મેષ (અ.લ.ઇ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને સર્વ પ્રકારે રાહત જણાશે. વ્યાપાર – વ્યવસાય ક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધવા પામશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગૃહજીવનની સમસ્યાઓ આપની શાંતિનો ભંગ કરે તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગે વિશેષ સાવધાની રાખવી. તા. 10, 11 રાહત જણાય. તા. 12, 13, 14 લાભકારક દિવસો પસાર થાય. તા. 15, 16 સામાન્ય દિવસો ગણાય
વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ બે દિવસ આનંદમાં જાય તો વળી બે દિવસ શોકાતુર બની જવાય. પ્રારંભિક તબક્કામાં સર્વ પ્રકારની ચિંતા રહ્યા કરશે, પરંતુ સપ્તાહના અંતિમ દિવસોમાં કંઈક રાહત જણાશે. સાર્વજનિક જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓએ વિશેષ સંભાળવું પડશે. તા. 10, 11, 12 સામાન્ય દિવસો ગણાય. તા. 13, 14 ચિંતાજનક દિવસો ગણાય. તા. 15, 16 દરેક રીતે સંભાળવું.
મિથુન (ક.છ.ઘ.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને રાહત જેવું જણાશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ ઘરનાં તથા બહારનાં તમામ કાર્યોમાં ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. વડીલોના આરોગ્યની ચિંતા ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. પરદેશ જવા ઇચ્છતી વ્યક્તિઓ માટે સમય સાનુકૂળ જણાય છે. તા. 10, 11 રાહત જણાય. તા. 12, 13, 14 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 15, 16 તબિયતની કાળજી રાખવી.
કર્ક (ડ.હ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જેવું જણાશે. ઘરનાં તથા બહારનાં અટકેલાં – અધૂરાં કાર્યો સરળતાથી પૂર્ણ થતાં વિશેષ શાંતિ થશે. ગૃહજીવનમાં પણ સંવાદિતા જળવાશે. વ્યવસાય – વ્યાપાર ક્ષેત્રમાં વિશેષ પ્રગતિકારક રચના થવાની સંભાવના ખરી જ. સ્વતંત્ર વ્યવસાય કરતી વ્યક્તિઓને વિશેષ આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 10, 11, 12 રાહત જણાય. તા. 13, 14 લાભકારક દિવસો. તા. 15, 16 સારા સમાચાર મળે.
સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. પ્રારંભિક દિવસોમાં આર્થિક લાભ થવાની શક્યતાઓ ખરી જ. તરુણો માટે સમય વિશેષ લાભદાયી જણાય. સરકારી તંત્ર સાથેના કામકાજમાં પણ વિશેષ રાહતની અનુભૂતિ થશે. તા. 10, 11, 12 ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. તા. 13, 14 લાભકારક દિવસો પસાર થાય. તા. 15, 16 રાહતની અનુભૂતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા પ્રબળ યોગો જણાય છે. નોકરિયાત વર્ગની યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વ્યવસાય – વ્યપાર ક્ષેત્રમાં પણ આર્થિક દષ્ટિએ લાભ થવાની શક્યતાઓ વિશેષ જણાય છે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી જણાય છે. તા. 10, 11, 12 આનંદમય દિવસો ગણાય. તા. 13, 14 લાભ થાય. તા. 15, 16 સફળ દિવસો ગણાય.
તુલા (ર.ત.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નાણાકીય સાહસથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. કોર્ટ મેટરમાં હજી વિશેષ લાભ થાય તેવી શક્યતાઓ જણાતી નથી. હિતશત્રુઓથી સાવધાની રાખવી જરૂરી જણાય છે. પ્રવાસ પર્યટન માટે સમય શુભ જણાતો નથી. વાહનથી ખાસ સંભાળવું. તા. 10, 11, 12 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 13, 14 લાભ થાય. તા. 15, 16 વાહનથી સંભાળવું.
વૃશ્ચિક (ન.ય.)
શરૂઆતના દિવસોમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. જેમ જેમ દિવસો વ્યતીત થતા જશે તેમ તેમ નવી નવી જવાબદારીઓ આપને અકળાવશે. તરુણો માટે સમય શુભ જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યશપ્રાપ્તિ થઈ શકે. શરીરની કાળજી વિશેષ રાખવી. ભાઈ-ભાંડુની ચિંતા રહ્યા કરશે. તા. 10, 11, 12 આનંદમય દિવસો ગણાય. તા. 13, 14 જવાબદારીઓ વધશે. તા. 15, 16 ચિંતાજનક દિવસો ગણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. વધારે પડતા વિશ્વાસમાં રહી કોઈ પણ પ્રકારનું સાહસ કરવું હિતાવહ જણાતું નથી. શરીરની કાળજી વિશેષ રાખવી. ઘરની બહારની જવાબદારીઓ વિશેષ ચિંતા રખાવશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 10, 11, 12 સામાન્ય દિવસો ગણાય. તા. 13, 14 શરીરની કાળજી રાખવી. તા. 15, 16 કાર્યબોજ વધવા પામશે.
મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપ હરો ફરો પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. દોડધામ ખર્ચ જેવી બાબતો પણ આપની મનની શાંતિને હણી નાખશે. તરુણો માટે સમય શુભ જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવશ્ય યશ મળે તેવા યોગો જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં કંઈક રાહત જણાશે. તા. 10, 11, 12 સામાન્ય દિવસો પસાર થાય. તા. 13, 14 કંઈક અંશા રાહત થાય. તા. 15, 16 લાભકારક દિવસો પસાર થાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં એકંદરે રાહત જણાવા છતાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. વ્યાપાર – વ્યવસાય ક્ષેત્રમાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ જણાય છે. તરુણો માટે સમય શુભ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યશ મળવાની સંભાવના ખરી જ. સરકારી તંત્ર સાથેના કામકાજમાં પરિસ્થિતિ સાનુકૂળ જણાતી નથી. તા. 10, 11, 12 રાહત જણાય. તા. 13, 14 યશ, પ્રતિષ્ઠા મળે. તા. 15, 16 દરેક રીતે સંભાળવું.
મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો વળી બે દિવસ ચિંતાગ્રસ્ત રહેવું પડે. પ્રારંભિક તબક્કામાં વિશેષ સમસ્યાઓ જણાશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ સર્વ કાર્યોમાં સફળતા મળતાં આપ વિશેષ રાહતની લાગણી અનુભવશો. શેર-સટ્ટો-લોટરીથી દૂર રહેવું. તા. 10, 11, 12 સામાન્ય દિવસો ગણાય. તા. 13, 14 ચિંતાજનક દિવસો ગણાય. તા. 15, 16 કંઈક રાહત જણાય.