જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સમયમાં આપના ધંધા યા નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ સર્જાતાં માનસિક બોજો જણાશે. આમ હોવા છતાંય પરિસ્થિતિ ઝડપથી સુધરવા પામશે. પરિણામે ચિંતાનો ભાર હળવો જણાશે. ફક્ત ઉતાવળા અને અધીરા લોકોને વિશેષ અસર થાય તેમ છે, તે સિવાય આપની આર્થિક સમસ્યાઓ હળવી થશે. ઉઘરાણીનાં કાર્યો પતી શકે. તા. ૬, ૭, ૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ રાહત થાય. તા. ૧૧, ૧૨ આર્થિક લાભ થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપને દરેક બાબતમાં ધીરજથી કામ લેવું પડશે. માનસિક ઉચાટ, ઉદ્વેગ, અશાંતિ રહેવાની સંભાવના ખરી જ. નાણાકીય દષ્ટિએ જોતાં આવકની સામે જાવક પણ ચાલુ રહેવા સંભાવના ખરી જ, જેથી સંભાળીને ખર્ચ કરવું અનિવાર્ય જણાય છે. નાણાકીય સાહસથી દૂર રહેવું. તા. ૬, ૭, ૮ દરેક બાબતમાં સંભાળવું પડશે. તા. ૯, ૧૦ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૧, ૧૨ નાણાકીય સાહસથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જેવું રહેવાની સંભાવના ખરી જ. સાથે સાથે નાણાકીય પરિસ્થિતિ સુધરવાની શક્યતાઓ પણ જણાય છે. આવકવૃદ્ધિની તકો વધશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વની સાનુકૂળ તક મળશે. ધંધાકીય ક્ષેત્રે પણ પ્રગતિકારક – રચનાત્મક કાર્ય થઈ શકે તેવું પણ બનશે. જમીન-મકાનના પ્રશ્નો માટે સમય સાનુકૂળ નથી. તા. ૬, ૭ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૮, ૯, ૧૦ સાનુકૂળતા વધશે. તા. ૧૧, ૧૨ સફળ દિવસો પસાર થાય.

કર્ક (ડ.હ.)

આપના દરેક કાર્યમાં વિલંબ અને અંતરાયો ઊભા થાય તેવી શક્યતાઓ આ સપ્તાહમાં વિશેષ જણાય છે. નાણાકીય દષ્ટિએ આવકની સામે ખર્ચના પ્રસંગો વધુ જણાશે. આર્થિક બોજો વધી ન જાય તેની તકેદારી રાખવી પણ જરૂરી જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રયત્નપૂર્વક સફળતા મળે તેવા યોગોને નકારી શકાય તેમ નથી. પ્રવાસ ટાળવો. તા. ૬, ૭, ૮ દરેક કાર્યમાં અવરોધો જણાય. તા. ૯, ૧૦ આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન આપવું. તા. ૧૧, ૧૨ રાહત થશે.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. મિત્રો, સ્વજનો અને સ્નેહીઓનો સહકાર મળતો રહેશે. અકારણ ચિંતા દૂર થશે. નાણાકીય સંજોગો પણ ધીરે ધીરે સાનુકૂળ બનતા જણાશે. નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. મકાન-જમીનને લગતા પ્રશ્નોમાં સમય સાનુકૂળ જણાય છે. તા. ૬, ૭, ૮ એકંદરે રાહત જણાશે. તા. ૯, ૧૦ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૧, ૧૨ સંભાળીને કાર્ય કરવું પડશે.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં આપના કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં કામગીરી વધવાની શક્યતાઓ વિશેષ જણાય છે. થોડા ઘણા અવરોધો છતાંય આપના આયોજનમાં સફળતા મળે તેમ છે. નાણાકીય પરિસ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થતો જોવા મળશે. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે. સંતાનો તરફથી શાંતિ મળે તેમ છે. તબિયત સંભાળવી. તા. ૬, ૭, ૮ કાર્યબોજ વધવા પામશે. તા. ૯, ૧૦ સફળતા મળે. તા. ૧૧ લાભમય દિવસ. તા. ૧૨ આપના પ્રયત્નો ફળશે. 

તુલા (ર.ત.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. નાણાકીય ક્ષેત્રે આપને વિશેષ સફળતા મળે તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પણ આપનાં અટકેલાં કાર્યો સિદ્ધ થતાં આનંદ ઉમંગ વધશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૬, ૭, ૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ અનુકૂળતા વધશે. તા. ૧૧ શુભ દિવસ. તા. ૧૨ ગૃહજીવનમાં વિશેષ શાંતિ જણાય.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપ હરો ફરો, પણ માનસિક શાંતિ ઓછી જણાશે. જોકે પ્રયત્નપૂર્વક મુશ્કેલીઓમાંથી આપ બહાર આવી જાય તેવું બનવાની શક્યતાઓ પણ ખરી જ. ખાસ કરીને નોકરિયાત વર્ગને વિશેષ સાચવવું પડે તેવા યોગો જણાય છે. કાર્યક્ષેત્રની આપની જવાબદારીઓ વધતાં માનસિક શાંતિ ઓછી મળશે. તા. ૬, ૭, ૮ દરેક રીતે સંભાળવું. તા. ૧૦, ૧૧ નોકરિયાત વર્ગે ખાસ સાચવવું. તા. ૧૧, ૧૨ જવાબદારીઓ વધશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહમાં આનંદ-ઉલ્લાસમાં ઉમેરો થાય તેવા યોગો જણાય છે. માનસિક ઉત્સાહ અને પ્રસન્નતા વધે તેવા સંજોગોનું નિર્માણ થતું જોવા મળશે. ખર્ચની સામે આવકનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. અપેક્ષિત પરિણામો મળતાં જણાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૬, ૭, ૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ રાહત જણાય. તા. ૧૧ લાભકારક દિવસ. તા. ૧૨ સફળતા મળે.

મકર (ખ.જ.)

આપનો આ સમય ખર્ચ અને નાણાભીડ સૂચવે છે. વધારાની આવક સામે વધારાનો ખર્ચ થવાની સંભાવનાઓ પણ ખરી જ. ગૃહજીવનના પ્રશ્નો પ્રવાસ તેમ જ કૌટુંબિક સંજોગો અનુસાર ખર્ચ વધવા પામશે. તેની જોગવાઈ માટે વિચારવું પડશે. મકાન મિલકતને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધશે. તા. ૬, ૭, ૮ આર્થિક લાભ થાય. તા. ૯, ૧૦ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૧૧ મિશ્ર દિવસ. તા. ૧૨ કાર્યબોજ વધતો જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમય દરમિયાન આપના પ્રયત્નો જોઈએ તેટલા સફળ ન થતાં નિરાશા જન્મશે. અંગત જીવનમાં પણ અંતરાયો જણાશે. આર્થિક બાબતો વધુ ધ્યાન માગી લેશે. આપનો ખર્ચો વધવાની શક્યતાઓ પણ ખરી જ. ખરીદી અને અન્ય કારણોસર થતા ખર્ચને અંકુશમાં રાખજો. બીમારી કે અકસ્માતથી સંભાળવું. તા. ૬, ૭, ૮ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ આર્થિક દષ્ટિએ સંભાળવું. તા. ૧૧, ૧૨ શરીરની કાળજી વિશેષ રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહમાં એકંદરે રાહત જણાશે. કાર્યસફળતા તથા પ્રગતિનો યોગ જણાય છે. નસીબ યારી આપતું જણાય. નવી કે વધારાની આવક ઊભી થતાં વિશેષ સાનુકૂળતા જણાશે. સાંપત્તિક પ્રશ્નોમાં પણ સફળતા અને પ્રગતિ જણાશે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. બાળકોની તબિયત સાચવવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૬, ૭ એકંદરે રાહત જણાશે. તા. ૮, ૯, ૧૦ વધારાની આવક ઊભી થશે. તા. ૧૧ ૧૨ દરેક રીતે સંભાળીને કામ કરવું હિતાવહ.