જેટ એરવેયઝની તમામ ફલાઈટો આજ રાતથી અચોક્કસ મુદત સુધી બંધ કરવાની વહીવટીતંત્રની ઘોષણા

0
775

 

સખત નાણાભીડનો – આર્થિક સંકટનો સામનો કરી રહેલી વિમાની સેવા જેટ એરવેયઝે તેની તમામ ફલાઈટો આજ રાતથી બંધ કરી દેવાનો નિર્ણય લીધો હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ હતી. પોતાની વિમાની સેવાઓ ચાલુ રાખવા માટે અનિવાર્ય 400 કરોડ રૂપિયાનું ફન્ડીંગ તેને મળી શક્યું નહોતું. કંપનીના સીઈઓ વિનય દુબેએ વિમાની સેવાઓ ચાલુ રહે તે માટે એસબીઆઈને તાત્કાલિક 400 કરોડ રૂપિયાની લોન આપવાનું જણાવ્યું હતું. પરંતુ જેટ એરવેયઝને નાણાં ભંડોળ ઉપલબ્ધ થઈ શકયું નહોતું. મંગળવારે જેટએરવેયઝની માત્ર પાંચ ફલાઈટોએ ઉડાન કર્યું હતું.