“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
1252

મેષ (અ.લ.ઇ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપ હરોફરો પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. અણધાર્યા ખર્ચાઓ આપના અર્થતંત્રને ખોરવશે તેવું બનવાની સંભાવના ખરી જ. આર્થિક વ્યવહારોમાં ખાસ ધ્યાન રાખવું. સ્નેહીજનો-મિત્રો તરફથી સહકારમાં ઊણપ જણાશે. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. વાહનથી ખાસ સંભાળવું. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 16, 17 આર્થિક ચિંતાઓ રહ્યા કરશે. તા. 18, 19 સામાન્ય દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં આપને ચિંતા દોડધામ, ખર્ચ, ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. ઘરની બહારની જવાબદારીઓ વિશેષ બોજારૂપ જણાશે. વિચારોમાં માથું ભારે રહેતું જણાશે. આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. નાણાકીય સાહસથી દૂર રહેવું વિશેષ હિતકારી જણાય. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 16, 17 જવાબદારીઓ વધશે. તા. 18, 19 નાણાકીય સાહસ કરવું નહિ.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક બે દિવસ આનંદમાં પસાર થાય તો વળી બે-ત્રણ દિવસ ચિંતાનું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. ખાસ કરીને વાહનથી ખાસ સંભાળવું પડશે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. તા. 13, 14, 15 સામાન્ય દિવસો ગણાય. તા. 16, 17 ચિંતાજનક દિવસો પસાર થાય. તા. 18, 19 વેપાર-ધંધામાં ખાસ સંભાળવું.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપને એકંદરે મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં સતત ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. આકસ્મિક ખર્ચા થવાની સંભાવના પણ ખરી જ. આર્થિક લેવડ-દેવડમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી જણાય છે. વાહન સંભાળીને ચલાવવું, પ્રવાસનું આયોજન યોગ્ય નથી. તા. 13, 14, 15 સામાન્ય દિવસો પસાર થાય. તા. 16, 17 ખર્ચાળ દિવસો ગણાય. તા. 18, 19 નાણાકીય બાબતોમાં ખાસ ધ્યાન રાખવું. કોઈને ઉછીના નાણાં આપતાં પહેલાં વિચારવું.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. આપનાં આદરેલાં, અધૂરાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન – મુલાકાત શુભ ફળદાયી બની રહે તેવા યોગો જણાય છે. વડીલોનું આરોગ્ય સંભાળવું. તા. 13, 14, 15 રાહત જણાય. તા. 16, 17 આનંદમય દિવસો ગણાય. તા. 18, 19 વડીલોની ચિંતા રહેશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ આપ અવશ્ય રાહતની લાગણી અનુભવશો. નાણાકીય પ્રશ્નો હલ થતાં વિશેષ આનંદની લાગણી થશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. મિલન – મુલાકાત શુભ ફળદાયી નીવડશે. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળવું. તા. 16, 17 સફળ દિવસો ગણાય. તા. 18, 19 આનંદમય દિવસો પસાર થાય.

તુલા (ર.ત.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને રાહત જેવું જણાશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. દરેક બાબતમાં દરેક રીતે ધ્યાન રાખવું જરૂરી બની રહેશે. શારીરિક પીડાથી સંભાળવું. આરોગ્યવિષયક ખર્ચ થવાની સંભાવના ખરી જ. સંતાનોના પ્રશ્નોમાં રાહત જણાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 13, 14, 15 રાહત જણાશે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 19 ખર્ચાળ દિવસ.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે, પરંતુ જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ આપનાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. 16, 17 રાહત થશે. તા. 18, 19 શુભ સમાચાર મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. આપના હાથ ધરેલાં અધૂરા કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. સામાજિક યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગો પણ ખરા જ. મિલન-મુલાકાત ફળશે. સંતાનો વિષયક પ્રશ્નોમાં પણ રાહત જણાશે. તા. 13, 14, 15 સામાન્ય દિવસો પસાર થાય. તા. 16, 17 ધાર્યું કામકાજ થતાં આપનો આનંદ બેવડાશે. તા. 18, 19 લાભમય દિવસો.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. ખાસ કરીને પ્રારંભિક દિવસોમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ આપનો કાર્યબોજ દોડધામ, ચિંતા ખર્ચ વગેરે વધવા પામશે. તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. વાહનથી ખાસ સંભાળવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 13, 14, 15 રાહત જણાય. તા. 16, 17 સામાન્ય દિવસો ગણાય. તા. 18, 19 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. હિતશત્રુઓથી તેમ જ ધંધાકીય હરીફોથી ખાસ સંભાળવું પડશે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. અનપેક્ષિત રીતે કામકાજમાં મળતી સફળતા એકંદરે આપના દિવસો આનંદમય બનાવશે. તા. 13, 14, 15 દરેક રીતે સંભાળવું. તા. 16, 17 હિતશત્રુઓથી સાચવવું. તા. 18, 19 સામાન્ય દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને ચિંતા ઉચાટ, ઉદ્વેગ, દોડધામ જેવું સતત રહ્યા કરશે. નોકરિયાત વર્ગને વિશેષ કાર્યબોજ સંભાળવો પડશે. વાહન ચલાવતાં પણ આર્થિક નુકસાન થવાની સંભાવના ખરી જ. જેમ જેમ દિવસો વીતતા જશે જેમ તેમ એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખવી પડશે. તા. 13, 14, 15 ચિંતાજનક દિવસો ગણાય. તા. 16, 17 કાર્યબોજ વધશે. તા. 18, 19 રાહત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here