જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1385

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં નોકરિયાત વર્ગને અગત્યની કોઈ કામગીરીને સફળ બનાવવાની તક મળે. વેપાર-વ્યવસાય, ઉદ્યોગ, કોન્ટ્રેક્ટનાં કામકાજમાં કાર્યબોજ રહેવા પામે. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ દૂર થાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં રાહત જણાય. સંતાનના પ્રશ્નોનો ઉકેલ મળતાં વિશેષ આનંદ થાય. તા. ૨૦, ૨૧ સફળ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩, ૨૪ કાર્યબોજ રહે. તા. ૨૫, ૨૬ આનંદમય દિવસો પસાર થાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નો આગળ ધપાવી શકશો. ગૃહજીવન, સ્વજન, લગ્ન-વિવાહની બાબતોનો હલ મળતો જણાય. પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા મળે. વેપાર-ધંધામાં નાણાકીય સાહસથી દૂર રહેવું. આરોગ્ય જળવાય. પ્રવાસ-પર્યટન માટે સમય યોગ્ય નથી. તા. ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપ લાંબા ગાળાની યોજના ગણતરીપૂર્વક પગલાં લઈ સુધારી શકશો. જાવક પર અંકુશ રાખશો. નોકરિયાત વર્ગને અગત્યની કોઈ કામગીરીને સફળ બનાવવાની તક મળે. વેપાર-ધંધામાં પ્રગતિ ધીમી જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં ઉકેલ મળે. કૌટુંબિક કામ, પ્રસંગોને પાર પાડી શકશો. તા. ૨૦, ૨૧ સફળ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩, ૨૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ સફળતા મળે.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં નોકરિયાત વર્ગને સાનુકૂળતા તથા સફળતા જણાય. વેપાર-ધંધામાં ધીમી અને મક્કમ પ્રગતિની તકો ઊભી થતી જોવા મળે. જમીન, મકાન અને વાહન સંદર્ભે આપ પ્રતિકૂળતા કે અડચણોમાંથી બહાર નીકળી શકશો. કૌટુંબિક, સામાજિક, સ્વજન તથા સંતાન અંગેની કોઈ સમસ્યા, ચિંતા હોય તો હલ મેળવી શકશો. તા. ૨૦, ૨૧ સફળ દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩, ૨૪ લાભમય દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ આનંદમય દિવસ ગણાય.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં એકંદરે આપ રાહતની લાગણી અનુભવશો. જમીન, મકાન અને વાહનને લગતાં કામકાજમાં પણ સફળતા મળે એમ છે. ગૃહજીવન, લગ્ન-વિવાહ, સામાજિક બાબતો તથા સ્વજનો અને સંતાનો અંગેના સંજોગો સુધરતા જણાય. પ્રેમ-પ્રસંગ, સ્નેહીથી મુલાકાત શક્ય બને. આરોગ્ય જાળવવું. તા. ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩, ૨૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૫, ૨૬ આરોગ્ય જાળવવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જણાય નહિ. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી સાચવવું પડે. હાથ નીચેના કર્મીઓનો સાથ મળતો જણાય. વેપાર-ધંધા, વ્યવસાયના ક્ષેત્રમાં આગળ વધવા માટે વધુ પ્રયત્નો જરૂરી બને. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ નથી. તા. ૨૦, ૨૧ દરેક રીતે સંભાળવું. તા. ૨૨, ૨૩, ૨૪ કંઈક રાહત જણાય. તા. ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપની માનસિક પરિસ્થિતિને સમતોલ રાખી દઢતાપૂર્વક આપ આગળ વધી શકશો. મનનો બોજ હળવો બને. નાણાકીય બાબતોમાં સાહસ કરવું યોગ્ય નથી. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં હલ મેળવી શકશો. પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાય. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૨૦, ૨૧ બપોર પછી રાહત જણાય. તા. ૨૨, ૨૩, ૨૪ દરેક રીતે સંભાળવું. તા. ૨૫, ૨૬ સફળ દિવસો ગણાય.

વૃરશ્ચક (ન.ય.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો વળી એકાદ-બે દિવસ ચિંતાનું આવરણ આવી જાય. વેપાર-ધંધા અને વ્યવસાયના ક્ષેત્રમાં આપનો માર્ગ મોકળો બનશે. જમીન, મકાન તથા વાહનને લગતા પ્રશ્નોમાં રાહત જણાય. આરોગ્ય જાળવી શકશો. તા. ૨૦, ૨૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩, ૨૪ લાભ થાય. તા. ૨૫, ૨૬ આરોગ્ય જાળવવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય છતાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં સફળતાની તક આવી મળે. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નો ગૂંચવાતા હોય તો એનો ઉકેલ મળશે. કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરી લેજો. તા. ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો પસાર થાય. તા. ૨૫, ૨૬ લાભમય દિવસો ગણાય.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં એકંદરે આપ રાહતની લાગણી અનુભવશો. પારિવારિક પ્રશ્નોમાં આપની ચિંતા હળવી બને. વેપાર-ધંધામાં આવકનું પ્રમાણ જળવાય. પ્રિયજનથી મુલાકાત-મિલન જેવી બાબતો અંગે સમય સુધરતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. કાનૂની પ્રશ્નોમાં મૂંઝવણ ચાલુ રહે. તા. ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩, ૨૪ સફળ દિવસો પસાર થાય. તા. ૨૫, ૨૬ સામાન્ય દિવસો ગણાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. જમીન, મકાન અને વાહન તથા સાંપત્તિક પ્રશ્નોમાં આપની ચિંતા હળવી બને. પ્રિયજન સાથેની મુલાકાત-મિલન જેવી બાબતોમાં સમય સુધરતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. ૨૦, ૨૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૨, ૨૩, ૨૪ લાભમય દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ વાહનથી ખાસ સંભાળવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધામાં કામ વધુ અને વળતર ઓછું જણાય. જમીન, મકાન અને વાહનને લગતી સમસ્યા હલ થતી જણાય. કૌટુંબિક- સામાજિક પ્રશ્નોમાં આનંદ મળે. પ્રેમ-પ્રસંગ, મિલન-મુલાકાતને લગતાં કામકાજમાં મન બેચેન રહેવા પામે. તા. ૨૦, ૨૧ દરેક રીતે સંભાળવું. તા. ૨૨, ૨૩, ૨૪ લાભ જણાય. તા. ૨૫, ૨૬ વાહનથી સંભાળવું.