ખરી જ. સરકારી તંત્ર તરફથી કોઈ પરેશાની થવાની શક્યતાઓ પણ જણાય છે, જેથી સાચવવું પડશે. તરુણો માટે સમય શુભ જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં રાહત જણાશે. તા. ૧૯, ૨૦, ૨૧ મિશ્ર અનુભવો થાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળવું. તા. ૨૪, ૨૫ શુભ દિવસો.

 

કન્યા (પ,ઠ,ણ)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા પ્રબળ યોગો જણાય છે. નવપરિણીતો માટે પણ સમય ઘણો જ શુભ અને સાનુકૂળ બની રહેશે. કોઈ પણ પ્રકારે મોટો આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. ઉઘરાણીના પૈસા પણ પરત આવી શકે. વ્યક્તિગત શુભ સમાચાર પણ મળી શકે. તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ શુભ સમાચાર મળે. તા. ૨૪, ૨૫ આર્થિક લાભ થાય.

 

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. કાયદાકીય બાબતોમાં ખોટી સંડોવણી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ ખાસ સંભાળવું પડશે. વધારે પડતા આત્મવિશ્વાસમાં સાહસિક બનવું હિતાવહ જણાતું નથી. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. ૨૨, ૨૩ બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવા. તા. ૨૪, ૨૫ સાહસથી દૂર રહેવું.

 

વૃશ્ચિક (ન,ય)

આ સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપને ઘણી રાહત થશે. આપનાં અટકેલાં-અટવાયેલાં કામો પણ પૂરાં થતાં આપને વિશેષ આનંદની લાગણી થશે. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી. તરુણોનો ભાગ્યોદય થાય. પ્રવાસ શક્ય બને. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળવું પડશે. તા. ૨૨, ૨૩ આકસ્મિક લાભ થાય. તા. ૨૪, ૨૫ શુભ દિવસો. 

 

ધન (ભ,ધ,ફ,ઢ)

 

સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ અવશ્ય આનંદ અને રાહતની અનુભૂતિ થશે. આર્થિક વ્યવહારોમાં ખાસ કાળજી રાખવી પડશે. સ્નેહીઓ, શુભેચ્છકો સાથેની મુલાકાતો સફળ બનશે. શુભેચ્છકોની મદદ મળતી જણાશે. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪ લાભમય દિવસ. તા. ૨૫ શુભેચ્છકો થકી લાભ થઈ શકે. 

 

મકર (જ,ખ)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય તો ત્યાર પછીના દિવસોમાં સતત ઉંચાટ- ઉદ્વેગ જેવું રહ્યા કરશે. તરુણો માટે સમય શુભ જણાય છે. વિવાહઇચ્છુકોનું શુભ કાર્ય થઈ શકે તેમ છે. સંતાનોના શુભ સમાચાર આપને વિશેષ રાહતની અનુભૂતિ કરાવશે. તા. ૧૯, ૨૦, ૨૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૨ મિશ્ર દિવસ. તા. ૨૩ ચિંતાજનક દિવસ. તા. ૨૪ લાભ થાય. તા. ૨૫ શુભ કાર્ય થઈ શકે.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં આપને શરૂઆતના દિવસોમાં દરેક રીતે કાળજી રાખવી પડશે. નોકરિયાત વર્ગને માટે સમય વિશેષ વિપરીત જણાય છે. ઉપરી અધિકારી તેમ જ સહકાર્યકરો સાથે ગેરસમજ થવાની શક્યતાઓ પણ ખરી જ. આરોગ્યની ખાસ કરીને પેટની તકલીફો માટે વિશેષ તકેદારી રાખવી જરૂરી. પ્રવાસ ટાળવો. તા. ૧૯, ૨૦, ૨૧ દરેક રીતે કાળજી રાખવી પડશે. તા. ૨૨, ૨૩ હિતશત્રુઓથી સંભાળવું. તા. ૨૪, ૨૫ દરેક રીતે ધ્યાન રાખવું.

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. જેમ જેમ દિવસો વ્યતીત થાય તેમ તેમ રાહત થવાની શક્યતાઓ પણ ખરી જ. આર્થિક નુકસાની થવાની સંભાવના આપની મૂંઝવણમાં ઉમેરો કરશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ વિશેષ રાહત થવાની સંભાવના પણ ખરી જ. તા. ૧૯, ૨૦, ૨૧ ચિંતાજનક દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ કંઈક રાહત જણાય. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો ગણાય.