જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1048

 

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં આપની અંગત મૂંઝવણ વધશે. નાણાકીય આયોજનને જો વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધવાની સંભાવના ખરી જ. કૌટુંબિક કારણોસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડનો અનુભવ પણ થાય. નોકરિયાત વર્ગને પણ માનસિક ચિંતા વધવા પામશે. ધાર્યું કાર્ય કરવામાં મુશ્કેલી જણાશે. તા. 1, 2, 3 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 4, 5 ખર્ચાળ દિવસો પસાર થાય. તા. 6, 7 સામાન્ય દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહ દરમિયાન કોઈ ને કોઈ પ્રકારની અશાંતિ અને વિખવાદના પ્રસંગો ઊભા થવાની શક્યતા ખરી જ. શક્ય તે વ્યાવહારિક અભિગમ ધરાવવાથી રાહત જણાશે. નાણાકીય દષ્ટિએ આપ મુશ્કેલીમાંથી બહાર આવી શકો તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. વિશેષ ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. મહત્ત્વની મુલાકાત લાભ આપશે. તા. 1, 2, 3 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 4, 5 સફળ દિવસો ગણાય. તા. 6, 7 લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપની માનસિક ચિંતાઓ હળવી થતાં આપ રાહતની લાગણી અનુભવશો. મિત્રવર્તુળ યા સ્નેહી-સ્વજન તરફથી મદદ મળવાની શક્યતાઓ પણ ખરી જ. અકારણ ચિંતા દૂર થશે. નાણાકીય સંજોગો ધીરે ધીરે સુધરતા જણાશે. જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. ઉઘરાણીનાં નાણાં મળતાં વિશેષ રાહત જણાશે. તા. 1, 2, 3 રાહત જણાય. તા. 4, 5 ચિંતા દૂર થશે. તા. 6, 7 સફળ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપના નોકરી-ધંધાના ક્ષેત્રમાં મુશ્કેલી છતાંય પ્રગતિકારક રચના થશે. લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. ધંધાર્થીઓએ હવે ગણતરીપૂર્વક અને સાવચેત બનીને ચાલવું પડશે. મકાન-મિલકતને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. આપના ભાડાના મકાનની કોઈ સમસ્યા હશે તો તે અવશ્ય હલ થશે. તા. 1, 2, 3 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 4, 5 આનંદમય દિવસો ગણાય. તા. 6, 7 લાભ થાય.

સિંહ (મ.ટ.)
આપનો આ સમય પ્રોત્સાહક નીવડશે. કૌટુંબિક કામકાજોમાં સફળતા મળશે. સામાજિક કાર્યો પણ હાથ ધરી પૂરાં કરી શકાશે. તે સિવાય આપની અંગત મૂંઝવણનો પણ અંત આવી જશે. સાથે સાથે નાણાકીય જવાબદારીઓ વધવા પામશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. નોકરી પરિવર્તન શક્ય બનશે. ધંધાકીય પરિસ્થિતિ સુધરશે. તા. 1, 2, 3 સફળ દિવસો પસાર થાય. તા. 4, 5 લાભ થાય. તા. 6, 7 રાહત જણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપની અંગત મૂંઝવણ અને સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાતી જોઈ શકશો. માનસિક તાણ હળવી બનશે. આર્થિક બાબતોમાં પ્રતિકૂળતા જણાશે. નોકરિયાત વર્ગને વિશેષ લાભ થાય તેમ છે. સાનુકૂળ તક મળશે. ધંધાકીય પ્રશ્નો ઉકેલાતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. મકાન-જમીનને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 1, 2, 3 રાહત જણાય. તા. 4, 5 પ્રતિકૂળ દિવસો ગણાય. તા. 5, 6 દરેક રીતે સંભાળવું.

તુલા (ર.ત.)
આ સપ્તાહ દરમિયાન આપની ધંધાકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. મહત્ત્વના લાભ તથા તકો પ્રાપ્ત થશે. ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ થકી પણ લાભ મેળવી શકશો. નોકરિયાત વર્ગ માટે બદલીની શક્યતાઓ વિશેષ જણાય છે. બદલી બંધ કરાવવા પ્રયત્ન કરશો તો તેમાં સફળતા મળવાની સંભાવના પણ ખરી જ. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ યથાવત્ રહેશે. તા. 1, 2, 3 લાભકારક દિવસો પસાર થાય. તા. 4, 5 ધાર્યું કામ થઈ શકે. તા. 6, 7 મૂંઝવણ વધે.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપની ધીરજની કસોટી થવાની સંભાવના ખરી જ. આર્થિક તેમ જ ધંધાકીય પ્રશ્નોની માનસિક તાણ વધતી જણાશે. પરિણામે આપના સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર થવાની સંભાવના ખરી જ. પારિવારિક પ્રશ્નોમાં મતભેદો ઊભા થવાની શક્યતા પણ ખરી જ. વાહનથી ખાસ સંભાળવું. આરોગ્યની કાળજી રાખવી હિતાવહ છે. તા. 1, 2, 3 દરેક રીતે સંભાળવું. તા. 4, 5 સામાન્ય દિવસો. તા. 6, 7 આરોગ્યની કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપના અંગત કામકાજમાં કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. આર્થિક તેમ જ વ્યાવસાયિક દષ્ટિએ વિશેષ જાગૃત રહેવું પડશે, નહિતર નવીન સમસ્યા ઊભી થવાની શક્યતાઓ પણ જણાય છે. કોઈના ભરોસે ચાલવાથી નુકસાન થાય તેવા યોગો પણ ખરા, મિત્રો, સગાં-સ્નેહીઓ તરફથી નિરાશા સાંપડશે. તા. 1, 2, 3 દરેક રીતે સંભાળવું. તા. 4, 5 આર્થિક બાબતોમાં ખાસ સંભાળવું. તા. 6, 7 સામાન્ય દિવસો ગણાય.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપનાં મહત્ત્વનાં કામકાજ માટે સાનુકૂળતા તથા સફળતાનો યોગ જણાય છે. સ્નેહીજનો તરફથી મદદ મળવાની શક્યતાઓ પણ ખરી જ. મકાન – જમીનને લગતી સમસ્યાઓ હજી આપને મૂંઝવશે. નોકરી-ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓને પણ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ગૃહસ્થજીવમાં વિવાદ ટાળવો. તા. 1, 2, 3 સફળ દિવસો પસાર થાય. તા. 4, 5 સફળ દિવસો પસાર થાય. તા. 6 લાભ મળે. તા. 7 વિવાદ ટાળવો.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપની માનસિક મૂંઝવણ દૂર થતાં રાહતની લાગણી અનુભવાશે. મુશ્કેલીનાં વાદળો હટશે અને સાનુકૂળ સંજોગોનું નિર્માણ થશે. નાણાભીડમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ઉઘરાણીનાં નાણાં છૂટાં થશે. નોકરિયાત વર્ગ માટે પણ આ સમય વિશેષ આશાસ્પદ જણાય છે. તા. 1, 2, 3 રાહત જણાય. તા. 4, 5 સફળ દિવસો પસાર થાય. તા. 6, 7 લાભમય દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આર્થિક દષ્ટિએ આપના આવક વધારવાના કે નાણાકીય જોગવાઈ કરવાના પ્રયત્નો સફળ નીવડશે. આવક-જાવકનાં બન્ને પાસાં સમતોલ કરવામાં સફળ નીવડશો. લેણાં નાણાં પ્રાપ્ત થાય. નાણાકીય ચિંતા દૂર થશે. તા. 1, 2, 3 આનંદમય દિવસો ગણાય. તા. 4, 5 સફળ દિવસો ગણાય. તા. 6, 7 રાહત જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here