જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. દરેક કાર્યમાં સમજી-વિચારીને નિર્ણય કરજો. લાભની આશામાં ઉતાવળા નિર્ણયો ખોટા સાબિત થાય તેવા યોગો જણાય છે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ નોકરિયાત વર્ગને રાહત જણાશે. દામ્પત્ય જીવનના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે. સ્નેહીજન, શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય બનશે. તા. ૨૨-૨૩-૨૪ દરેક રીતે સંભાળવું, તા.૨૫-૨૬ ઉતાવળા નિર્ણયો લેવા નહિ, તા. ૨૭-૨૮ બપોર પછી રાહત થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. માનસિક રીતે નિરાંત કે સુખનો અનુભવ થાય તેવો સમય નથી. આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી બનશે. ગૃહમોરચે આપની ફતેહ અને ધીરજના કારણે ઘર્ષણ થતું અટકાવી શકશો. પ્રવાસ ટાળવો. મિલન-મુલાકાત વધવા પામશે. તા. ૨૨-૨૩-૨૪ સામાન્ય દિવસો ગણાય, તા. ૨૫-૨૬ આરોગ્ય સંભાળવું, તા. ૨૭ ધીરજ રાખવી, તા. ૨૮ બપોર પછી રાહત જણાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળામાં મિશ્ર ફળ મળે તેવા યોગો જણાય છે. દામ્પત્યજીવનમાં ધીરે ધીરે સાનુકૂળતા વધશે. સ્નેહીજનો સાથે થયેલા મતભેદો કે ગેરસમજોનું નિરાકરણ થઈ શકશે. તે સિવાય બાળકોની તબિયતની વિશેષ કાળજી રાખવી જરૂરી જણાય છે. હિતશત્રુઓથી પણ સાચવવું પડશે. મહત્વની મુલાકાતો સફળ બનશે. તા. ૨૨-૨૩-૨૪ સામાન્ય દિવસો ગણાય, તા. ૨૫-૨૬ તબિયત સંભાળવી, તા. ૨૭-૨૮ હિતશત્રુઓથી સંભાળીને કાર્ય કરવું

કર્ક (ડ.હ.)

આપના નોકરી ધધધાના ક્ષેત્રમાં રાહત ઊભી થશે. સંજોગો સાનુકૂળ જણાય છે. લાભ લઈ લેજો. કોઈ મહત્ત્વનું કાર્ય પણ સફળ થતાં વિશેષ આનંદની પ્રાપ્તિ થશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળજો. ગૃહજીવનના પ્રશ્નોમાં એકંદરે રાહત જણાશે. સ્વજનો સાથે મતભેદો ટાળજો. સંતાનોના પ્રશ્નને શુભ સમાચાર મળે. પ્રવાસના આયોજન માટે સમય સાનુકૂળ નથી. તા. ૨૨-૨૩-૨૪ આનંદમય દિવસો, તા. ૨૫-૨૬ કૌટુંબિક પ્રશ્નો ઊભા થાય. તા. ૨૭-૨૮ રાહત જણાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપના નોકરીના પ્રશ્નોમાં સમસ્યાઓ ચાલુ રહેવા પામશે. વ્યવસ્થાની ક્ષેત્રમાં પ્રગતિની તક મળે તેમ છે. સારા-શુભ સમાચાર મળવાની શક્યતાઓ પણ ખરી જ. નવું ઘર ખરીદવું હોય કે જૂનું ઘર વેચવું હોય તો તે માટે સમય સાનુકૂળ જણાતો નથી. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા જળવાશે. તા. ૨૨-૨૩-૨૪ દરેક રીતે સંભાળવું, તા. ૨૫-૨૬ શુભ સમાચાર મળે. તા. ૨૭-૨૮ સફળ દિવસો ગણાય.

કન્યા (પ.ઠ.ણ.)

વ્યાવસાયિક-નોકરીના ક્ષેત્રે હજી પરિસ્થિતિ ધાર્યા પ્રમાણે સુધરશે નહિ. કામકાજમાં અવરોધ કે વિલંબની સંભાવના ખરી જ. સંતાનોના પ્રશ્નોમાં રાહત જણાશે. સારા સમાચાર મળવાની પૂરી શક્યતા રહેલી છે. સ્નેહી, સ્વજનોની તબિયત બગડવાની સંભાવના ખરી જ. આપનું આરોગ્ય જળવાશે. સંપત્તિને લગતાં કાર્યો માટે સમય શુભ જણાય છે. તા. ૨૨-૨૩-૨૪ સામાન્ય દિવસો ગણાય, તા. ૨૫-૨૬ રાહત જણાય, તા. ૨૭-૨૮ નાણાકીય બાબતોમાં સંભાળવું.

તુલા (ર.ત.)

વ્યવસાયમાં તથા નોકરીના ક્ષેત્રમાં ચાલુ સમયગાળામાં આપને રાહત જણાશે. આપના ઉપરી અધિકારી સાથેના મતભેદોનું નિવારણ શક્ય બનશે. તે સિવાય દામ્પત્યજીવનમાં પ્રસન્નતા અને સંવાદિતા જળવાશે. મનદુઃખના પ્રસંગો ઊભા થયા હશે તો તેનું નિવારણ થઈ જશે. સંતાનોની તબિયત સાચવશો. મિલન-મુલાકાત સફળ બનશે. તા. ૨૨-૨૩-૨૪ એકંદરે સફળ દિવસ ગણાય, તા. ૨૫-૨૬ આનંદમય દિવસો ગણાય, તા. ૨૭ સામાન્ય દિવસ ગણાય, તા. ૨૮ કૌટુંબિક ચિંતા રહેશે.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. વેપાર ધંધાના ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. જમીન-મકાનના પ્રશ્નોમાં ખર્ચ વધવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં સર્જાયેલી ગેરસમજો દૂર થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. સંતાનો અંગે સાધારણ ચિંતા રહેશે. જીવનસાથીની તબિયત સાચવજો. તા. ૨૨-૨૩-૨૪ સફળ દિવસો ગણાય, તા. ૨૫-૨૬ આનંદમય દિવસ ગણાય, તા. ૨૭-૨૮ કૌકુંબિક ચિંતા ઊભી થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયમાં ખર્ચના પ્રસંગો આવશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. વિરોધીઓ ફાવે તેમ નથી. બદલીની, સ્થાનફેરની શક્યતાઓ ખરી જ. વ્યાવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગો ઊભા થશે. ગૃહજીવનની સમસ્યાઓ ઉકેલાઈ જશે. જમીન, મકાન, મિલકતને લગતા કામકાજમાં સફળતા મળશે. તા. ૨૨-૨૩-૨૪ સાનુકૂળ દિવસો ગણાય, તા. ૨૫-૨૬ સફળતાસૂચક દિવસો ગણાય, તા. ૨૭ ઉચાટ, ઉદ્વેગ રહેશે, તા. ૨૮ મકાનના પ્રશ્નો ઉકેલાય.

મકર (ખ.જ.)

આ સમય આપના માટે પ્રતિકૂળ જણાય છે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ અનુકૂળતા વધશે. છતાં આર્થિક બાબતોમાં વિશે. ધ્યાન આપવું પડશે. માનસિક ચિંતાઓનો ભાર તથા પ્રતિકૂળ સંજોગોને કારણે રહેતી બેચેનીના કારણે આંતરિક સુખ રહેશે નહિ. વિદ્યાર્થીઓને સારાં પરિણામ આવવાની શક્યતા વર્તાય. વિવાહઇચ્છુકો માટે સમય શુભ છે. તા. ૨૨-૨૩-૨૪ દરેક રીતે સંભાળવું, તા. ૨૫-૨૬ સાનુકૂળ દીવસ ગણાય, તા. ૨૭-૨૮ શુભ કાર્ય થઈ શકે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોનો અનુભવ થશે. સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતા જેવું રહ્યા કરશે. તબિયતની કાળજી રાખવી પડશે. આર્થિક આયોજનોમાં પણ ખૂબ જ ધ્યાન આપવું જરૂરી જણાય છે. દામ્પત્ય જીવન સુખમય રહે, નાણાકીય મુશ્કેલીઓ હળવી થાય તેવા યોગો પણ જણાય છે. તા. ૨૨-૨૩-૨૪ સામાન્ય દિવસો ગણાય, તા. ૨૫-૨૬ દરેક રીતે સંભાળવું, તા. ૨૭-૨૮ નાણાકીય મુશ્કેલી હળવી થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયમાં મકાન-મિલકતને લગતા પ્રશ્નોની મૂંઝવણ આપને રહ્યા કરશે. આર્થિક સંકડામણ-પ્રશ્નો રહેવાની સંભાવના ખરી જ. સાથે સાથે તેનો ઉકેલ પણ મળશે. ઉતાવળા અધીરા થઈ કોઈ પણ નિર્ણય લેવો હિતવાહક બની રહેશે નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. તા.૨૨-૨૩-૨૪ દરેક રીતે સંભાળવું, તા. ૨૫-૨૬ ઉતાવળા નિર્ણયો લેવા નહિ, તા. ૨૭-૨૮ સફળતાસૂચક દિવસો ગણાય.