“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

 

 

મેષ (અ.લ.ઇ.)

આ અઠવાડિયા દરમિયાન આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. માનસિક તાણમાં ઘટાડો થશે. લાંબા સમયથી પેન્ડંગ કામ પૂરા થઈ શકે છે અને સહકર્મીઓનો સારો સહયોગ રહેશે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ જળવાશે.  તા. ૧૯, ૨૦, ૨૧ આપના આરોગ્યને લગતી ચિંતામાં સ્વાસ્થ્ય સારું રહે.  તા. ૨૨, ૨૩ નોકરી-ધંધામાં ઉઘરાણી, સહકર્મીઓનો સારો સહયોગ મળી રહે. તા. ૨૪, ૨૫ સાસરી પક્ષથી સારા સમાચાર મળતા આનંદમાં વધારો થાય.

 

વૃષભ (બ.વ.ઉ)

આ અઠવાડિયાના સમય દરમિયાન મિશ્ર લાભાલાભ રહેશે. તમારા હાથમાં અનેક તકો આવશે અને કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમારો દિવસ સારો રહેશે અને આવક વધવાના યોગ બની રહ્યા છે. પરિવારના વાતાવરણમાં કઈક સકારાત્મક અને સારી પળો જોવા મળશે.  તા. ૧૯, ૨૦, ૨૧ મિશ્ર લાભ થાય તેવા યોગો છે. તા. ૨૨, ૨૩ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ પ્રવાસ પર્યટન માટે સમય સારો છે.

 

મિથુન (ક.થ.ધ)

આ અઠવાડિયા દરમિયાન તણાવ ઓછો થવાની શક્યતા છે અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. તમારા કાર્યોને નવી રીતે શરૂ કરી શકો છો. જેમા સફળતા મળવાની શક્યતા છે. પ્રેમમાં સફળતા મળી શકે છે અને પાર્ટનર સાથે નીકટતા વધશે. તા. ૧૯, ૨૦, ૨૧ આર્થિક નાણાકીય લાભ થાય. તા. ૨૨, ૨૩  પ્રવાસ પર્યટન વગેરેથી લાભ થાય. તા. ૨૪, ૨૫ લગ્ન ઇચ્છુકો માટે આ સમય ઘણો જ સારો છે.

 

કકૅ (ડ.હ)

આ અઠવાડિયા દરમિયાન તમારે સતર્ક રહેવાની જરૂર છે અને ભાવનાત્મક રીતે નબળા પણ પડશો. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા પૂરેપૂરી તપાસ કરી લો. કારણ કે આર્થિક સ્થિતિ સારી નહીં રહે. ખર્ચ વધી જતા ઘરનું બજેટ બગડવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ થઈ શકે છે. તા. ૧૯, ૨૦, ૨૧ નાણાંની લેવડ-દેવડ દરમિયાન સજાગ રહેવું. તા. ૨૨, ૨૩ મિશ્ર દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ કોઈ પણ કામ કરતા સો વાર વિચાર કર્યા પછી જ નિર્ણય લેવો.

 

સિંહ (મ.ટ)

આ અઠવાડિયામાં અનાવશ્યક તણાવની સમસ્યાનો છે અને પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય પરેશાની પણ થઈ શકે છે. તમારા માટે આર્થિક મામલે નુકસાન થવાની શક્યતા છે. આથી કોઈ પણ નાણાકીય મામલે ઉતાવળ ન કરો. તમારો ગુસ્સો અને વાણી કાબૂમાં રાખો. નહીં તો હાનિકારક થઈ શકે છે.  તા. ૧૯, ૨૦, ૨૧ સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. તા. ૨૨, ૨૩ મિશ્ર દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ વાણી પર કાબૂ રાખવો.

 

કન્યા (પ.ઠ.ણ)

 અઠવાડિયામાં કોઈ કાર્ય બગડવાથી અસંતોષ રહે તેવી શક્યતા છે. તમારે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. તમારા મનને શાંત અને સંયમિત રાખો. વાણી પર સંયમ રાખો. ઘરમાં પ્રસન્નતાનો માહોલ રહેશે. તા. ૧૯, ૨૦, ૨૧ નોકરી-ધંધામાં સંયમ રાખીને વર્તવું હિતાવહ છે. તા. ૨૨, ૨૩ કોઈ કાર્ય બગડે નહિ તેનું વિશેષ ધ્યાન રાખવું. તા. ૨૪, ૨૫ વડીલોના આરોગ્યની ચિંતા રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું.

 

તુલા (ર.ત)

આખું અઠવાડિયું તમારા માટે સારું રહેશે. રોગોથી મુક્તિ મળવાની શક્યતા છે. કારોબારમાં પ્રગતિ માટે પ્રયાસ કરશો તો સફળતા મળશે. માનસિક તાણમાં ઘટાડો થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. તા. ૧૯, ૨૦, ૨૧ પ્રગતિકારક દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ નોકરી – ધંધામાં સારો લાભ થાય. તા. ૨૪, ૨૫ કૌટુંબિક કાર્યોમાં પ્રગતિકારક સફળતા મળે. લાંબાગાળાથી અટવાયેલા કાર્યોમાં સફળતા મળે. વિદ્યાર્થી મિત્રોને માનસિક શાંતિ રહે.

 

વૃશ્વિક (ન.ય)

આ અઠવાડિયું તમારા માટે પ્રગતિકારક છે અને પરિવારમાં માહોલ  સારો રહેશે. જીવનસ્તરને સારું બનાવવા માટે ધન ખર્ચ થશે, પરંતુ તેમાં ઉતાવળ ન કરો. જોબમાં તમારો પ્રભાવ વધશે અને આર્થિક લાભ થવાની પણ સંભાવના છે. તા. ૧૯, ૨૦, ૨૧ અટવાયેલા નાણાં પરત મળવાથી લાભ થાય. તા. ૨૨, ૨૩ નોકરીમાં બઢતીના યોગ. તા. ૨૪, ૨૫ નોકરી-ધંધામાં પ્રગતિ થાય. લાભકારક દિવસો પસાર થાય.

 

ધન (ભ.ધ.ફ.ટ)

આ અઠવાડિયા દરમિયાન કાર્યક્ષેત્રમાં સ્થિતિ ખુબ સારી રહેશે અને ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. આ સાથે જ  આર્થિક સ્થિતિ ખુબ સારી રહેશે. કાયદાકીય મામલે લાભ થશે. તમારે કામ અને પરિવારમાં બેલેન્સ કરવાની જરૂર છે. તા. ૧૯, ૨૦, ૨૧ ધનલાભ થતાં તમારો આનંદ બેવડાય. તા. ૨૨, ૨૩ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. તા. ૨૪, ૨૫ કાયદાકીય મામલે લાભ થાય

 

મકર (ખ.જ).

તમારા જીવનમાં બદલાવ લાવવાના પ્રયત્નો સફળ રહેશે અને સકારાત્મક વિચારોથી લાભ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા રહેશે અને તમારી છબી સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પ્રેમ જીવનમાં મધુરતા આવશે. તા. ૧૯, ૨૦, ૨૧ સકારાત્મક વિચારોથી આપનો લાભ બેવડાશે. તા. ૨૨, ૨૩ તમારા જીવનમાં બદલાવ આવવાની આપનું મન પ્રફુલ્લિત રહે. તા. ૨૪, ૨૫ નોકરી-ધંધામાં આપને બઢતીના ચાન્સ સારા છે. કુટુંબમાં પ્રગતિ થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ)

આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. જે કામ તમે લાંબા સમયથી પૂરું કરવા માંગતા હતા તે આ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. ધન લાભના યોગ છે અને કારોબાર તથા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. જીવનસાથી તમારી ભાવનાઓનું ધ્યાન રાખશે અને પરિવાર સાથે તાલમેળ જળવાઈ રહેશે. તા. ૧૯, ૨૦, ૨૧ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ આર્થિક ફાયદો થાય. તા. ૨૪, ૨૫ પરિવાર સાથે તાલમેલ જળવાશે.

 

મીન (દ.ચ.ઝ.થ)

તમારા અધૂરા રહેલા કામ આ અઠવાડિયા દરમિયાન પૂરા કરી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કારોબારમાં સારું પરિણામ મળશે. લક્ષ્મી યોગ જોવા મળી રહ્યો છે. ક્યાંકથી અચાનક ધનલાભ થવાની શક્યતા છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.  તા. ૧૯, ૨૦, ૨૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩ સારા સમાચાર મળે. તા. ૨૪, ૨૫ નોકરી-ધંધામાં  આવકના સ્ત્રોતો વધવાની સંભાવના છે.