

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા કોઈ પણ પ્રકારના ન્યૂક્લિયર હથિયાર બનાવવા કે મેળવવા નથી માગતું, પણ જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો સાઉદી અરેબિયા પણ કશો ક્ષોભ રાખ્યા વિના પરમાણુ બોમ્બનું બનતી ત્વરાથી સર્જન કરશે.
સાઉદી અરેબિયા પરમાણુ શસ્ત્રો બનાવવામાં લગીરે પાછી પાની નહિ કરે અને જેટલું બને તેટલું જલ્દીથી પોતાનું લક્ષ્ય સિધ્ધ કરશે. સાઉદી અરેબિયા હાલમાં એની પરમાણુ ક્ષમતા વધારવાના પ્રોજેક્ટને આગળ ધપાવવા કામગીરી બજાવી રહ્યું છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ખુદ આ મહત્વાકાઁક્ષી પ્રોજેકટનું નેતૃત્વ કરી રહ્યા છે