“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું પડે. સાહસ-સટ્ટાથી દૂર રહેવું હિતાવહ ગણાય. નોકરિયાત વર્ગે વિશેષ સાચવવું પડે. વેપાર-ધંધામાં આવકની સામે જાવકનું પ્રમાણ ચાલુ રહેવા પામે. પારિવારિક પ્રશ્નોમાં સમાધાન રાખવાથી વિશેષ શાંતિ જળવાશે. તા. ૧૦, ૧૧, ૧૨ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળવું. તા. ૧૫, ૧૬ બપોર પછી રાહત જણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાય. નાણાકીય પ્રશ્નોને આપ હલ કરી શકશો છતાં ખર્ચ-ખરીદી પર અંકુશ રાખવો હિતાવહ જણાય છે. વેપાર-ધંધામાં આપને કેટલીક અનપેક્ષિત સમસ્યાઓનો સામનો કરવો પડે. કાર્યભાર જણાય. જમીન, મકાન અને વાહન અંગેની ચિંતા, ઉપાધિમાંથી બહાર આવી શકશો. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૧૫, ૧૬ સામાન્ય દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાને લગતી સમસ્યાઓનો ઉકેલ વિલંબિત જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ હજી મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. કૌટુંબિક જવાબદારીઓ વધવાની સંભાવના ખરી જ. તબિયતની કાળજી રાખવી પણ જરૂરી છે. વાહનથી ખાસ સંભાળવું. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક બાબતમાં સંભાળવું. તા. ૧૩, ૧૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ લાભ થાય.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય તો વળી ચિંતાનું આવરણ આવી જાય. નાણાકીય ચિંતા કંઈક હળવી થવા સંભાવના ખરી જ. વેપાર-ધંધાની કામગીરીઓ અટકી હોય તો એને આગળ વધારી શકશો. પ્રેમ-પ્રસંગ, મિલન-મુલાકાત અંગે સમયનો સાથ મળતો જણાય. તા. ૧૦, ૧૧, ૧૨ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય.

સિંહ (મ.ટ.)
માનસિક ચિંતા અને દબાણ હેઠળ હશો તો આપને થોડીઘણી રાહત થવાની સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને કાર્યનું ભારણ વધતું જણાય. કાર્યફળ વિલંબિત જણાય, પણ વધુ પ્રયત્નો થકી કામકાજ બનતાં જણાય. વાહનના પ્રશ્નો ગૂંચવાય નહિ એ ખાસ જોજો. નાણાકીય લેવડ-દેવડમાં પણ સાચવવું. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ કાર્યબોજ રહેવા પામશે. તા. ૧૫, ૧૬ વાહનથી ખાસ સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)
આપની માનસિક અશાંતિનું કારણ ખોટી શંકા-કુશંકા કે વહેમ હોય તો એનું નિવારણ શક્ય બનશે. આર્થિક બાબતો ગૂંચવાયેલી હશે તો એનો ઉકેલ મેળવી શકશો. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખવો જરૂરી છે. ઉઘરાણી પર ધ્યાન વધારવાથી લાભ જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવાની સંભાવના ખરી જ. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ લાભ થાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. નાણાભીડની તીવ્રતા ઘટાડવા કોઈ નવું આયોજન વિચારવું પડશે. નોકરિયાત વર્ગને ચિંતાનો ઉકેલ મળતો જણાય. નવીન તક મળે. જમીન, મકાન અને મિલકતની સમસ્યા ઘેરાતી જણાય. પ્રેમ-પ્રસંગની સમસ્યા જણાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૦, ૧૧, ૧૨ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૧૫, ૧૬ ચિંતાજનક દિવસો ગણાય.

વૃશ્ચિક (ન.ય.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. મનની શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. વેપાર, ધંધા અને વ્યવસાયનાં ક્ષેત્રમાં આરોગ્ય જળવાય. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. પારિવારિક પ્રશ્નોમાં સમજદારી અને સહનશીલતાથી કાર્ય કરવું પડશે. સરકારી તંત્ર સાથેનાં કામકાજમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જણાય નહિ. દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. માનસિક પરિસ્થિતિ અજંપાભરી રહેવા સંભાવના ખરી જ. જમીન, મકાન અને વાહનની બાબતમાં સમય સુધરતો જણાય. પારિવારિક પ્રશ્નોમાં સમાધાન રાખી સમય પસાર કરવો. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ બપોર પછી રાહત જણાય. તા. ૧૫, ૧૬ સામાન્ય દિવસો ગણાય.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહતનો અનુભવ થશે. આર્થિક પ્રશ્નોની મૂંઝવણ દૂર થતી જણાય. નોકરિયાત વર્ગને પણ સંજોગોની સાનુકૂળતાનો લાભ મળે એવા યોગો જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત શક્ય જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ સંવાદિત જણાય. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ સાનુકૂળતા વધવા પામે. તા. ૧૫, ૧૬ લાભમય દિવસો પસાર થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. નોકરી-ધંધામાં સમય સુધરતો જણાય. પારિવારિક પ્રશ્નોમાં ધારણા મુજબ ન થતાં મનદુઃખ રહેશે. દાંપત્યજીવનમાં પણ ઘર્ષણ ટાળવું તથા સહનશીલતા અને સમજદારી રાખવી હિતાવહ બની રહેશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. વાહનથી ખાસ સંભાળવું. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળવું. તા. ૧૩, ૧૪ ઘર્ષણ ટાળવું. તા. ૧૫, ૧૬ વાહનથી સંભાળવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાય. માનસિક તણાવ અને તંગદિલીમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ સાથે વિવાદ કે ગેરસમજ ટાળવાં. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ ચાલુ રહેવા પામશે. વેપાર-ધંધામાં લાભ અટકતો જણાય છતાં આવકનું પ્રમાણ જળવાશે. તા. ૧૦, ૧૧, ૧૨ રાહત જણાય. તા. ૧૩, ૧૪ ગેરસમજ ટાળવી. તા. ૧૫, ૧૬ સામાન્ય દિવસો પસાર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here