જૈશ- એ- મોહમ્મદના ચીફ મૌલાના મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવવા માટે ભારતના પ્રયાસો.આ પ્રયાસોમાં વિશ્વના અનવ્ય મહાન દેશો પણ સાથ આપી રહ્યા છે..

0
788

   જૈશ-એ. મોહમ્મદે પુલવામા આતંકી હુમલો કરાવ્યા અને તેની જવાબદારી પણ લીધી દેસના સીઆરએફના 40થી વધુ જવાનો શહીદ થયા. જૌષ- એ. મોહમ્મદ એક ખતરનાક ત્રાસવાદી સંગઠન છે. જેને પાકિસ્તાનમાં પનાહ મળે છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે. જૈશ- એ- મોહમ્મદને યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે ઘોષિત કરાવવા ભારત સતત કોશિશ કરી રહ્યું છે. જેને વિટો વાપરીને સતત નાકામ બનાવી રહ્યું છે. જો યુનોની સિક્યુરિટી કાઉન્સિલ- સુરક્ષા પરિષદમાં કોઈ સભ્ય વાંધો નહિ ઊઠાવે તો આજે 13 માર્ચની સંધ્યાએ યુનો દ્વારા એક ઐતિહાસિક ઘોષણા કરવામાં આવશે. અઝહર મસૂદને ત્રાસવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ યુનોમાં અમેરિકા,ફ્રાંસ અને બ્રિટન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ પાંચ દેશો સભ્ય છે- અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ અને ઈંગ્લેન્ડ. રશિયા પણ આ પ્રસ્તાવને ટેકો આપશે એમ માનવામાં આવી રહ્યું છે. હવે માત્ર પ્રશ્ન ચીનની આડોડાઈનો જ છે. ચીન હંમેશની જેમ પોતાના વિટો નવો ઉપયોગ કરીને પ્રસ્તાવ ઉડાડી દેશે કે વીટો નહિ વાપરે- એ એક મોટો સવાલ છે. જો મસૂદને  ગ્લોબલ ત્રાસવાદી જાહેર કરાય તો તેના પર યુનાનો સભ્યા હોય તે તમામ દેશાેમાં પ્રવેશ કરવા પર નિષેધ હશે, તેની તમામ સ્થાવર કે જંગમ મિલકતોને જપ્ત કરવામાં આવશે. યુનો સાથે જોડાયેલ કોઈ પણ દેશ મસીદને એના ત્રાસવાદી સંગઠનને કશી પણ મદદ નહિ કરે. કોઈ પણ દેશ એને શસ્ત્ર નહિ આપે. આમ બધી રીતે એ દુનિયાથી એકલો -અટુલો અસહાય અને અલગ થઈ જશે.

અમેરિકાએ જણાવ્યું હતું કે, અઝહર મસૂદને ગ્લોબલ- વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પૂરતા અને પ્રતીતિકર કારણો  છે. જો તેને આતંકી જાહેર નહિ કરવામાં આવે તો તે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા બાબત જોખમ ઊભું કરશે.

    સંયુક્ત રાષ્ટ્રમાં અઝહર મસૂદને ત્રાસવાદી જાહેર કરવાનો તેમજ અલ-કાયદા ત્રાસવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન દ્વારા પેશ કરાયો હતો. યુનાઈટેડ નેશન્સમાં મસૂદની વિરુધ્ધ પ્રસ્તાવ ફ્રાંસે રજૂ કર્યો હતો અને અમેરિકા તેમજ બ્રિટને તેને અનુમોદન આપ્યું હતું. ચીન કૂટ અને કુટિલ રાજનીતિમાં નિપુણ છે. પાકિસ્તાનને સમર્થન આપવા પાછળ એના અંગત લાભ અને રાજકીય ગણિત છે. ઉપખંડમાં પગદંડો જમાવવા તેમજ ભારતના વર્ચસ્વ સામે ઈર્ષા , દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર- એ કૌટિલ્યની રાજનીતિનું  સૂત્ર છે. ચીન પાકિસ્તાનની દુખતી રગને ઓળખે છે, વખત આવ્યે એનો લાભ લઈ લે છે.

સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશોની નજર યુનોની આજની સાંજની ગતિવિધિ પર   સ્થિર છે. આગે આગે દેખિયે હોતા હૈ કયા …