જૈશ-એ- મોહમ્મદના વડા મસુદ અઝહરને કેદમાંથી મુક્ત કરાયો ..

0
763

 

   પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકી સંગઠન જૈશ- એ. મોહમ્મદના વડા મસૂદ અઝહરને જેલમાંથી છોડવામાં આવ્યો હતો. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, મસુદ અઝહર બિમાર છે. તબિયત સારી ન હોવાને કારણે સંગઠનની તમામ જવાબદારી તેનો ભાઈ સંભાળી રહ્યો છે. ભારત સરકારે તેને નવા કાયદા હેઠળ ત્રાસવાદી જાહેર કર્યો છે. મસૂદનો ભાઈ અબ્દુલ રઉફ અસગર હાલમાં જૈશનો કાર્યભાર સંભાળી રહ્યો છે. મસૂદ અઝહર મોટાભાગનો સમય ઘરે આરામ કરે છે. ત્રાસવાદી સંગઠનની રોજબરોજની કામગીરી પર તે ધ્યાન આપી શકતો નથી. મસૂદ અઝહર બહાવલપુરમાં રહે છે. તેના નિવાસસ્થાનની આસપાસ ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મસૂદ અઝહર યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા કરવા માટે ઉશ્કેરે છે. તે ઉશ્કેરણીજનક ભાષણો કરીને સમાજના યુવા વર્ગને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનું કાર્ય કરે છે.