જેમ્સ-જવેલરી ઉદ્યોગનાં અગ્રણી સ્વ. શાંતિભાઈ પટેલનાં નામે અમદાવાદમાં માર્ગ

અમદાવાદ : શહેરનાં જાણીતા જેવલર્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન દ્વાાર દેશનાં અગ્રણી ઓળખ આપનારા તથા જવેલરી ઉદ્યોગના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં સતત પ્રયત્નશીલ એવા સ્વ. શાંતિભાઈ પટેલનાં નામે અમદાવાદમાં સી. જી. રોડ પાસે નામામિકરણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન ચલાવતાં અમદાવાદનાં જાણીતા જવેલર શાંતિભાઈ પટેલનું અવસાન થયું હતું. તેમની વિશિષ્ટ કામગીરીની નોંધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન દ્વારા થર્ડઆઈ બિલ્ડીંગથી બાલાજી પેટેગોન – ત્રિશુલ બિલ્ડીંગ સુધીના માર્ગને શેહરનાં મેયર કિરીટભાઈ પરમારનાં હસ્તે સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરનાં અગ્રણી જવેલર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દેડક અરૂણસિંહ રાજપૂત, ટાઉન પ્લાનીંગ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ. કે. પટેલ હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here