જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1160

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક દિવસોમાં સર્વ કાર્યોમાં સફળતા મળતાં આનંદની અનુભૂતિ થશે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને ગૃહસ્થજીવનમાં સંયમ અને સમજદારીથી કામ કરવું પડશે. નોકરિયાત વર્ગને રાહત જણાશે. તા. 27, 28, 29 સામાન્ય દિવસો ગણાય. તા. 30, 31 લાભ થાય. તા. 1, 2 સંભાળીને કામકાજ કરવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. નોકરિયાત વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. મિલન-મુલાકાત સફળ બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છે. સપ્તાહના અંતિમ દિવસોમાં આપને વિશેષ લાભ થવાની તથા યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ ખરી જ. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 31 વિશેષ લાભ થાય. તા. 1, 2 આરોગ્ય સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. મહત્ત્વનાં હાથ ધરેલાં કાર્યોમાં અવશ્ય સફળતા મળે તેમ છે. નોકરીનો પ્રશ્ન પણ હલ થવા સંભાવના ખરી જ. સપ્તાહના અંતિમ દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 31 લાભ થાય. તા. 1, 2 સંભાળીને કામકાજ કરવું.

કર્ક (ડ.હ.)
આ સમયગાળળમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. તદુપરાંત સ્વતંત્ર વ્યવસાય કરનારાઓ માટે પણ સમય વિશેષ શુભ જણાય છે. ઘર માટે ખર્ચ-ખરીદી થવા સંભાવના ખરી જ. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ જણાતો નથી. એકંદરે સપ્તાહ સફળ જણાશે. તા. 27, 28, 29 આનંદમય દિવસો પસાર થાય. તા. 30, 31 શુભ કાર્ય થઈ શકે. તા. 1, 2 પ્રવાસ ટાળવો.

સિંહ (મ.ટ.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં પ્રગતિકારક રચના થશે. દરેક કાર્યમાં સફળતા મળતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો, પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ દરેક બાબતમાં કાળજી રાખવી અનિવાર્ય બની રહેશે. નાણાકીય સાહસથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધવા પામશે. પ્રવાસ ટાળવો. તા. 27, 28, 29 પ્રગતિકારક દિવસો ગણાય. તા. 30, 31 લાભ થાય. તા. 1, 2 કાર્યબોજ વધવા પામશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહના સઘળા દિવસો આપના માટે આનંદમય બની રહેશે. નોકરિયાત વર્ગને પણ ઘણી રાહત જણાશે. વ્યવસાય-વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલી વ્યક્તિઓને પણ આર્થિક લાભ સાથે સાનુકૂળતા વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સરકારી તંત્ર સાથેના કામકાજમાં પણ સફળતા – રાહત જણાય તેમ છે. તા. 27, 28, 29 આનંદમય દિવસો પસાર થાય. તા. 30, 31 લાભ થાય. તા. 1, 2 શુભ દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. તેમ છતાં સપ્તાહના ઉત્તરાર્ધમાં – અંતિમ દિવસોમાં દરેક બાબતમાં, દરેક રીતે ધ્યાન રાખવું જરૂરી બની રહેશે. નાણાકીય સાહસથી દૂર રહેવું. તબિયતની કાળજી વિશેષ રાખવી. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી બને તેમ જણાય છે. તા. 27, 28, 29 સામાન્ય દિવસો પસાર થાય. તા. 30, 31 નાણાંકીય સાહસથી દૂર રહેવું હિતાવહ છે. તા. 1, 2 શુભ દિવસો ગણાય.

વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના મોટા ભાગના દિવસો આપના માટે આનંદમય પુરવાર થશે. આદરેલાં-અધૂરાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં – અંતિમ દિવસોમાં આર્થિક સાહસથી દૂર રહેવું સલાહભર્યું જણાય. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 31 ધાર્યું કાર્ય થાય. તા. 1, 2 આર્થિક સાહસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં વર્તમાન ગ્રહગોચર પ્રમાણે જોઈએ તો આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. શરીરની કાળજી વિશેષ રાખવી પડશે. પ્રવાસના આયોજન માટે સમય શુભ જણાતો નથી. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી ખાસ સંભાળવું પડશે. આર્થિક સાહસથી દૂર રહેવું. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 31 શરીરની કાળજી રાખવી. તા. 1, 2 આર્થિક સાહસથી દૂર રહેવું.

મકર (ખ.જ.)
આ સમગ્ર સપ્તાહ દરમિયાન આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ જણાય છે. આપ હરો ફરો, પરંતુ મનમાં સતત ઉચાટ-ઉદ્વેગ જેવું રહ્યા કરશે. તબિયતની કાળજી રાખવી જરૂરી બની રહેશે. નાણાકીય સાહસથી દૂર રહેવું. ગૃહજીવનમાં પણ સંયમ અને સમજદારીથી કામ લેવું ફાયદાકારક બની રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા પણ ઊભી થાય. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 30, 31 ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. 1, 2 સહનશીલતા રાખવી.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને મિશ્ર સંયોગોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જશે તો બીજા બે દિવસ ઉચાટ-ઉદ્વેગમાં પસાર થશે. વેપાર-રોજગારમાં પણ આવકનું પ્રમાણ ઘટવા પામશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપને વિશેષ રાહતની અનુભૂતિ અવશ્ય થશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી પુરવાર થાય તેમ છે. તા. 27, 28, 29 મિશ્ર દિવસો ગણાય. તા. 30, 31 આર્થિક પ્રશ્નો ઊભા થાય. તા. 1, 2 મિલન-મુલાકાત ફળશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જેવું જણાશે. વ્યવસાય-વ્યાપાર ક્ષેત્રે વિશેષ લાભ થઈ શકે તેમ છે. પારિવારિક પ્રશ્નોમાં પણ આપને રાહત થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. મિલન-મુલાકાત ફળદાયી બનશે. શુભેચ્છકો મિત્રોની મદદથી કાર્ર્ય સરળ બનશે. તા. 27, 28, 29 રાહત જણાય. તા. 30, 31 આનંદમય દિવસો ગણાય. તા. 1, 2 મિત્રોની મદદ મળે.