જેડીએસના અગ્રણી નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ..

0
783

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સરકાર રચવા અને સત્તાનું સુકાન સંભાળવા રાજકીય પક્ષોએ જે નાટક ભજવ્યા , એના પર હવે પરદો પડી ગયો છે. વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધને બહુમતી પુરવાર કરી અને આજે કુમારસ્વામીએ કર્ણાટકના 24માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજયનું સુકાન સંભાળી લીધું. રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. ભારતીય જનતા પક્ષે શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો હતો. ભાજપના નેતા યેદિયુરપ્પાએ કહ્યુંં  હતું કે, સત્તાની ભૂખ અને લાલચના પાયા પર બનાવવામાં આવેલી આ સરકાર ત્રણ મહિનાથી વધુ સમય ચાલવાની નથી. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ જી પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. નવા વરાયેલા મુખ્યપ્રધાન કુમારસ્વામીએ કહ્યું હતું કે, સરકાર આમ જનતાના હિતને ધ્યાનમાં રાખીને કામગીરી બજાવશે.