જોયાલુકાસ દ્વારા અદ્ભુત ઓફર સાથે સમર કલેક્શનનું લોન્ચિંગ

ન્યુ યોર્કઃ દુનિયાના ખ્યાતનામ જ્વેલર જોયાલુકાસ દ્વારા અદ્ભુત ઓફર સાથે લિમિટેડ એડિશન સમર કલેક્શનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં રિંગ, પેન્ડન્ટ, એરિંગનો સમાવેશ થાય છે. પ્યોર ગોલ્ડ અને પ્રમાણિત ડાયમંડ સાથે, કલેક્શનમાં દરેક દાગીના માસ્ટરપીસ છે. જૂના સોનાના બદલામાં 0 ટકા કપાત ઓફર ઉનાળા દરમિયાન છે. જોયાલુકાસ ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેકટર જોય આલુકાસે જણાવ્યું હતું કે સમર કલેક્શન અભૂતપૂર્વ કલેક્શન છે, જે અમે તમામ જ્વેલરીના શોખીનો માટે રજૂ કરતાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જોયાલુકાસ અદ્ભુત સમર કલેક્શન હવે હ્યુસ્ટન, ન્યુ જર્સી અને શિકાગોમાં જોયાલુકાસ શોરૂમમાં મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.