જેવા સાથે તેવા – અમેરિકાએ  આયાત ટેક્સ ( ડયુટી) વધાર્યો, તો સામે ચીને આપ્યો જવાબ

0
668
Reuters

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકામાં આયાત કરાતી ચીનની ચીજ -વસ્તુઓ પર ડ્યુટી વધારી તો ચીને સણસણતો જવાબ આપી દીધો.. અમેરિકાએ ચીનના સ્ટીલ અને અેલ્યુમિનિયમના ઉત્પાદનો પર ડ્યુટી લગાવી તો ચીને વળતા પ્રહાર રૂપે ચીને અમેરિકાથી ચીનમાં આયાત કરવામાં આવતા સુવરના માંસ , ફળો સહિત અન્ય 128 ઉત્પાદનો પર ટેકસ લગાવી દીધો છે. ચીનના વાણિજ્ય મંત્ર્યાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ચીન સામે જે વલણ અપનાવ્યું હતું તેના ઉત્તર રૂપે આ પગલું લેવામાં આવ્યું હતું.

ચીનના વિદેશ મંત્ર્યાલયના જણાવ્યા મુજબ, અમેરિકાથી ચીનમાં આયાત કરાતા ફળ અને તેને સંબંધિત અન્ય 120  અમેરિકન ચીજ- વસ્તુઓ પર 15 ટકા અને સુવરનું માંસ તેમજ તેને સંબંધિ્ત બીજી આઠ વસ્તુઓ પર 25 ટકા ડ્યુટી લગાવવાનો ચીને નિર્ણય કર્યો છે.