જો સાસરિયામાં પરિણિત યુવતીને માર મારવામાં આવશે કે તેની પર કશો પણ શારીરિક હુમલો કરવામાં આવશે તો એની માટે મુખ્યત્વે એના પતિની જ જવાબદારી રહેશેઃ સર્વોચ્ચ અદાલત( સુપ્રીમ કોર્ટ)નો મહત્વનો ચુકાદો …

 

સુપ્રીમ કોર્ટો આજે એક મહિલા પર હુમલો કરનારી વ્યક્તિની ધરપકડના જામીન માટે કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં કહ્યું હતું કે, જો સાસરિયામાં યુવતીને માર મારવામાં આવશે કે તેની પર કોઈ પણ પ્રકારનો શારીરિક હુમલો કરવામાં આવશે તો તે યુવતીને થયેલી ઈજા માટેે તેના પતિને જ જવાબદાર ગણવામાં આવશે, ભલે પછી એ યુવતીને એના પતિના સગાંસંબંધીઓએ માર માર્યો હોય..એક કેસમાં મહિલાએ એના પતિ વિરુધ્ધ લુધીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ એના પતિ પર એવો આરોપ મૂક્યો હતો કે, દહેજની માગણી ન પૂરી કરી શકવાને કારણે એના પતિ, સાસુ અને સસરાએ તેને ખૂબ માર માર્યો હતો. આ  કહેવાતા પતિની માટે આગોતરા જામીનની અરજી  કરનારા  વકીલ  કુશાગ્ર મહાજનને  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચના ન્યાયાધીશે પૂછ્યું હતું કે, તમે કયા પ્રકારના મર્દ છો . ફરિયાદ કરનારી પત્નીનો આરોપ છે કે, તમે(પતિ) ગળુ દાબીને તેનો જીવ લેવાના હતા, તમે ક્રિકેટ રમવાના બેટથી એને માર માર્યો હતો. એ કયા પ્રકારની મર્દાનગી છે

  જયારે વકીલે અદાલતને કહ્યું હતું કે, એ યુવતીના પતિએ નહિ, પણ એના પિતાએ( સસરાએ) એને બેટથી મારી હતી, ત્યારે નામદાર ન્યાયાધીશે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, સાસરા પક્ષમાં પત્ની પર  કોઈ પણ યાતના કે જુલ્મ કરવામાં આવશે તો એની મુખ્ત્વે જવાબદારી એના પતિની જ રહેશે. અદાલતે એ મહિલાના પતિની આગોતરા જામીનની અરજી  ફગાવી દીધી હતી.