જો બિડેને સપ્ટેમ્બરમાં વિક્રમી ૩૮.૮ કરોડ ડોલર ભેગા કરતાં ટ્રમ્પ હતાશ

 

એરીઃ સપ્ટેમ્બર મહિનામાં વિક્રમી ફંડ ઊભું કરનાર અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડેમોક્રેટિક હરિફ જો બિડેન પર આકરા પ્રહાર કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે જો બિડેન તો લોબીસ્ટનો નોકર અને અમેરિકનોનો લોહી ચુસનાર ગીધ  છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભંડોળ ઊભું કરનારાઓનો કિંગ બની શકે છે, પરંતુ બનવું નથી. જો બિડેને  પોતાની ચૂંટણી જીતવાના પ્રયાસોમાં સપ્ટેમ્બરમાં ૩૮.૩ કરોડ ડોલર ઊભા કર્યા હતા જે એક નવો જ રેકોર્ડ છે.

‘જો બિડન વૈશ્વિક, લોબીસ્ટ, પૈસાદાર દાતાઓ અને અમેરિકનોનો લોહી ચુસનાર વોશિંગ્ટન વલ્ચર (ગીધ) છે. તમને ખબર હશે કે મેં અગાઉ પણ આવું કહ્યું હતું. મેં ક્યારે પણ વિચાર્યું નહતું, કારણ કે તેઓ ખુબ ભંડોળ ઊભું કરી રહ્યા છે. ૩૦ લાખ ડોલર તેમણે ભેગા કર્યા હતા. હું પણ તમામ ભંડોળ ઊભું કરનારાઓમાં કિંગ બની શકું છું, પણ મારે બનવું નથી’ એમ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક રેલીમાં કહ્યું હતું. ટ્રમ્પ કરતાં બિડેનને ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં વધુ દાન મળી રહ્યું હતું. બિડેન પાસે બેન્કમાં ૧૭.૭ કરોડ  ડોલર  જ્યારે ટ્રમ્પ પાસે ૬૩.૧ કરોડ ડોલર છે. સપ્ટેમેબરમાં બિડેનને ૩૮.૮ કરોડ ડોલર દાનમાં મળ્યા હતા. જ્યારે ટ્રમ્પને ૨૪.૭૮કરોડ  ડોલર મળ્યા હતા. તેની પહેલાના મહિનામાં બિડેનને ૩૬.૪૫ કરોડ ડોલર મળ્યા હતા. ઉપરોક્ત આંકડા ફેડરલ ઇલેકશન કમિશન દ્વારા અપાયા હતા. ‘મને ટોચની ૧૦૦ કંપનીઓની યાદી આપો. હું તેમના વડાઓને બોલાવીશ. હું જે કંઇ માગીશ તેઓ આપશે, પરંતુ સમસ્યા એ છે કે હું તેમનો ઋણી છું. તેઓ સારા લોકો છે. પણ મારે એવું કરવું નથી. અમને પૈસાની જરૂર નથી. તેઓ મોટો સોદા કરે છે જે મારે કરવા નથી’ એમ ટ્રમ્પે કહ્યું હતું.