જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
919

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જણાશે. વ્યવસાય વ્યાપાર ક્ષેત્રે અપેક્ષિત પરિણામ મળતાં સંતોષ જણાશે. ગૃહસ્થ જીવનમાં પણ સંવાદિતા રહેતાં વિશેષ પ્રસન્નતાનો અનુભવ થશે. શુભેચ્છકો-મિત્રો સાથેની મુલાકાત ફળદાયી નીવડશે. મિત્રવર્તુળમાં સ્નેહભાવ વધવા પામશે. તબિયતની કાળજી રાખવી. નાણાકીય પ્રશ્નો હલ થશે. તા. 17, 18 રાહત જણાશે. તા. 19, 20, 21 આનંદમય દિવસો પસાર થાય. તા. 22, 23 તબિયતની કાળજી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થશે. ઘરનાં, બહારનાં અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. ગૃહોપયોગી ચીજવસ્તુઓ માટે ખર્ચ-ખરીદી થશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પરિવાર સાથે શક્ય બનશે. પરદેશ જવા ઇચ્છનાર માટે પણ સમય શુભ છે. તા. 17, 18 આનંદમાં દિવસો પસાર થાય. તા. 19, 20, 21 શુભ દિવસો ગણાય. તા. 22, 23 શુભ સમાચાર મળે.
મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ બે દિવસ આનંદમાં જાય તો વળી બે દિવસ શોકમગ્ન રહેવા પામશો. ગૃહસ્થ જીવનમાં અસંતોષ જણાશે. પરસ્પર ગેરસમજોથી દૂર રહેવું હિતાવહ ગણાય. તબિયતની કાળજી રાખવી પડશે. તરુણો માટે સમય શુભ જણાય છે. તા. 17, 18 સામાન્ય દિવસો ગણાય. તા. 19, 20, 21 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 22, 23 દરેક રીતે સંભાળવું.
કર્ક (ડ.હ.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું પડશે. ઘરનાં, બહારનાં તમામ કાર્યોમાં ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. સહકુટુંબ પ્રવાસનું આયોજન પણ શક્ય જણાય છે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ ચિંતાનું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. વેપાર-વ્યવસાયમાં આર્થિક વિટંબણા ઊભી થવાની શક્યતાઓ ખરી જ. તા. 17, 18 સામાન્ય દિવસો ગણાય. તા. 19, 20, 21 ચિંતાજનક દિવસો. તા. 22, 23 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું
સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. નાના-મોટા આર્થિક વ્યવહારોમાં સરળતા રહેશે. વેપાર-વ્યવસાયમાં આવકનું પ્રમાણ જળવાશે. નોકરિયાત વર્ગને પગારવધારો મળવાની શક્યતાઓ પણ ખરી જ. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. વૈવાહિક જીવનમાં પરસ્પર સંયમનું વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ ખરી જ. નવી ઓળખાણથી લાભ થશે. તા. 17, 18 રાહત જણાશે. તા. 19, 20, 21 આવક વધશે. તા. 22, 23 લાભ થાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એકાદ બે દિવસ આનંદમાં જાય તો વળી કંઈ અડચણો સાથે ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જેવું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાભીડની સમસ્યાઓનો અનુભવ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 17, 18 સામાન્ય દિવસો ગણાય. તા. 19, 20, 21 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 22, 23 ચિંતાજનક દિવસો ગણાય.
તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ઘરનાં-બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. વેપાર-વ્યવસાયમાં પણ આવકનું પ્રમાણ જળવાઈ રહેતાં સંતોષની માત્રા વધશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી બની રહેશે. તરુણ વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. તા. 17, 18 આનંદમય દિવસો પસાર થાય. તા. 19, 20, 21 એકંદરે રાહત જણાય. તા. 22, 23 લાભ થાય.
વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહની શરૂઆતના દિવસોને બાદ કરતાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. શરૂઆતમાં કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ સાથે નાણાભીડ તથા સંતાનોના આરોગ્યની ચિંતા ઊભી થવાની શક્યતાઓ વિશેષ જણાય છે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ રાહતની અનુભૂતિ થશે. અનપેક્ષિત પ્રવાસ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 17, 18 રાહત જણાય. તા. 19, 20, 21 દરેક રીતે સંભાળવું. તા. 22, 23 પ્રવાસ માટે સાનુકૂળતા જણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. સહકુટુંબ પ્રવાસનું આયોજન પણ શક્ય બનશે. તબિયતની કાળજી રાખવી. ખાસ કરીને આંખોની સંભાળ વિશેષ રાખવી. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેતાં મન પ્રસન્નતાની લાગણી અનુભવશે. શુભેચ્છકો-મિત્રોનો સહકાર મળશે. તા. 17, 18 આનંદમય દિવસો પસાર થાય. તા. 19, 20, 21 તબિયતની કાળજી રાખવી. તા. 22, 23 કંઈક રાહત થાય.
મકર (ખ.જ.)
સપ્તાહની શરૂઆતના મોટા ભાગના દિવસો આપના સુખ-શાંતિપૂર્ણ નીવડે તેવા ગ્રહયોગો જણાય છે. ઘરનાં-બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં આપ વિશેષ આનંદની લાગણી અનુભવશો. નિરાશાજનક વાતાવરણમાંથી છુટકારો મળશે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થતાં વિશેષ પ્રસન્નતા થશે. અંતિમ દિવસોમાં ગુપ્ત ચિંતા રહેશે. તા. 17, 18 શુભમય દિવસો પસાર થાય. તા. 19, 20, 21 સફળતા મળતાં આનંદ બેવડાશે. તા. 22, 23 સામાન્ય દિવસો ગણાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થશે. આપનાં હાથ ધરેલાં તમામ પ્રકારનાં કાર્યોમાં સફળતા મળતાં આપ વિશેષ આનંદની લાગણી અવશ્ય અનુભવશો. તરુણોને શૈક્ષણિક જીવનમાં સાનુકૂળ વધારવાની સાથે યશ મળશે. અંતિમ તબક્કામાં વ્યાપાર ક્ષેત્રે ભાગીદારીના પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તા. 17, 18 આનંદમય દિવસો ગણાય. તા. 19, 20, 21 સાનુકૂળતા વધશે. તા. 22, 23 દરેક રીતે સંભાળવું.
મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહની શરૂઆતના દિવસોમાં આપને એકંદરે રાહતની અનુભૂતિ થશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ દરેક બાબતમાં દરેક રીતે વિચારપૂર્વક આગળ વધવું હિતાવહ બની રહેશે. વેપાર-વ્યવસાયમાં નાણાકીય સાહસથી દૂર રહેવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. વાહનથી ખાસ સંભાળવું. તા. 17, 18 રાહત જણાય. તા. 19, 20, 21 સંયમથી નિર્ણયો લેવા. તા. 22, 23 વાહનથી ખાસ સંભાળવું.