
પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ ટૂંક સમયમાં જ એક શાસકીય આદેશ પર મંજૂરીની મહોર મારવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા કાનૂનની અંતર્ગત, જે દેશ કે વ્યક્તિઓ અમેરિકાની ચૂંટણીઓમાં દખલગિરી કે હસ્તક્ષેપ કરશે તેમના પર અમેરિકા પ્રતિબંધ મૂકી દેશે. એવા દેશો કે વ્યક્તિઓ સાથે અમેરિકા કોઈ પણ જાતના સંબંધો નહિ રાખે. તેમને પ્રતિબંધિત જાહેર કરવામાં આવશે. વોલસ્ટ્રીટ જર્નલમાં રજૂ થયેલી માહિતી અનુસાર, આગામી બુધવાર સુધીમાં ટ્ર્મ્પ ઉપરોકત શાસકીય આદેશ પર હસ્તાક્ષર કરી દે એવી સંભાવના છે. અમેરિકાના વહીવટીતંત્રના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, વિદેશના શત્રુઓની ડખલગિરી અટકાવવામાટે આ કદમ લેવું જરૂરી હતું. અમેરિકાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ચલાવી લેવામાં નહિ આવે. એવી વ્યક્તિ કે દેશની સામે સખ્તાઈભર્યો વ્યહવાર કરવામાં આવશે. સરકાર સીઆઈએ, નેશનલ સિક્યરિ્ટી ડિપાર્ટમેન્ટ, હોમલેન્ડ સિક્યુરિટી વગેરેને એ જવાબદારી સોંપશે કે વિદેશીતંત્ર હસ્તક્ષેપ કરી રહ્યું છે કે નહિ…