જી-20  શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા યુનોના મહામંત્રી અને સાઉદીના પ્રિન્સસાથે મોદીની મુલાકાત

0
878

જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનાના પ્રવાસે ગયેલા ભારત નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોના મહામંત્રી એનટોનિયો ગુતેરસઅને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદને મળ્યા હતા. તેમની વચ્ચે કેટલાક મહત્વના વિષયો બાબત વાતચીત થઈ હતી. વડાપ્રધાન મોદી બ્યુનર્સ આયર્સમાં આયોજિત કાર્યક્રમ યોગા ફોર પિસમાં પણ શામેલ થયા હતા. વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત( સાઉદી અરેબિયા) ના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદની વાતચીત ફળદાયી રહી હતી.કેટલાક મહત્વના મુદા્ઓ અંગે તેમણે ચર્ચા- વિચારણા કરી હતી. બન્ને મહાનુભાવોની મુલાકાત મૈત્રીભરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયા આગામી બે- ત્રણ વરસ દરમિયાન ભારતમાં વિવિધ સેકટરોમાં રોકાણ કરશે. વડાપ્રધાન મોદી અને યુનોના મહાસચિવ એન્ટોનિયો વચ્ચે  પોલેન્ડમાં યોજાનારી જલવાયુ પરિવર્તન વિષયક બેઠક અંગે વાત થઈ હતી. યુનોના મહાસચિવે જલવાયુ પરિવર્તન વિષે રાષ્ટ્રો વચ્ચે થતી ચર્ચામાં ભારતની ભૂમિકાને બિરદાવવામાં આવી હતી. એ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલાૈ પગલાં માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 

  બ્યુનર્સ આયર્સમાં યોજિત યોગા ફોર પીસ કાર્યક્રમમાં  પણ નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. તેમણે આર્જેન્ટિનાની હોકી ટીમને ઓડિ્સામાં આયોજિત હોકી વર્લ્ડકપમાં તેમની પહેલી મેચ જીતવા બદલ અભિવંદન પણ પાઠવ્યા હતા.