જોધપુર કોર્ટે સલમાન ખાનને વિદેશ- યાત્રા માટે પરવાનગી આપી

0
717

કાળિયાર હરણના શિકાર કેસમાં જોધપુરની અદાલતે અભિનેતા સલમાન ખાનને 5 વરસ માટે જેલની સજાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ 48 કલાક દરમિયાન સલમાન ખાનના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા. બે રાત જોધપુરની જેલમાં વિતાવ્યા બાદ સલમાન ખાન જેલમાંથી બહાર આવ્યા હતા. હવે જોધપૂરની અદાલતે સલમાનને વિદેશ-યાત્રા માટે પરવાનગી આપી હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ હતી. હવે સલમાન 25મી મેથી 10 જુલાઈ સુધી વિદેશ- યાત્રા કરી શકશે. સલમાન ખાન વિદેશ-યાત્રા દરમિયાન કેનેડા, નેપાળ અને અમેરિકાનો પ્રવાસ કરશે. સલમાન ખાનની અનેક ફિલ્મો હજી અપૂર્ણ છે. રેસ-3, કિક-2, દબંગ-3, વોન્ટેડ-2 સહિત બીજી કેટલીક ફિલ્મોમાં ફિલ્મ- ઉદ્યોગના આશરે 400 કરોડ રૂપિયાનું  રોકાણ કરવામાં આવયું હોવાનું મનાય છે. સલમાન ખાનની બાકી રહેલી ફિલ્મો જો પૂરી ન થાય તો ઘણા નિર્માતાઓને મોટું નુકસાન થવાની સંભાવના છે.