જેએનયુમાં હિંસાની ઘટનાબન્યા બાદ દિલ્હીની પોલીસે એફઆઈઆર નોંધી …

0
858

 

      જેએનયુ – જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગત રવિવારે ફી વધારાના મુદે્ વિરોધ કરતા દેખાવે થયા બાદ હિંસાની ઘટનાઓ બની હતી. અચાનક કેટલાક બુકાનીધારી ગુંડાઓએ દેખાવકારો પર ડંડા અને લોખંડના રોડથી હિંસક હુમલા કર્યા હતા. આંદોલનકારીઓને બેરહેમીથી માર માર્યો હતો. તેમના પર ડંડા અને લોખંડના રોડથી પ્રહારો કર્યા હતા. આશરે 3 કલાક સુધી બે જૂથો વચ્ચે સામસામે હિંસક ઘર્ષણ થયું હતું. આ હિંસક હુમલામાં સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ આઈશીએ એબીવીપી – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પર હુમલાનો આરોપ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપ- રાજ્યપાલ અનિલ બૈજલને જણાવ્યું હતું કે, તેઓ જે એનયુના પ્રતિનિધિઓને બોલાવીને તેમની સાથે ચર્ચા કરે. 

             દિલ્હીની પોલીસે આખી ઘટનાની તલસ્પર્શી તપાસ માટે જોઈન્ટ કમિશનરની આગેવાની હેઠળ એક ટીમની રચના કરી હતી. જેએનયુમાં થયેલી હિંસાનો વિરોધ કરવા મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, કોલકાતાની જાધવપુર યુનિવર્સિટી   તેમજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દેખાવો કરવામાં આવ્યા હતા.