
આજે વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર- વાણિજયનું યુધ્ધ વધુ તીવ્રતાથી વકરી રહ્યું છે. ટ્રેડવોરનો મામલો વિકટ બનતો જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર- નીતિ અને વિદેશનીતિ – બન્ને વિવાદાસ્પદ બની રહ્યા છે. ચીને ટ્રમ્પને ચેતવણી આપતાં કહ્યું છે કે, જો તેઓ ચીનની આયાત પર વધારવામાં આવેલી ડ્યુટી સમાપ્ત નહિ કરે તો ચીન તેના જવાબરૂપે કાર્યવાહી કરશે. ભારત પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. વટાણા અને ચણા પર ડ્યુટી વધારીને 60 ટકા કરવામાં આવી છે. આ ડ્યુટી આગામી 4 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. અમેરિકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર ડ્યુટી વધારી દીધી હોવાને કારણે ભારત પર 24-1 કરોડ ડોલરની ડ્યુટી ભરવાનો બોજ પડ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચેનું વ્યાપાર યુધ્ધ કયા સ્તરે પહોંચશે એ નક્કી કરવું અતિ દુષ્કર છે.