જોધપુરમાં નાગરિકતા સુધારા કાનૂનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં ગૃહપ્રધાન અમિત શાહનું ધારદાર સંબોધનઃ સરકાર હરગિઝ પીછેહઠ કરશે નહિ.. કોંગ્રેસ લોકોને અવળે માર્ગે દોરી રહી છે.. વિપક્ષો વોટબેન્કનીપરવા કરીને , લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે.

0
1062

 જોધપુર ખાતે નાગરિકતા સુધારા કાનૂન પર વાત કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, દોેશમાં નાગરિકતા સુધારા કાનૂનનો વિરોધ બનાવટી છે, કોંગ્રેસે લોકોને ગેરમા્ર્ગે દોર્યા છે. કોંગ્રેસ વોટબન્કનું રાજકારણ ખેલી રહી છે, અનેય રાજકીય વિપક્ષો પણ રાજકારણ ખેલી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ કાનૂન વિષે કશી જાણકારી લીધી નથી. તેઓ કાયદા વિષેનું વિવરણઁ વાંચવા માટે પણ તૈયાર નથી. ભારત સરકાર હવે નાગરિકતા સુધારા કાનૂનઃ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટ- સીએએ અંગે લોકોને વિસ્તૃત જાણકારી આપવ3 માટે , લોકો ખરેખર આ કાનૂન શું છે તેની સંપૂર્ણ માહિતી મેળવે તે આશયથી જનજાગરણ અભિયાન શરી કરી રહાી છે. ભાજપ એ માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. લોકોના ઘરે ઘરે જઈને તેમંને આ કાનૂન અંગે સમજણઁ અને યોગ્ય માર્ગદર્સન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ, તૃણમૂળ કોંગ્રેસ, બહુજન સમાજપાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિતના વિપક્ષોને પડકાર ફેંકીને અમિત શાહે કહ્યું હતું કે, જો ખરેખર આ કાનીન અંગે તલસ્પર્શી ચર્ચા કરવી હોય તો તેઓ મોદાનમાં આવી શકે છે. એ દરેકને યોગ્ય જવાબ આપવા માટે હું તૈયાર છું.