જ્યોતિષ રાશિ ભવિષ્ય

ચૈત્ર સુદ ૧૪થી ચૈત્ર વદ ૫, વિક્રમ સંવત ૨૦૭૮ (તા. ૧૫ એપ્રિલથી તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૨)  

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં ધીમે ધીમે સાનુકૂળતા વધતી જશે. આપના વિકાસના માર્ગે અવરોધક બની રહેલા તમામ અંતરાયો હળવા બનતા જણાશે. અકારણ ચિંતાઓ છોડી પ્રયત્નો ચાલુ રાખો. આપના હિતશત્રુઓ ફાવે તેમ નથી. આ સપ્તાહમાં મકાન-મિલકતને લગતા પ્રશ્ર્નો નહિ, પરંતુ તેની ચિંતાનો બોજ રહ્યા કરે તેવા યોગો જણાય છે. તબિયત સાચવવી. તા. ૧૫, ૧૬, ૧૭ સફળતાસૂચક દિવસો. તા. ૧૮, ૧૯ રાહત જણાય. તા. ૨૦, ૨૧ સામાન્ય દિવસો પસાર થાય.

વૃષભ (બ.વ.ઉ.) 

આપનો આ સમય ધીમે ધીમે સાનુકૂળ બનતો રહેશે. આપના માર્ગ આડે આવેલા અંતરાયો હળવા બનતા લાગશે. આપના ધંધાકીય કાર્ય અંગે લાભદાયી તથા પ્રગતિકારક સંજોગોનું નિર્માણ થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. નાણાકીય મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. આર્થિક આયોજનોમાં પણ સફળતા મળવાના યોગો જણાય છે. તા. ૧૫, ૧૬, ૧૭ સામાન્ય છતાં સફળ દિવસો. તા. ૧૮, ૧૯ શુભ. તા. ૨૦, ૨૧ મૂંઝવણ દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.)

આપના પ્રશ્ર્નોનો નિકાલ ધીમે ધીમે આવશે. નવી આશા અને ઉમંગ વધવા પામશે. સારી તકો મળશે તેને ઝડપી લેજો. મનનો બોજો હળવો થવાની પ્રક્રિયા શ‚ થઈ જશે. નાણાકીય પરિસ્થિતિને આપ સમતોલ કરી શકશો. એકાદ બે નવા લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. શેરથી લાભ, સટ્ટા-લોટરીમાં ન પડવું. તા. ૧૫, ૧૬ સફળ દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦ સામાન્ય દિવસ. તા. ૨૧ બપોર પછી રાહત થાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં માનસિક સ્વસ્થતા ટકાવવી મુશ્કેલ જણાશે. હેરાનગતિ વધે તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ ખરી જ. આર્થિક બાબતો અંગે પણ ગ્રહો પ્રતિકૂળ જણાય છે. નાણાભીડ વધશે. કરજ કરવું પડે તેવા સંજોગો ઊભા થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. તે સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. સપ્તાહના અંતમાં કોઈ મહત્ત્વનું કાર્ય સિદ્ધ પણ થાય. તા. ૧૫, ૧૬, ૧૭ દરેક રીતે સંભાળવું. તા. ૧૮, ૧૯ આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. તા. ૨૦, ૨૧ લાભ.

સિંહ (મ.ટ.)

આ સમયમાં આપની મનની મૂંઝવણોનો ઉકેલ ધીરે ધીરે મળશે. નવીન તક આપની આશાઓને જીવંત રાખશે. ઉપસ્થિત અવરોધોમાંથી માર્ગ મળતાં વિશેષ રાહતની અનુભૂતિ થવાની સંભાવના પણ ખરી જ. લેણી રકમ છૂટી થાય. જ‚રિયાતો અંગેની આર્થિક વ્યવસ્થા શક્ય બનશે. લાભ મળે. વ્યવસાય ક્ષેત્રે પ્રગતિકારક નવીન રચના પણ થાય. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમય દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ રાહત થાય. તા. ૨૦ સામાન્ય. તા. ૨૧ પ્રગતિકારક.

કન્યા (પ.ઠ.ણ.)

આપની સઘળી વ્યથા આ સમયગાળામાં દૂર થાય તેવા યોગો જણાય છે. પ્રગતિકારક કાર્યરચના થઈ શકશે. નાણાકીય પ્રતિકૂળતાઓમાંથી માર્ગ મળશે. કૌટુંબિક ખર્ચ વધવાની શક્યતાઓ પણ ખરી જ. શુભેચ્છકો મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય – સફળ બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ કરી શકાય. તબિયતની કાળજી રાખવી. તા. ૧૫, ૧૬, ૧૭ રાહત થાય. તા. ૧૮, ૧૯ નવીન લાભ થાય. તા. ૨૦, ૨૧ ખર્ચના પ્રસંગો ઊભા થાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપ હરો-ફરો, પણ માનસિક શાંતિ ઓછી જણાશે. અંત:કરણમાં ખેદ અને વ્યથાનો અનુભવ થયા કરશે. આપની ધીરજની કસોટી થશે. નાણાકીય પરિસ્થિતિ તંગ રહેવાના કારણે પણ માનસિક સુખ ન જણાય, પરંતુ સપ્તાહના અંતિમ દિવસોમાં હાથ ધરેલાં અન્ય કાર્યોમાં સફળતા જણાશે. વિરોધીઓના હાથ હેઠા પડશે. ગ્ાૃહસ્થી જીવનમાં ઉપસ્થિતિ ગેરસમજો દૂર થઈ શકશે. તા. ૧૫, ૧૬, ૧૭ ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. ૧૮, ૧૯ નાણાકીય પ્રશ્ર્નો મૂંઝવશે. તા. ૨૦, ૨૧ સામાન્ય દિવસો.

વૃશ્ચિક (ન.ય.)

આ સમયમાં આપ મનની શાંતિ મેળવી શકશો. ચિંતા અને તકલીફો દૂર થતી જણાશે. આપના પ્રયત્નોનું શુભ ફળ મેળવી શકશો. નાણાકીય સંજોગો પણ સાનુકૂળ જણાય છે. આવક-જાવકનાં પલ્લાંને સ્થિર રાખી શકશો. નોકરિયાત વર્ગના પ્રશ્ર્નો પણ હલ થઈ શકશે. પ્રગતિની તકો વધશે. બદલી કરાવવાની ઇચ્છા પૂર્ણ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૧૫, ૧૬, ૧૭ શુભ દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ લાભ થાય. તા. ૨૦, ૨૧ પ્રગતિકારક રચના થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 

વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જોતાં આપની મહત્ત્વની કામગીરીમાં વિલંબ યા અંતરાયો જણાશે. ધાર્યું કાર્ય ન થતાં માનસિક નિરાશા મળશે. આર્થિક વ્યવસ્થા માટેના આપના પ્રયત્નો ફળશે. અટવાયેલા લાભો પણ પ્રાપ્ત થાય તેમ જણાય છે. ખર્ચના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત માટે બદલીના સંજોગો ઊભા થાય. તા. ૧૫, ૧૬, ૧૭ કામકાજમાં અવરોધ રહેશે. તા. ૧૮, ૧૯ દરેક રીતે સંભાળવું. તા. ૨૦, ૨૧ લાભ થાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપને માનસિક શાંતિ મળે તેવા યોગો જણાતા નથી. વિવિધ અવરોધોના કારણે અજંપો, ઉચાટ, ઉદ્વેગ વગેરે વધવાની શક્યતાઓ પણ ખરી જ. આવક કરતાં જાવકનું પ્રમાણ વધતાં ચિંતાબોજ પણ વધવા પામશે. નાણાભીડનો અનુભવ સતત થયા કરશે. નવું હાઉસ ખરીદવાના પ્રશ્ર્નો હશે તો તે પણ એક ચિંતાનું કારણ બનશે. ગ્ાૃહસ્થ જીવન માટે સમય સાનુકૂળ જણાય છે. તા. ૧૫, ૧૬, ૧૭ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૮, ૧૯ દરેક રીતે સંભાળવું. તા. ૨૦, ૨૧ ગ્ાૃહજીવનના પ્રશ્ર્નો મૂંઝવશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આપના તમામ પ્રશ્ર્નોને આપ પ્રયત્નપૂર્વક ઉકેલી શકવા સમર્થ બની રહેશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ આપને અનપેક્ષિત સફળતા મળતી જણાશે. સાથે સાથે અન્ય આયોજનોની ચિંતાનું આવરણ પણ રહેવાની શક્યતાઓ ખરી જ. તા. ૧૫, ૧૬, ૧૭ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૮, ૧૯ લાભ થાય. તા. ૨૦ શુભ સમાચાર મળે. તા. ૨૧ પ્રગતિકારક દિવસ.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમય દરમિયાન ધંધાકીય પ્રવ્ાૃત્તિઓમાં નવરચના શક્ય બનશે. મહત્ત્વના કોલ-કરારોથી પણ લાભ થાય. સંભવિત પ્રતિકૂળતાને પહોંચી વળશો. માર્ગ મળતો રહેશે. હિતશત્રુઓ ફાવે તેમ જણાતું નથી. નોકરિયાત વર્ગને પણ ઠીક પ્રમાણમાં સફળતા મળશે. મકાન મિલકતની બાબતોમાં ખર્ચ વધવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૧૫, ૧૬, ૧૭ સફળતા સૂચક દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ લાભ થાય. તા. ૨૦ સામાન્ય દિવસ. તા. ૨૧ બપોર પછી રાહત થાય.