જૈન ધર્મના 24 તીર્થંકર અહિંસા પરમો ધર્મના પ્રણેતા ભગવાન મહાવીર

0
2081

ભગવાન મહાવી2 સ્વામીનો જન્મ તે વખતના લિચ્છવી ગણતંત્ર વૈશાલીના કુંડગ્રામ નામના નાનકડા ગામના ઈશ્વાકુ કુળના 2ાજવી પર2વા2માં ઈ. સ. પૂર્વે પ99ના ચૈત્ર સુદી નોમના દિવસે (કે ચૈત્ર સુદ તે2સે) થયો હતો. તેમના ગોત્રનું નામ કશ્યપ હતું. જ્ઞાત (નાગ) નામક કુળમાં જન્મને લીધે તેઓ જ્ઞાતપુત્ર(નાતપુત્ર) ત2ીકે પણ ઓળખાય છે. મહાવી2ના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમનું જન્મનું નામ વર્ધમાન હતું. ત્રિશલાદેવીના ગર્ભધાન કાળથી કુટુંબ અને 2ાજ્યની ર2દ્ઘિસિદ્ઘિ તથા કીર્તિમાં વૃદ્ઘિ થવાના કા2ણે તેમનું નામ વર્ધમાન 2ાખવામાં આવ્યું હતું. વર્ધમાનનાં માતાપિતા ભગવાન પાર્શ્વનાથ ધર્મનાં અનુયાયી હતાં. તેઓ ત્રણ નામથી વિખ્યાતિ પામ્યા છે. માતાપિતાએ આપેલું નામ તે વર્ધમાન. સતત સમભાવપૂર્વક, સહજ સુખમય, અનેક દિવસો સુધી તપસ્યામાં લીન 2હેવાના કા2ણે જનસમુદાયે તેમને શ્રમણ નામ આપ્યું. સર્વે પ્રકા2ના ભય, સંઘર્ષ, આપત્તિઓ પ2 વી2તાપૂવર્ક વિજય મેળવ્યો તેથી મહાવી2 ત2ીકે ઓળખાયા. તેઓ વર્તમાન ચોવીસીના છેલ્લા એટલે કે 24મા તીર્થંક2 છે. નાનપણથી જ વર્ધમાન અત્યંત માતૃભક્ત અને દયાળુ સ્વભાવના અને વૈ2ાગ્ય તથા તપની રુચિવાળા હતા. બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી 2મતોનાયે તેઓ બહુ શોખીન હતા. તેમનું શ2ી2 ઊંચું અને બળવાન હતું. સ્વભાવે પ2ાક્રમી હતા. બીકને તો તેમણે કદી પોતાના હૃદયમાં સંઘ2ી જ નહોતી. જેમ પ2ાક્રમમાં તેમ ભણવામાં પણ તેઓ અગે્રસ2 હતા. નવ વર્ષની ઉંમ2ે તો તેમણે વ્યાક2ણનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

યુવાન વર્ધમાનને એમનાં માતાપિતા લગ્નનો બહુ આગ્રહ ક2તાં, પણ વૈ2ાગ્યવૃત્તિવાળા વર્ધમાનની ઇચ્છા સંન્યાસ લેવાની હતી. તેથી પ2ણવાની વાત માનતા નહિ. અવિવાહિત 2હેવાના તેમના આગ્રહથી માતા બહુ દુઃખી 2હેતાં, અને વર્ધમાનનો કોમળ સ્વભાવ એ દુઃખ જોઈ શકતો નહોતો, તેથી માતાના અતિઆગ્રહ અને સંતોષાર્થે તેમણે યશોદા નામની 2ાજપુત્રી સાથે લગ્ન ક2ેલાં. તેમને ત્યાં પુત્રી પ્રિયદર્શનાનો જન્મ થયો. વર્ધમાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યા2ે માતાપિતાએ જૈન ભાવના પ્રમાણે અનશન વ્રત ક2ી દેહત્યાગ ક2ેલો. માતાપિતાના અવસાન પછી તેમની ઇચ્છા સંસા2ત્યાગની હતી. પ2ંતુ મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહથી તેઓ બે વર્ષ માટે સંસા2માં 2હ્યા. દીક્ષા લેવાનું એક વર્ષ બાકી 2હેતાં તેમણે પોતાના સ્વજનોની અનુમતિ લઈને પોતાની સર્વ સંપત્તિનું એક વર્ષ સુધી ગ2ીબોને દાન કર્યું. ત્રીસમા વર્ષે મહાવી2નો આગ્રહ જોઈને મોટા ભાઈએ દીક્ષા લેવાની અનુમતિ આપી. મહાવી2ે સુંદ2 વસ્ત્રો અને ઘ2બા2નો ત્યાગ કર્યો. મહાવી2ે ક્યા2ેય કોઈને દુઃખ આપી કોઈ કાર્ય કર્યું નહોતું એ તેમના જીવનની વિશિષ્ટતા હતી. પર2વા2ની સંમતિ મેળવીને જ ગૃહત્યાગ ક2ી દીક્ષા ગ્રહણ ક2ેલી.
દીક્ષાગ્રહણ કર્યા પછી સાડાબા2 વર્ષ સુધી કપ2ાં કષ્ટો અને કઠો2 તપશ્ચર્યા ક2ી સાધના ક2ી. આત્મબળ અને સહનશક્તિ કેળવ્યાં. એકલા અને અચેલક એટલે કે વસ્ત્ર2હિત દશામાં અનેક નિર્જન સ્થળોએ વિચ2ણ કર્યું. વૈશાખ સુદ દશમના દિવસે ઝઆમ્ભક નામે ગામની પાસેના વનમાં નદીકિના2ે શાલવૃક્ષ નીચે તેઓ ધ્યાનસ્થ હતા ત્યા2ે કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા. અને જામ્ભક ગામથી જ મહાવી2ે ઉપદેશ આપવાનું શ2ું કર્યું. કર્મથી જ બંધન અને મોક્ષ થાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપર2ગ્રહ એ મોક્ષનાં સાધનો છે. સર્વ ધર્મનું મૂળ દયા છે, પણ દયાના પૂર્ણ ઉત્કર્ષ માટે ક્ષમા, નમ્રતા, સ2ળતા, પવિત્રતા, સંયમ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપર2ગ્રહ આ દસ ધર્મો સેવવા જૌઈએ. અહિંસા પ2મ ધર્મનું સૂત્ર આપ્યું. કેવળજ્ઞાન પામ્યા પછી મહાવી2ે ત્રીસ વર્ષ સુધી લોકકલ્યાણાર્થે સતત વિહા2 ક2તાં ક2તાં ઉપદેશ આપ્યો.
બોતે2 વર્ષની વય સુધી મહાવી2ે ધર્મોપદેશ આપ્યો. તેમણે જૈન ધર્મને નવું સ્વરૂપ આપ્યું. એમના કાળમાં પાર્શ્વનાથ તીર્થંક2નો સંપ્રદાય ચાલતો હતો. પાછળથી મહાવી2ના અને પાર્શ્વનાથના અનુયાયીઓએ પોતાના ભેદોને શમાવી દઈ જૈન ધર્મને એકરૂપતા આપી. ત્યા2થી મહાવી2ને સર્વે જૈનોએ અંતિમ (ચોવીસમા) તીર્થંક2 ત2ીકે સ્વીકાર્યા. બોતે2મે વર્ષે ઈ. સ. પૂર્વે પ27ના આસો વદી અમાસના દિવસે છેલ્લો ચાતુર્માસ પાવાપુ2ીમાં ગાળી નિર્વાણપદને પામ્યા.

મહાવી2ના સમયે ભા2તની સામાજિક સ્થિતિ ડામાડોળ હતી. સમાજજીવન રૂઢિબદ્ધ બની જડ થઈ ગયું હતું. બ્રાહ્મણોનું બહુ જો2 હતું અને ક્રિયાકાંડ તેમ જ યજ્ઞયાગમાં લોકો અંધશ્રદ્ધાથી ફસાઈ ગયા હતા. અનેકાનેક દેવદેવીઓને પ્રસન્ન 2ાખવાના આશયથી યજ્ઞ સમયે નિર્દોષ પશુઓના બલિ અપાતા. શૂદ્રોને માનવીય સ્વાંત કે આત્મોન્નતિનો અધિકા2 જ નહોતો. વેદાધ્યયન કે વેદોચ્ચા2ણ એમને માટે વર્જ્ય હતું. સ્ત્રીઓની દશા પણ શૂદ્રો જેવી જ હતી. માણસ અંધા2ામાં બાચકાં ભ2તો હતો.
એ સમયે ક્રાંતિકા2ી ભગવાન મહાવી2ે મત અને મજહબની લડાઈને ગૌણ સ્થાન આપી સંસા2ના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠ2ાવ્યા. આચા2માં અહિંસા અને વિચા2માં અનેકાંત આપ્યો, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપર2ગ્રહના વિચા2ો આપ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નિજાનંદમાં જ મસ્ત 2હેવાને બદલે મહાવી2ે ધાર્મિક તથા લોકોદ્ઘા2નું કાર્ય કર્યું. તેમણે લોકોને ન્યાય-નીતિપ2ાયણ બનાવવા માટે, સદાચા2માં સ્થિ2 ક2વા માટે તેમ જ ધર્મપ્રિય અને તત્ત્વનિષ્ઠ બનાવવા માટે લોકભાષામાં, એ વખતની અર્ધમાગધી ભાષામાં પ્રવચન – ઉપદેશ આપેલા. તેમની ધર્મસભા કે વ્યાખ્યાન પર2ષદનાં દ્વા2 દેશ, વર્ણ, જાતિ, લિંગના ભેદભાવ વગ2 સૌને માટે ખુલ્લા 2હેતા. આથી સર્વસામાન્ય સમસ્ત પ્રજાએ તેનો ખૂબ લાભ લીધો. તેમના ધર્મોપદેશમાં તત્ત્વજ્ઞાનના નામે અટપટી વાતો નહોતી, પ2ંતુ તદ્દન સ2ળ અને સાદી લોકબોલીમાં તેઓ ઉપદેશ આપતા હોવાથી લોકમાનસ પ2 તેની ઊંડી અસ2 થતી. ધર્મ એ તેમને મન જીવનની જરૂર2યાત હતી. જ્યાં અહિંસા હોય, પ્રાણીમાત્ર પ્રત્યે દયા કે પે્રમની ભાવના હોય ત્યાં જ ધર્મ સંભવે. જ્યાં સંયમ હોય, શીલની સુગંધ હોય ત્યાં જ ધર્મ જાણવો. જ્યાં જ્ઞાનપૂર્વકનું તપ હોય, ઇચ્છાઓનું દમન હોય, તૃષ્ણાનો ત્યાગ હોય ત્યાં જ ધર્મ જાણવો…

તેમના આ ઉપદેશનો જબ્બ2 પડઘો પડ્યો. હિંસક યજ્ઞયાગો ઓછા થયા, બંધ થયા, પશુપક્ષીઓ પ્રત્યે દયાની ભાવના વિકસી અને સ્વેચ્છાચા2 દુ2ાચા2 પણ ઘટયો. તેમણે પુ2ુષાર્થની પંચસૂત્રી – ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પ2ાક્રમ – સમજ આપી. આ 2ીતે તેમણે ધાર્મિક અને સામાજિક ક્રાંતિની દિશામાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
મો2ાક ગામના કુલપતિના આશ્રમના અનુભવમાંથી મહાવી2ે પોતાના જીવન માટે ચા2 સિદ્ધાંતો નક્કી ક2ેલા, જેમાં જ્યાં કોઈ પણને અપ્રીતિ થાય ત્યાં ન 2હેવું, જ્યાં 2હેવાનું થાય ત્યાં શ2ી2ના 2ક્ષણાર્થે કોઈ પ્રકા2ના કૃત્રિમ ઉપાયો – જેવાં કે ઝૂંપડી બાંધવી, કામળી ઓઢવી, તાપવું વગે2ે ક2વા નહિ. શ2ી2ને પ્રકૃતિને સ્વાધીન ક2ીને 2હેવું જેને કાર્યોત્સર્ગ કહે છે. આવશ્યક ન હોય ત્યાં સુધી વાણીનો ઉપયોગ ક2વો નહિ અર્થાત્ મૌન સેવવું. અને ગૃહસ્થને વિનય ન ક2વો અર્થાત્ પોતાની આવશ્યકતાઓ અર્થે કોઈ પણ ગૃહસ્થને આજીજી ન ક2વી. મહાવી2ે પ્રકટ ક2ેલું જ્ઞાન 14 પૂર્વોને નામે ઓળખાય છે. આ ચૌદ પૂર્વોના જાણકા2 હતા.મહાવી2નો સઘળો ઉપદેશ આચાર્યો અને સાધુઓ કંઠસ્થ 2ાખતા અને શિષ્યપ2ંપ2ાથી શીખી લઈ યાદ 2ાખતા…

લેખક કર્મશીલ પત્રકાર છે.