જેરુસેલમમાં અમેરિકન દૂતાવાસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

0
701
Reuters

જેરુસેલમમાં અમેરિકન દૂતાવાસનું ઉદઘાટન કરતાં અએમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈઝરાયલ એક સ્વાયત્ત દેશ છે. પોતાની રાજધાની કયા હોવી જોઈએ એ નક્કી કરવાનો અેને પૂરેપૂરો અધિકાર છે. પરંતુ આ સીધીસાદી વાતને સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા. ગત ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાના વહીવટીતંત્રએ જેરુસલેમને ઈઝરાયલની રાજઘાની તરીકે માન્યતા પ્રદાન કરી દીધી હતી. ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી હતીકે, અમેરિકા એનો દૂતાવાસ તેલ અવીવથી ખસેડીને જેરુસેલમ લાવશે. આજ દિન સુધીમાં આખા વિશ્વમાં અમેરિકા જ પહેલો દેશ છેકે જેણે પોતાની એમ્બેસી – રાજદૂતાવાસ જેરુસેલમમાં સ્થાપિત કર્યો હોય. દુનિયાના અન્ય 86 જેટલા દેશોના ઈઝરાયલ ખાતેના દૂતાવાસ તેલ અવીવમાં જ છે. 1967માં આરબ રાષ્ટ્રોને હરાવીને ઈઝરાયલે જેરુસેલમ પર કબ્જો કરી લીધો હતો. ઈઝરાયલ જેરુસલેમને પોતાની રાજધાની ગણાવે છે, જયારે પેલેસ્ટાઈન જેરુસલેમ પર પોતાનો અધિકાર હોવાની વાત કરે છે.