“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
1207

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એકાદ દિવસ આનંદમાં જાય તો વળી ચિંતાનું આવરણ આવી જાય. ઘરનાં અને બહારનાં કામોમાં વ્યસ્તતા વિશેષ રહેશે. સાથે સાથે તબિયતની કાળજી રાખવી પણ જરૂરી બની રહેશે. ખાસ કરીને ગૃહજીવનના પ્રશ્નો આપને મૂંઝવશે. નોકરિયાત વર્ગે વિશેષ સમજદારી અને સહનશીલતાથી કાર્ય કરવું પડશે. તા. 3, 4, 5 સામાન્ય દિવસો ગણાય. તા. 6, 7 ચિંતાજનક દિવસો. તા. 8, 9 સંયમ રાખવો.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં અશાંતિનું આવરણ રહ્યા કરશે. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓએ ખાસ સાચવવું પડશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ એકંદરે આપને રાહતની અનુભૂતિ અવશ્ય થશે. સપ્તાહના અંતિમ દિવસોમાં સર્વ પ્રકારે લાભની આશા રાખી શકાય તેમ છે. તબિયતની કાળજી વિશેષ રાખવી. તા. 3, 4, 5 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 6, 7 રાહત જણાય. તા. 8, 9 લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સર્વત્ર પ્રતિકૂળતાઓ વચ્ચે કામ કરવું પડશે. આર્થિક નુકસાન થવાની સંભાવના પણ ખરી જ. ચોરી – નુકસાનીનો ભય રહેશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપને રાહતનો અનુભવ થશે. તરુણો માટે સમય શુભ છે. તા. 3, 4, 5 દરેક રીતે સંભાળવું. તા. 6, 7 કંઈક રાહત જણાય. તા. 8, 9 શુભ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને રાહતનો અનુભવ થશે. અધૂરાં, અટકેલાં કામો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. નોકરિયાત વર્ગને પગાર-વધારો મળવાની શક્યતાઓ પણ ખરી જ. સ્વતંત્ર વ્યવસાય કરનારને વિશેષ લાભ થશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. મિલન-મુલાકાત સફળ નીવડશે. તા. 3, 4 રાહત જણાય. તા. 5, 6 વિશેષ લાભ થાય. તા. 7, 8 આનંદમય દિવસો પસાર થાય. તા. 9 લાભમય દિવસ.

સિંહ (મ.ટ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને સર્વ પ્રકારે રાહતની અનુભૂતિ થશે. આપનાં આદરેલાં અધૂરાં સર્વ કાર્ર્યો પૂર્ણ થઈ શકશે. કોઈ મધ્યસ્થી દ્વારા લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત વર્ગને મનપસંદ બઢતી અથવા બદલી મળવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. સપ્તાહના અંતિમ દિવસોમાં સર્વ પ્રકારે સંભાળવું. તા. 3, 4 રાહત જણાય. તા. 5, 6, 7 સામાન્ય દિવસો ગણાય. તા. 8, 9 સર્વ પ્રકારે સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થવાની શક્યતાઓ ખરી જ. આપને સર્વ કાર્યોમાં સહજતાથી સફળતા મળતાં આપ વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. ગૃહજીવનમાં પણ સંવાદિતાનો અનુભવ થશે. તરુણો માટે પણ સમય શુભ જણાય છે. તા. 3, 4, 5 આનંદમય દિવસો ગણાય. તા. 6, 7 રાહત જણાય. તા. 8, 9 શુભ દિવસો પસાર થાય.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં સતત ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. ઘરના-બહારના નાના-મોટા પ્રશ્નો આપની શાંતિમાં અવશ્ય ભંગ કરે તેવા યોગો જણાય છે. શરીરની કાળજી વિશેષ રાખવી. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. આર્થિક આયોજનોમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. ગૃહસ્થજીવનમાં સંયમ રાખવો. તા. 3, 4 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 5, 6 શરીરની કાળજી રાખવી. તા. 7, 8, 9 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. આપનાં અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. નોકરિયાત વર્ગને એકંદરે રાહતની અનુભૂતિ થશે. સરકારી તંત્ર સાથેના – કોર્ટ પ્રકરણમાં પણ સંતોષકારક પ્રગતિ જણાશે. અંતિમ દિવસોમાં આરોગ્યની કાળજી રાખવી. તા. 3, 4, 5 રાહત જણાય. તા. 6, 7 શુભ દિવસો ગણાય. તા. 8, 9 તબિયતની કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ઘરનાં-બહારનાં તમામ કાર્યોમાં સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા પડશે. આંખોની કાળજી વિશેષ રાખવી હિતાવહ બની રહેશે. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ પણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. તા. 3, 4, 5 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 6, 7 તબિયતની કાળજી રાખવી. તા. 8, 9 સામાન્ય દિવસો ગણાય.

મકર (ખ.જ.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઘરનાં – બહારનાં નાના મોટા તમામ પ્રશ્નોમાં આપની મૂંઝવણ વધતી જણાશે. ગૃહજીવનમાં પણ સમજદારી અને સંયમથી કાર્ય કરવું પડશે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું પણ જરૂરી છે. તા. 3, 4 અશાંતિ રહેશે. તા. 5, 6 સંયમથી વર્તવું. તા. 7, 8 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું આપના હિતમાં છે. તા. 9 મિશ્ર દિવસ પસાર થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો વળી બે દિવસ ચિંતાનું આવરણ આવી જાય. ગૃહજીવનની સમસ્યાઓ યથાવત્ રહેશે. આરોગ્યની કાળજી રાખવી. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ પર્યટન માટે સમય સાનુકૂળ જણાતો નથી. આર્થિક વ્યવહાર કાળજીપૂર્વક કરવો. તા. 3, 4, 5 સામાન્ય દિવસો ગણાય. તા. 6, 7 આરોગ્યની કાળજી રાખવી. તા. 8, 9 પ્રવાસ ટાળવો.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને રાહતની અનુભૂતિ થશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા રહેશે તેમ તેમ નવા નવા પ્રશ્નો આપની શાંતિમાં ભંગ કરશે. આવકની સામે જાવકનું પ્રમાણ વધવાની સંભાવના પણ ખરી જ. આર્થિક પ્રશ્નોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી જણાય છે. તા. 3, 4, 5 રાહત જણાય. તા. 6, 7 મૂંઝવણ વધવા પામશે. તા. 8, 9 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.