પાલીતાણાઃ જૈન તિર્થ પાલિતાણા ખાતે દર વર્ષે આયોજીત થતી છગાઉની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. છગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યુ છે. આગામી ફાગણ સુદ ૧૩ને શુક્રવાર તા. ૨૬-૦૩-૨૦૨૧ના દિવસે યોજાનારી છગાઉની યાત્રા કોરોનાના વધાતા સંક્રમણ અને સરકારની સુચનાઓને ધ્યાનમાં રાખીને છગાઉની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાલિતાણાના સ્થાનિક લોકોમાં ઢેબરા તેરસ તરીકે ઓળખાતી છગાઉની યાત્રા ગત વર્ષે ૦૭ માર્ચના રોજ યોજાઈ હતી અને તે બાદથી સમગ્ર દેશમાં ૨૨ માર્ચથી જનતા કરફ્યૂ અને લોકડાઉનની જાહેરાત થઈ હતી ત્યારે છગાઉની યાત્રા મોકુફ રહી હોય તેવું પહેલીવાર બન્યું છે.