જ્યોતિષ રાશિ ભવિષ્ય

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. અધૂરાં – અટકેલાં નાના મોટા પારીવારિક કાર્યો પૂર્ણ થતાં આપ વિશેષ નંદની લાગણી અનુભવશો. વેપાર રોજગારમાં આવકનું પ્રમાણ જળવાશે. નોકરિયાત વર્ગને પણ વિશેષ રાહત થાય તેવા યોગો પ્રબળ જણાય છે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. ૨૬, ૨૭, ૨૮ રાહત જણાય. તા. ૨૯, ૩૦ આનંદમય દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ પ્રવાસ આયોજન કર્યું હોય તો શક્ય બને.
સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા પ્રબળ યોગો જણાય છે. વેપાર – રોજગારમાં આવકનું પ્રમાણ યથાવત્ રહેવા પામશે. તરુણો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વિવાહ ઇચ્છુકો માટે પણ સમય શુભ અને સાર્થક જણાય છે. મિલન મુલાકાત શક્ય બનશે. પારિવારિકૂંઝવણ દૂર થશે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ આવક વધવા પામે. તા. ૩૧, ૧ સફળ દિવસો.
કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહના સઙળા દિવસો આનંદમય પસાર થાય તેવા પ્રબળ યોગો જણાય છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય વિશેષ શુભ અને સાનુકૂળ જણાય છે. વેપાર – રોજગારમાં આવકનું પ્રમાણ વધવા પામશે. ગૃહસ્થ જીવનમાં પણ સંવાદિતા રહેશે. તરુણોના પ્રશ્નો સરળતાથી ઊકલી શકે તેમ છે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ આર્થિક લાભ થાય. તા. ૩૧, ૧ સફળ દિવસો ગણાય.
તુલા (ર.ત.)
આનંદ – ઉલ્લાસભર્યા દિવસો સાથે આપનું આ સપ્તાહ આપના પરિવાર માટે આનંદમય પુરવાર થશે. અધૂરાં અટકેલાં તમામ કાર્યો સિદ્ધ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. તરુણો માટે વિશેષ શુભ જણાય છે. વિવાહ ઇચ્છુકો માટે પણ આ સમય શુભ ફળદાયક સાબિત થઈ શકે તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ શુભ સમાચાર મળે. તા. ૩૧, ૧ લાભકારક દિવસો ગણાય.
વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. નોકરિયાત વર્ગને દોડધામ જવાબદારી વગેરે વધવા પામશે. ખર્ચનું પ્રમાણ વધવાની સંભાવના પણ ખરી જ. આત્મવિશ્વાસથી કામકાજમાં અવશ્ય સફળતા મળસે. વેપાર-ધંધામાં પણ પ્રગતિકારક રચના થાય તેવા યોગો ખરા જ. પારિવારિક સુખ-શાંતિ યથાવત્ રહેશે. તા. ૨૬, ૨૭, ૨૮ રાહત જણાય. તા. ૨૯, ૩૦ સફળ દિવસો ગણાય. તા. ૩૧, ૧ સામાન્ય દિવસો ગણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આનંદ-ઉલ્લાસભર્યા વાતાવરણમાં આપનું આ સપ્તાહ આનંદમય બની રહે તેવા પ્રબળ યોગો જણાય છે. પારીવારિક પ્રશ્નોમાં પણ ઘણી રાહત જણાશે. નવું હાઉસ લેવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે સમય સાનુકૂળ છે. વેપાર-ધંધામાં આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ છે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ આર્થિક લાભ થાય. તા. ૩૧, ૧ પ્રવાસનું આયોજન થઈ શકે.
મકર (ખ.જ.)
આ સપ્તાહ દરમિયાન આપના સઘળા દિવસો આનંદ-ઉલ્લાસમાં વ્તીત થાય તેવા પ્રબળ યોગો જણાય છે. ગૃહસ્થજીવનમાં પણસંવાદિતા રહેશે. તરુણો માટે વિશેષ પ્રગતિકારક રચના થાય તેવું પણ બનશે. છતાં તેમનો એકાદ પ્રશ્ન જરૂર મૂઝવણ ઊભી કરશે. સંતાનોના પ્રશ્નોમાં વિશેષ રાહત જણાશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ સફળ દિવસો ગણાય. તા. ૩૧, ૧ રાહત જણાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. અધૂરાં-આદરેલાં તમામ કાર્યોમાં પ્રગતિકારક રચના થતાં આપ વિશેષ આનંદની લાગણી અનુભવશો. શુભેચ્છકોની, મિત્રોની મદદ થકી સઘળાં કાર્યો શક્ય બનશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. આર્થિક ઉન્નતિના યોગો પ્રબળ બનતા જણાય છે. તા. ૨૬, ૨૭, ૨૮ રાહત જણાય. તા. ૨૯, ૩૦ સફળ દિવસો ગણાય. તા. ૩૧, ૧ આર્થિક લાભ થાય.
મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આનંદ ઉલ્લાસમાં વ્યતીત થાય તેવા યોગો જણાય છે. વૈવાહિક જીવનમાં વ્યાપેલી નિરાશા દૂર થતાં વિશેષ આનંદ અને રાહતની લાગણી અનુભવશો. સપ્તાહના પ્રારંભમાં જ આર્થિક ઉત્કર્ષ થાય તેવા પ્રબળ ગ્રહયોગોને કારણે આપ ચિંતામુક્ત રહી શકશો. આરોગ્ય જળવાશે. તા. ૨૬, ૨૭, ૨૮ સફળ દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ રાહત જણાય. તા. ૩૧, ૧ આંતરિક શાંતિ જણાય.