“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
1426

મેષ (અ.લ.ઇ.)

આપની માનસિક સ્થિતિને સ્વસ્થ અને સમતોલ રાખવા માટે આપને પ્રયત્નો વધારવા પડે અને સમાધાનવૃત્તિ રાખવી પડે. આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપજો. ગણતરીપૂર્વક ખર્ચનું આયોજન કરવું હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તથા સહ-કર્મચારીઓથી સાચવવું પડે, સંબંધ જાળવજો. તા. ૨૭, ૨૮, ૨૯ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૩૦, ૩૧ બપોર પછી રાહત જણાય. તા. ૧, ૨ લાભમય દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. આપની ચિંતાનો ઉપાય જડશે. નાણાકીય પ્રશ્નોને આપ હલ કરી શકશો. આવકનો નવો કોઈ માર્ગ સૂઝે. ખર્ચ-ખરીદી પર અંકુશ મૂકજો. નોકરિયાત વર્ગને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. ઉપરી અધિકારીનો રોષ વધે નહિ એ જોજો. વેપાર-ધંધામાં કેટલીક સમસ્યાઓના અંતે શાંતિ જણાય. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાય. તા. ૩૦, ૩૧ દરેક રીતે સંભાળવું. તા. ૧, ૨ સફળતા મળે.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાય. નાણાકીય બાબતોમાં પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. નોકરી, વેપાર-ધંધામાં આપનેે એકંદરે રાહત જણાય. પારિવારિક બાબતોમાં પણ ચિંતાજનક કશું જણાતું નથી. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રેમ પ્રસંગમાં ઝાઝી સફળતા મળે એમ જણાતું નથી. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાય. તા. ૩૦, ૩૧ સફળતા મળે. તા. ૧, ૨ દરેક રીતે સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપ માનસિક તણાવ અનુભવતા હોવ અથવા કોઈ અગમ્ય કારણોસર ઉદાસી કે નિરાશ હશો તો હવે આપને એમાં રાહત જણાશે. નવી આશાનો અહેસાસ થાય. નાણાકીય બાબતોમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને કાર્યબોજ રહેવા પામશે. ઉપરી અધિકારી સાથે સમાધાન રાખવું પડે. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાય. તા. ૩૦, ૩૧ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૧, ૨ સમાધાનકારી વલણ રાખવું હિતાવહ છે.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપ માનસિક ચિંતાગ્રસ્ત હશો તો થોડીક રાહત જણાશે, પરંતુ મનથી સમાધાન રાખવું પડશે. નાણાભીડનો ઉપાય કે રસ્તો અવશ્ય મળશે. નોકરિયાત વર્ગને કાર્યનું ભારણ વધતું જણાય. વિલંબથી કાર્યફળ મળે. વેપાર-ધંધામાં કંઈક રાહત જણાય છતાં વધુ પ્રયત્નો બાદ કામકાજમાં સફળતા મળે. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત થાય. તા. ૩૦, ૩૧ કાર્યબોજ વધવા પામે. તા. ૧, ૨ સફળતા મળે.

કન્યા (પ.ઠ.ણ.)

આપની માનસિક અશાંતિનું કારણ ખોટી શંકા-કુશંકા કે વહેમ હોય તો એનું નિવારણ કરવાથી રાહત થાય. આર્થિક બાબતો ગૂંચવાયેલી હશે તો એનો ઉકેલ મેળવી શકશો. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખવો પડશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. આવકની સામે જાવક ચાલુ રહેવા પામશે. તા. ૨૭, ૨૮, ૨૯ ઉચાટ, ઉદ્વેગ રહેવા પામે. તા. ૩૦, ૩૧ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૧, ૨ લાભ થાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નાણાભીડની તીવ્રતા ઘટાડવા કોઈ નવું આયોજન વિચારવું પડશે. અનપેક્ષિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ ખરી જ. નાણાભીડ વધે નહિ એના માટે યોગ્ય આયોજન અવશ્ય વિચારવું પડશે. વેપાર-ધંધામાં પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૨૭, ૨૮, ૨૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩૦, ૩૧ નાણાભીડ વધવા પામે. તા. ૧, ૨ લાભ જણાય.

વૃશ્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય. માનસિક ચિંતાઓ હળવી બનતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો છતાં સાથે સાથે નાણાકીય બાબતોમાં આવક-જાવકનું પલ્લું સમતોલ રાખવું પડશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવા પામે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં સંજોગો કઠિન જણાય છે છતાં પ્રયત્નોથી લાભ મળી શકે. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાય. તા. ૩૦, ૩૧ કાર્યબોજ વધવા પામે. તા. ૧, ૨ પ્રયત્નોથી લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપની માનસિક પરિસ્થિતિ આ સમયગાળામાં અજંપાભરી રહેવાની સંભાવના ખરી જ. નોકરી-ધંધા કે અન્ય કોઈ મહત્ત્વનાં કાર્યોમાં થોડી દોડધામ રહેવા પામશે. નોકરી-ધંધા કે અન્ય કોઈ મહત્ત્વનાં કામકાજ બાબતે આ સમય પરિવર્તન સૂચક જણાશે. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સમય સુધરતો જણાય. તા. ૨૭, ૨૮, ૨૯ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૩૦, ૩૧ સફળ દિવસો ગણાય. તા. ૧, ૨ રાહત થાય.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાય. નાણાકીય બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ પુરુષાર્થ વધારવો પડશે. પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાશે. સાંપત્તિક પ્રશ્નોમાં પણ ધાર્યું કામકાજ થઈ શકશે. ખાસ કરીને નવા-જૂના મકાનની લે-વેચનું કામ સરળ બનશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાય. તા. ૩૦, ૩૧ પ્રયત્નો થકી જરૂર લાભ મળે. તા. ૧, ૨ સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. સામાજિક તથા કૌટુંબિક પ્રશ્નોમાં માનસિક ચિંતા, બોજ વધવાની સંભાવના ખરી જ. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સમય હવે સુધરતો જણાય. જમીન, મકાન અને વાહનને લગતા તથા સાંપત્તિક પ્રશ્નોમાં સમય પ્રતિકૂળ હશે તો હવે સુધરશે છતાં દરેક બાબતમાં ઉતાવળા નિર્ણયો લેવા નહિ. તા. ૨૭, ૨૮, ૨૯ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૩૦, ૩૧ રાહત જણાય. તા. ૧, ૨ દરેક રીતે સંભાળવું.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને રાહત જણાશે. આશા, ઉત્સાહ વધવા પામશે. આવકવૃદ્ધિના પ્રયત્નો ફળતા જણાય. નોકરિયાત વર્ગને ગેરસમજોથી બચવું પડશે અને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વેપાર-ધંધામાં લાભ જણાય છતાં એ અપેક્ષિત ન હોવાની સંભાવના ખરી જ. પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાય. તા. ૨૭, ૨૮, ૨૯ પ્રયત્નોથી લાભ થાય. તા. ૩૦, ૩૧ દરેક રીતે સંભાળવું. તા. ૧, ૨ રાહત જણાય.