જો બાયડનનાં જીતની સત્તાવાર ઘોષણાઃ ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં નવેમ્બર ૨૦૨૦માં થયેલા રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં જો બાયડનની સત્તાવાર રીતે જીતની પુષ્ટિ થઈ ચૂકી છે. વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી માટે ૨૭૦ ઇલેક્ટોરલ વોટ્સની જરૂર હોય છે જેમાં દેશનાં તમામ ૫૦ રાજ્યોનાં ઇલેક્ટોરલ કોલેજમાં બાયડનને ૩૦૬ વોટ્સ મળ્યા છે. હવે જો બાયડન અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદે વિરાજમાન થઈ શકે છે કારણ કે સત્તાવાર રીતે જાહેરાત ન કરાય ત્યાં સુધી આ પદભાર તેઓ ગ્રહણ કરી શક્યા ન હોત. જો બાયડન અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ તરીકે ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો તેણે ચૂંટણીમાં ૨૩૨ ઇલેક્ટોરલ કોલેજ વોટ્સ મળ્યા હતાં.

અમેરિકાનાં નિર્વાચિન મંડળ દ્વારા જો બાયડન સાથે ભારતીય મૂળની સીનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બહુમત આપી જીતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ સાથે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય લડાઈનો પણ અંત આવ્યો જેમાં તેમણે ચૂંટણી દરમિયાન ગડબડીની વાત કરી હતી. અમેરિકન કાયદા અનુસાર નિર્વાચિન મંડળની બેઠક ડિસેમ્બરનાં બીજા બુધવાર પછી જે પહેલો સોમવાર આવે ત્યારે થાય છે એટલે કે ગત રોજ થઈ હતી. આ દિવસે તમામ ૫૦ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાનાં નિર્વાચક પોતાનો મત નાખવા માટે બેઠક કરે છે. જો કે આ બેઠક માત્ર ફોર્માલિટી જેવી જ હોય છે, પરંતુ આ બેઠક ઘણી ચર્ચામાં રહી છે. કારણ કે દેશમાં હાલનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની હાર પર ભરોસો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હારને સ્વીકાર કરવા તૈયાર નથી અને ચૂંટણીમાં ગડબડીનાં આરોપો લગાવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ ૫૩૮ સદસ્યની નિર્વાચન મંડલનાં પણ બહુમત હાંસલ કરવામાં નાકામ રહ્યા હતાં. બીજી તરફ સત્તાવાર જીત બાદ નવ નિયુક્ત રાષ્ટ્રપતિ જે થોડાક સમયમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેશે તેમણે અમેરિકાનાં નાગરિકોથી કહ્યું કે, લોકતંત્ર જળવાઈ રહ્યું. સત્યની જીત થઈ છે. તમારા મતોની ગણતરી થઈ અને તમારા દ્વારા ચૂંટાઈ આવેલા નેતા જ દેશનું નેતૃત્વ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહીએ અમેરિકાનાં મૂળ લોકતાંત્રિક મૂલ્યોની, અહીંનાં સત્તાની શાંતિપૂર્ણ હસ્તાંતરણને પણ પ્રભાવિત કર્યો છે.