જૈશ- એ- મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનના વડા અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવે તેવી સંભાવના- ચીન પોતાનું જક્કી વલણ છોડીને યોગ્ય નિર્ણય લે એવી આશા …

0
770

શક્ય છેકે આવતી કાલે કે નજીકના ભવિષ્યમાં ચીન પોતાનું જક્કી વલણ છોડીને યુનોની સિક્યુરિટી કાઉન્સિલના અઝહર મસૂદને વૈશ્વિક આતંકી ડિકલેર કરવાના નિણર્યને પોતાનું સમર્થન જાહેર કરે તો પાકિસ્તાનસ્થિત જૈશ- એ. મોહમ્મદના વડા ત્રાસવાદી અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવશે અને તેના સંગઠન પર અનેક પ્રકારના કડક પ્રતિબંધ અને કાર્યવાહી કરવાનું શરૂ કરી શકાશે. માનવામાં આવી રહ્યું છેકે, ચીન આવતીકાલે યુનોમાં અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ – વૈશ્વિક આતંકી જાહેર કરવા અંગે પોતાનું વલણ બદલી શકે છે. જો તેને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાનું શક્ય બને તો એ ઘટના એ મોદી સરકારની એક વ્યૂહાત્મક જીત ગણાશે. આ પગલું મોદી સરકાર માટે એક મહત્વનો રાજકીય વિજય બની રહે એવી સંભાવના છે. પુલવામા આતંકી હુમલા બાદ યુનોમાં અમેરિકા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના નેતૃત્વમાં અઝહર મસૂદને આતંકવાદી ઘોષિત કરવાની માગણી જોરશોરથી કરવામાં આવી હતી. પરંતુ એ સમયે ચીન દ્વારા એનો બચાવ કરવામાં આવ્યો હતો. ગત 13મી માર્ચના યુનોમાં રજૂ કરવામાં પ્રસ્તાવ પરથી ચીનની ટેકનિકલ પકડ હટી જવાની આશા રાખવામાં આવી રહી છે.યુનોની સુરક્ષાપરિષદના અન્ય સભ્યોએ આ પગલાને મંજૂરી આપી દીધી છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન યુએનએસસીના નિયમ 1267ની અંતર્ગત, મસૂદ પર પ્રતિબંધ મૂકવા માગે છે. હવે મસૂદનો એમાં સમાવેશ કરવામાં આવશે.  ચીનનું આ અંગે શું માનુવં છે, ચીન આ વખતે શું માર્ગ અખત્યાર કરે છે એના પર જ બધી વાત નિર્ભર છે. ચીનનું વલણ એકાદ દિવસ,માં સ્પષ્ટ થઈ જ જશે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ- ત્રણે દેશો સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યો છે. આ દેશોના પ્રતિનિધિઓ ચીન સાથે એ બાબતે સતત સંપર્કમાં છે. પરસ્પર સહુને સ્વીકાયૅ હોય તે મુદાં પર કોઈ ઉકેલ જરૂર મળી આવશે. ભારત પણ ચીનના વિદેશ સચિવ સાથે સતત સંપર્ક જાળવી રહ્યો છે. રશિયા પણ પાછલા દરવાજેથી ચીન પર દબાણ લાવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 15મેના દિવસે અઝહર મસૂદ અંગેના પ્રસ્તાવને ચીનનું સમર્થન મળે એવી પ્રબળ સંભાવના છે.